ભારતમાં કોરોના રસીને લઇ મોટી ખુશખબરી, ફાઇઝરે ઇમરજન્સી માટે માંગી મંજૂરી

ભારતમાં કોરોના રસીને લઇ મોટી ખુશખબરી, ફાઇઝરે ઇમરજન્સી માટે માંગી મંજૂરી

રશિયા (Russia) ની રાજધાની મોસ્કો (Moscow) માં કોવિડ-19 (Covid-19) ના રસીકરણ કાર્યક્રમની શરૂઆતની સાથે જ ભારત (India)ના લોકો માટે પણ મોટી ખુશખબરી છે. દવા નિર્માતા કંપની ફાઇઝર (Pfizer) ના ભારતીય એકમે તેના દ્વારા વિકસિત કોવિડ-19 રસી (Covid-19 Vaccine) ના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે ભારતીય ઔષધિ મહાનિયંત્રક (DCGI)ની સમક્ષ અરજી કરી છે. ફાઇઝરે તેની કોવિડ-19 રસીને બ્રિટન (Britain) અને બહરીન (Baharin) માં આવી જ મંજૂરી મળ્યા બાદ આ અનુરોધ કર્યો છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ડ્રગ રેગ્યુલેટરને ફાઇલ કરેલી અરજીમાં કંપનીએ દેશમાં રસીની આયાત અને વિતરણ માટે મંજૂરીની વિનંતી કરી છે. આ સિવાય ડ્રગ્સ અને ક્લિનિકલ ટ્રાયલ્સ રૂલ્સ, 2019 ની વિશેષ જોગવાઈઓ હેઠળ ભારતની વસતી પર ક્લિનિકલ ટ્રાયલ્સની છૂટ આપવાનો પણ અનુરોધ કર્યો છે.

એક સૂત્ર એ કહ્યું કે ફાઈઝર ઇન્ડિયાએ ભારતમાં તેની કોવિડ-19 રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માટે 4 ડિસેમ્બરના રોજ DGCIની સમક્ષ અરજી કરી છે. બ્રિટન એ બુધવારના રોજ ફાઇઝરના કોવિડ-19 રસીની ઇમરજન્સી ઉપયોગ માટે અસ્થાયી મંજૂરી પ્રદાન કરી હતી. બ્રિટન બાદ બહરીન શુક્રવારના રોજ દુનિયાનો બીજો દેશ બની ગયો છે જેણે દવા બનાવતી કંપની ફાઇઝર અને તેના જર્મન સહયોગી બાયોએનટેક દ્વારા વિકસિત કોવિડ-19 રસીના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી આપી દીધી છે. દવા કંપની પહેલાં જ અમેરિકામાં આવી જ મંજૂરી માટે અરજી કરી ચૂકયું છે.

રશિયાના મોસ્કોમાં કોરોના વેક્સીનેશનની શરૂઆત

રશિયાની રાજધાની મોસ્કોમાં શનિવારથી કોવિડ-19નો રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઇ ગઇ છે. મળતી માહિતી મુજબ આ રસી સૌથી પહેલાં એ લોકોને અપાય રહી છે જેમનો સંક્રમિત થવાનો સૌથી વધુ ખતરો છે. રૂસ પોતાના જ દેશમાં વિકસિત ‘સ્પૂતનિક-V’ નામની રસીનો ઉપયોગ કરી રહ્યું છે. રશિયામાં શનિવારના રોજ શરૂઆત થઇ ગઇ.

કોરોના વાયરસ સંક્રમણ રસી માટે ઉચ્ચ જોખમવાળા ગ્રૂપમાં સામેલ હજારોની સંખ્યામાં ડૉકટર્સ, શિક્ષકો અને અન્ય લોકોએ હસ્તાક્ષર કર્યા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ત્રણ દિવસ પહેલાં મોટાપાયે કોવિડ-19 રસીકરણનું અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ રસીની શરૂઆત થઇ છે.