ટ્રમ્પના વધુ એક નિર્ણયનો અમેરિકન કોર્ટે છેદ ઉડાડતા ભારતીય પરિવારોને ફાયદો

ટ્રમ્પના વધુ એક નિર્ણયનો અમેરિકન કોર્ટે છેદ ઉડાડતા ભારતીય પરિવારોને ફાયદો

। વોશિંગ્ટન  ।

વિદાય લેતાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વધુ એક નિર્ણયનો અમેરિકન કોર્ટ દ્વારા છેદ ઉડાડી દેવામાં આવ્યો છે જેને કારણે અનેક ભારતીય પરિવારોને ફાયદો થશે. અમેરિકાની ફેડરલ કોર્ટે આદેશ કર્યો છે કે ઓબામાના શાસનકાળ દરમિયાન માઇનોર તરીકે અમેરિકામાં લાવવામાં આવેલા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સનું રક્ષણ કરતાં ડીફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ એરાઇવલ્સ(DACA) પ્રોગ્રામને તેના મૂળ સ્વરૂપમાં સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવાનો આદેશ કર્યો છે. ટ્રમ્પ વહિવટીતંત્રે ૨૦૧૭માં DACAનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુએસ સુપ્રીમ કોર્ટે જૂનમાં આ પ્રયાસને બ્લોક કર્યો હતો.

ન્યુ યોર્કના ઈસ્ટર્ન જિલ્લાના યુએસ ડિસ્ટ્રીક્ટ જજ નિકોલસ ગેરાઉફિસે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીઝને DACA પ્રાપ્તકર્તાને બે વર્ષનું રીન્યુવલ લંબાવી આપવા અને સોમવારથી શરૂ કરી પ્રથમવાર અરજી કરનારાઓ પાસેથી અરજી સ્વીકારવાનો આદેશ કર્યો છે.

બાઇડેનનો ઇલેક્ટોરલ કોલેજ વિજય સિદ્ધ

કેલિફોર્નિયાએ તેના ચૂંટણીના પરિણામોને પ્રમાણિત જાહેર કરતાં બાઇડેને હવે ૨૭૦ કોલેજ વોટની જરૂરિયાત કરતાં વધારે વોટ અંકે કરી લીધા છે. સેક્રેટરી ઓફ સ્ટેટ એલેક્સ પેડિલાએ બાઇડેનના વિજયના પરિણામને મંજૂર કર્યું છે. ડેમોક્રેટિક ગવર્નર ગેવિન ન્યૂસોમ બાઇડેન માટે સ્ટેટના ૫૫ ઇલેક્ટર્સને એપોઇન્ટ કરતાં સર્ટિફિકેટ ઓફ એસર્ટેઇનમેન્ટને તૈયાર કરવા માટે તેનો ઉપયોગ કરશે.