આજે દુનિયામાં ભારતનો વાગશે ડંકો, દરેક ભારતીયો માટે ગર્વનો દિવસ

આજે દુનિયામાં ભારતનો વાગશે ડંકો, દરેક ભારતીયો માટે ગર્વનો દિવસ

આજે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ( United Nations Security Council)માં ભારતના રાષ્ટ્રીય ધ્વજ (Flag)ને લહેરાવાશે. ભારત સંયુકત રાષ્ટ્રના આ શક્તિશાળી એકમમાં બે વર્ષ માટે અસ્થાયી સભ્ય તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કરી રહ્યું છે. પાંચ નવા અસ્થાયી સભ્ય દેશોના ઝંડા ચાર જાન્યુઆરીના રોજ એક ખાસ સમારંભ દરમ્યાન લહેરાવાશે. 2021મા ચાર જાન્યુઆરીના રોજ સત્તાવાર રીતે પહેલો કાર્ય દિવસ હશે.

ભારતના સ્થાયી પ્રતિનિધિ આપશે ભાષણ

સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ.તિરૂમૂર્તિ (T.S.Tirumurti ) તિરંગો લહેરાવશે અને આશા છે કે સમારંભમાં તેઓ સંક્ષિપ્ત સંબોધન પણ આપશે. ભારતની સાથે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નોર્વે (Norway), કેન્યા (Kenya), આયરલેન્ડ (Ireland) અને મેક્સિકો (Mexico) અસ્થાયી સભ્ય બને છે. તેઓ અસ્થાયી સભ્યો (Non-Permanent Members ) ઇસ્ટોનિયા (Estonia), નાઇઝર (Niger), સેન્ટ વિંસેંટ (Saint Vincent) અને ગ્રેનાડા (Grenadines), ટ્યુનિશિયા (Tunisia), વિયેતનામ (Vietnam) તથા પાંચ સ્થાયી સભ્યો ચીન (China), ફ્રાન્સ (France), રૂસ (Russia), બ્રિટન (Britain) અને અમેરિકા (America)ની સાથે આ પરિષદનો હિસ્સો હશે.

ઑગસ્ટ 2021મા યુએનએસસીનું અધ્યક્ષ બનશે ભારત

ભારત ઑગસ્ટ 2021માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ હશે અને ત્યારબાદ 2022 માં એક મહિના માટે કાઉન્સિલની અધ્યક્ષતા રાખશે. કાઉન્સિલના અધ્યક્ષ દરેક સભ્ય એક મહિના માટે બને છે, જેનો દેશોના અંગ્રેજી વર્ણમાલાના નામ પ્રમાણે નક્કી થાય છે. ઝંડો લહેરાવાની પરંપારની શરૂઆત કઝાકિસ્તાને 2018માં શરૂ કરી હતી.

યુએન સુરક્ષા પરિષદ શું છે?

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રના 6 મુખ્ય ભાગોમાંથી એક છે. તેનું મુખ્ય કાર્ય વિશ્વભરમાં શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવાનું છે, ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં નવા સભ્યો ઉમેરવા અને તેના ચાર્ટરમાં પરિવર્તન સંબંધિત કામ પણ સુરક્ષા પરિષદના કાર્યનો એક ભાગ છે. આ કાઉન્સિલ વિશ્વના દેશોમાં શાંતિ મિશન પણ મોકલે છે અને જો વિશ્વના કોઈ પણ ભાગમાં સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર હોય તો સુરક્ષા પરિષદ પણ ઠરાવ દ્વારા તેનો અમલ કરે છે.

કયારે થઇ સ્થાપના

સંયુક્ત રાષ્ટ્ર સંઘની જેમ તેની સ્થાપના બીજા વિશ્વ યુદ્ધ બાદ કરવામાં આવી હતી. સુરક્ષા પરિષદની પ્રથમ બેઠક 17 જાન્યુઆરી, 1946ના રોજ થઇ હતી. કોલ્ડ વોરના લીધે સુરક્ષા પરિષદ લાંબા સમયથી નબળી રહી હતી. પરંતુ કોંગો યુદ્ધ અને કોરિયન યુદ્ધ દરમિયાન તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય ઘણા દેશોમાં જરૂરિયાત મુજબ શાંતિ મિશન પણ મોકલવામાં આવ્યા હતા. સુરક્ષા પરિષદમાં 5 કાયમી અને 10 અસ્થાયી સભ્યો હોય છે. અસ્થાયી સભ્યો દર બે વર્ષે ચૂંટાય છે.

દુનિયામાં શાંતિ અભિયાનોનું કરે છે નેતૃત્વ

રૂસ વિખેરાઇ ગયા બાદ સુરક્ષા પરિષદની તાકાતમાં એકદમ વધારો થતો જોવા મળ્યો અને તેને દુનિયાના કેટલાંય ભાગોમાં શાંતિ અભિયાનોને અંજામ આપ્યો. સુરક્ષા પરિષદે કુવૈત, નામીબિયા, કંબોડિયા, બોસ્નિયા, રવાંડા, સોમાલિયા, સુડાન અને કોંગોમાં અસ્થિરતાના સમયે કેટલાય શાંતિ અભિયાન ચલાવ્યા.