Jioએ પોતાના ગ્રાહકોને નવા વર્ષે આપી જબરદસ્ત ભેટ, આ સુવિધા કરી દીધી બિલકુલ ફ્રી

Jioએ પોતાના ગ્રાહકોને નવા વર્ષે આપી જબરદસ્ત ભેટ, આ સુવિધા કરી દીધી બિલકુલ ફ્રી


રિલાયન્સ જિઓ (Reliance Jio) એકવાર ફરી વોઇસ કૉલ (Voice Call)ને બિલકુલ ફ્રી કરવા જઇ રહ્યું છે. જિયો સબ્સક્રાઇબર્સ (Jio Subscribers) 1 જાન્યુઆરી 2021થી પોતાના ફોનમાં ફ્રી (Free)માં વોઇસ કૉલ કરી શકશે. આ પ્રકારની સર્વિસ પર ઇન્ટરકનેક્ટ યૂસેઝ ચાર્જ ખત્મ થઈ ગયો છે. રિલાયન્સ જિયોએ ગુરૂવારના આની જાણકારી આપી છે. કંપનીએ નિવેદન જાહેર કરીને કહ્યું કે, ઑફ નેટ ડૉમેસ્ટિક કૉલ્સને બિલકુલ ફ્રી કરવાની પ્રતિબદ્ધતાનું સન્માન કરવામાં આવશે. આઈયૂસી ચાર્જેઝ ખત્મ થયા બાદ ડૉમેસ્ટિક વોઇસ કૉલ્સ ફ્રી કરી દેવામાં આવશે.

જિયોની જાહેરાત બાદ ભારતી એરટેલના શેરમાં ઘટાડો

1 જાન્યુઆરી 2021થી ફરીવાર તમામ કૉલ્સ ફ્રી કરી દેવામાં આવશે. જિયોને લઇને આ સમાચાર બાદ બીજી ટેલિકોમ કંપની ભારતી એરટેલના શેયરમાં 2 ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. આ જાહેરાત બાદ નવા વર્ષથી કોઈ પણ નેટવર્ક પર કૉલ કરવા માટે ગ્રાહકોને પૈસા નહીં આપવાના રહે. આ સુવિધા દેશભરના કોઈ પણ એરિયા માટે હશે. વર્તમાનમાં, આઈયૂસી વ્યવસ્થાના કારણે ગ્રાહકોને ઑફ નેટ વોઇસ કૉલ માટે પૈસા ખર્ચ કરવા પડે છે.

VoLTE નો લાભ ભારતીયો સુધી પહોંચાડવા માટે જિયો પ્રતિબદ્ધ

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2019માં ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ મોબાઇલ ટૂ મોબાઇલ કૉલ્સ માટે આઈયૂસીને જાન્યુઆરી 2020થી આગળ સુધી વધારી દીધું હતુ. ત્યારબાદ જિયોએ પોતાના ગ્રાહકો પાસેથી ઑફ નેટ વોઇસ કૉલ માટે ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું. જો કે જિયો દ્વારા વસૂલવામાં આવનારો આ ચાર્જ આઈયૂસી ચાર્જ બરાબર જ હતો. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, ઑન નેટ ડૉમેસ્ટિક કૉલ્સ જિયો નેટવર્ક પર અત્યારે પણ બિલકુલ ફ્રી છે. કંપનીએ કહ્યું કે, “VoLTE જેવી એડવાન્સ ટેકનોલોજીનો લાભ સામાન્ય ભારતીયો સુધી પહોંચાડવા માટે રિલાયન્સ જિયો પ્રતિબદ્ધ છે.”

ઑક્ટોબર મહિનામાં 22 લાખથી વધારે ગ્રાહકોને જોડ્યા

રિલાયન્સ જિયોએ ઑક્ટોબર મહિનામાં લગભગ 22 લાખથી વધારે ગ્રાહકોને પોતાની સાથે જોડ્યા છે. ત્યારબાદ કંપનીના કુલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 40.63 કરોડની પાર પહોચી ગઈ છે. જિયોએ વાયરલેસ સેગ્મેંટમાં સૌથી વધારે 2,45,912 ગ્રાહકોને જોડ્યા છે. ત્યારબાદ ભારતી એરટેલે 48,397 ગ્રાહકોને ફિક્સ્ડ લાઇન કનેક્શન દ્વારા જોડ્યા છે.

( Source – Sandesh )