કોરોનાથી પુરૂષો ચેતીને રહેજો, મહિલાઓની સરખામણીમાં 30 ટકા વધારે મોતનું જોખમ

કોરોનાથી પુરૂષો ચેતીને રહેજો, મહિલાઓની સરખામણીમાં 30 ટકા વધારે મોતનું જોખમ

કોવિડ-19 (Covid-19) સંક્રમણના કારણે સમાન ઉંમર અને સ્વાસ્થ્ય (Health)ની સ્થિતિવાળી મહિલાઓની અપેક્ષાએ પુરૂષોમાં મોતનો ખતરો 30 ટકા વધારે હોય છે. એક નવા અધ્યયનમાં આ જાણકારી સામે આવી છે. ‘ક્લિનિકલ ઇન્ફેક્શન્સ ડિસીઝેસ’ પત્રિકામાં પ્રકાશિત એક અધ્યયન અનુસાર કોવિડ-19થી સંક્રમિત પુરુષ દર્દી જો ડાયાબિટિસ (Diabetes), હાઈ બ્લડ પ્રેશર (High Blood Pressure)અથવા મેદસ્વિતાથી પીડિત છે તો તેમનો જીવ જવાનો ખતરો વધારે હોય છે.

કોવિડ-19ના લગભગ 67,000 દર્દીઓનું અધ્યયન કર્યું

રિસર્ચમાં અમેરિકાની યૂનિવર્સિટી ઑફ મેરીલેન્ડ સ્કૂલ ઑફ મેડિસિન (UMSOM)ના વૈજ્ઞાનિકોએ દેશભરની 613 હૉસ્પિટલોમાં ભરતી થયેલા કોવિડ-19ના લગભગ 67,000 દર્દીઓનું અધ્યયન કર્યું. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે મેદસ્વિતા, હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટિસ જેવી સમસ્યાઓથી ઝઝુમી રહેલા કોવિડ-19થી સંક્રમિત 20થી 39 વર્ષના દર્દીઓને પોતાના સ્વસ્થ સાથીની તુલનામાં મોતનું જોખમ વધારે છે.

તમામ જાણકારીથી સંક્રમિત દર્દીઓના ઉપચારમાં મદદ

અધ્યયનના લેખક એન્થની ડી હૈરિસે કહ્યું કે, તમામ જાણકારીઓથી સંક્રમિત દર્દીઓના ઉપચારમાં મદદ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે દુનિયામાં કોરોના વાયરસના કેસ હવે ઝડપથી વધી રહ્યા છે. વર્લ્ડોમીટર અનુસાર અત્યાર સુધી દુનિયાભરમાં કોરોના વાયરસના 76,700,355 કેસ સામે આવ્યા છે, જ્યારે 1,693,440 લોકોના મોત થઈ ચુક્યા છે. અત્યારે પણ કોરોના વાયરસના સૌથી વધારે કેસના મામલે અમેરિકા ટોચ પર છે.