હિજરત : હોન્ડુરાસથી સારા જીવનની શોધમાં 3000થી વધુ લોકોનું US તરફ પગપાળા પ્રયાણ

હિજરત : હોન્ડુરાસથી સારા જીવનની શોધમાં 3000થી વધુ લોકોનું US તરફ પગપાળા પ્રયાણ

4 મહિનામાં 10થી વધુ વાવાઝોડાં, હજારો ઘર નાશ પામ્યાં, ખેતી અસંભવ

આશરે 99 લાખની વસતી ધરાવતા મધ્ય અમેરિકી દેશ હોન્ડુરાસમાં ગરીબી, બેરોજગારી, હિંસા અને ડ્રગ્સ માફિયાનો આતંક છે. અહીં અવારનવાર વાવાઝોડાં પણ ત્રાટકતાં રહે છે. કુદરતી આપત્તિઓને લીધે હોન્ડુરાસની અડધી વસતી સામે ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. આ બધી પરેશાનીઓથી મુક્તિ મેળવવા 3000 લોકોનો કાફલો બહેતર જીવન અને રોજગારની શોધમાં અમેરિકા તરફ પગપાળા નીકળી પડ્યા છે. કાફલામાં બાળકો સહિત અનેક વૃદ્ધો સામેલ છે. તેઓ મેક્સિકો અને અલ સલ્વાડૉર સહિત 4 દેશ ઓળંગી અમેરિકા પહોંચશે. 2600 કિ.મી.ની સફર પૂરું કરવામાં 4 મહિનાનો સમય લાગશે. હોન્ડુરાસમાં ગત 4 મહિનામાં 10થી વધુ વાવાઝોડાં ત્રાટકી ચૂક્યાં છે. હજારો ઘર નાશ પામ્યાં છે. ખેતી અસંભવ થઇ ગઈ છે એટલા માટે લોકો 3 વર્ષથી હોન્ડુરાસથી પલાયન કરી રહ્યાં છે.

એવી લાઈન જેનો છેડો જ દેખાતો નથી…

તસવીર ગ્વાટેમાલા બોર્ડર નજીકની છે. લક્ષ્ય સુધી પહોંચવા લોકો અંધારામાં સફર કરી રહ્યા છે. લોકો કહે છે કે રસ્તામાં આવતા દેશ તેમની સરહદમાં પ્રવેશતા અટકાવે છે. આ કારણે અમે રાત્રિ દરમિયાન સફર કરવા મજબૂર છીએ.

દરેક ક્ષણે પડકાર…

માસૂમ બાળકોની સાથે 2600 કિ.મી.નું લાંબુ અંતર કાપવું મોટો પડકાર છે. જોકે અમુક લોકો વાહનમાં સફર માટે મદદ કરી રહ્યા છે. તેનાથી લોકોને ઘણી રાહત મળી રહી છે.

( Source – Divyabhaskar )