નીતિન ગડકરીએ કહ્યું- આગામી બે વર્ષમાં ખતમ થઈ જશે ટોલ પ્લાઝા, ટોલ ટેક્સ લાગશે કે નહીં?

નીતિન ગડકરીએ કહ્યું- આગામી બે વર્ષમાં ખતમ થઈ જશે ટોલ પ્લાઝા, ટોલ ટેક્સ લાગશે કે નહીં?

ભારતમાં ટોલ પ્લાઝા (Toll Plaza)ને લઈને મોદી સરકાર (Modi Government) દ્વારા એક મોટી યોજના બનાવવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ ઉદ્યોગ સંગઠન એસોચેમના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ટોલ ટેક્સ માટે જીપીએસ સિસ્ટમ (GPS System for Toll Tax) માટે કામ ચાલી રહ્યું છે, જેમાં મુસાફરી કરતાં અમુક અંતરે ટોલ પેમેન્ટ આપમેળે કાપવામાં આવશે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં ટોલ પ્લાઝા સંપૂર્ણ ખતમ થઈ જશે અને વાહનો સ્વતંત્ર રીતે ચલાવી શકશે.

તો ટોલ ટેક્સ લાગશે કે નહીં?

મોદી સરકાર ટેકનોલોજીની મદદથી ટોલ પ્લાઝાને દૂર કરીને ટ્રાફિક સરળ બનાવવા તરફ કામ કરી રહી છે. આનો અર્થ એ છે કે તમારા રસ્તાઓ પરથી ટોલ પ્લાઝા દૂર કરવામાં આવશે, પરંતુ તમારા પર લાદવામાં આવેલ ટોલ ટેક્સ બંધ થશે નહીં. એટલે કે GPS સિસ્ટમ અંતર્ગત દરેક વસ્તુ હાઈટેક હશે અને તેના માધ્યમથી તમારા નાણાં કાપવામાં આવશે, ફક્ત તમારે ટોલ પ્લાઝા પર રોકાવાની અને ચૂકવણી કરવાની જરૂર રહેશે નહીં.

મોદી સરકારની તિજોરી ભરાશે

મોદી સરકારને આશા છે કે જો બધું બરાબર ચાલે તો આવતા 5 વર્ષમાં સરકારી તિજોરીમાં આશરે 1.34 ટ્રિલિયન રૂપિયા સુધી આવક થઈ શકે છે. નીતિન ગડકરીએ માહિતી આપી હતી કે તાજેતરમાં માર્ગ પરિવહન અને હાઇવે અને એનએચએઆઈના અધ્યક્ષની હાજરીમાં ટોલ કલેક્શન માટે જીપીએસ ટેકનોલોજીના ઉપયોગ અંગે રજૂઆત કરવામાં આવી હતી. હવે અમે આશા રાખીએ છીએ કે આગામી 5 વર્ષમાં અમારી ટોલ આવક 1,34,000 કરોડ રૂપિયા થશે.

ફાસ્ટેગને કારણે થઈ રહ્યો છે ફાયદો

મોદી સરકારનું કહેવું છે કે ફાસ્ટેગના પહેલેથી અમલ થવાના કારણે બળતણની બચત થઈ રહી છે અને પ્રદૂષણ પણ ઓછું થઈ રહ્યું છે. જો કે કેટલાક સ્થળોએ કર્મચારીઓ ટોલ લઈ રહ્યા છે, જે તરફ સરકાર કામ કરી રહી છે. ફાસ્ટેગ કેશલેસ વ્યવહારોને પણ પ્રોત્સાહિત કરી રહ્યું છે. નવેમ્બરમાં બહાર પાડવામાં આવેલા એનએચએઆઈના નિવેદનના અનુસાર ફાસ્ટેગે અત્યાર સુધીમાં કુલ ટોલ સંગ્રહમાંથી લગભગ ત્રણ-ચતુર્થાંશ ભાગનો ફાળો આપ્યો છે.