દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ! 65 વર્ષથી ન્હાયો નથી, આગળની વાત સાંભળીને થઇ જશે ઉલટી

દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ! 65 વર્ષથી ન્હાયો નથી, આગળની વાત સાંભળીને થઇ જશે ઉલટી

અત્યાર સુધી તમે કેટલીય આશ્ચર્ય કરનાર ફેશન અંગે સાંભળ્યું અને જોયું હશે. દુનિયામાં એક-એકથી ચઢિયાતા કેટલાંય રેકોર્ડ છે. પરંતુ આજે અમે તમને એક એવા રેકોર્ડ અંગે બતાવી રહ્યા છીએ જેને સાંભળીને તમે હેરાન થઇ જશો. આ વ્યક્તિ છેલ્લાં 65 વર્ષથી નાહી જ નથી. ઇરાનના રહેવાસી અમોઉ હાજી (Dirtiest Man Amou Haji)નું કહેવું છે કે તેઓ છેલ્લાં 65 વર્ષથી ન્હાયા નથી. આવો જાણીએ શું છે અમોઉની લાઇફસ્ટાઇલ (Lifestyle Of Amou Haji).

ચોખ્ખી વસ્તુઓથી નફરત

83 વર્ષના અમોઉ (World’s Dirtiest Man) કહે છે કે તેમણે 65 વર્ષથી પોતાના શરીર પર પાણીનો એક છાંટો પડવા દીધો નથી, કારણ કે તેને પાણીથી ડર લાગે છે. તે એમ પણ કહે છે કે જો તે નહાશે તો તે બીમાર પડી જશે. અમોઉ પોતાની ખાવા પીવાની વસ્તુઓને કદી સ્વચ્છ રખાશે નથી કારણ કે તે સ્વચ્છ વસ્તુઓથી નફરત કરે છે. અમાઉનું કહેવું છે કે આ ગંદકી જ તેમને 83 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. તેમના કહેવા મુજબ તેઓ ગંદકીના લીધે જ આટલી લાંબી જીંદગી જીવી રહ્યા છે. ત્યારબાદ કોઇ આશ્ચર્યજનક વાત નથી કે કેટલીય વખત તેના ના ન્હાવાના લીધે જ અમોઉને ગામની બહાર રહેવું પડે છે.

ડાઇટ પણ એટલું જ અજીબોગરીબ

આ અદ્ભુત રેકોર્ડ સાથે અમોઉ હાજી (Diet Of Amou Haji)નો ડાયટ પણ એટલો જ વિચિત્ર છે. અમોઉ અકસ્માત અથવા કુદરતી રીતે મરેલા પ્રાણીઓનું સડેલું માંસ ખાવાનું પસંદ કરે છે. તે નોન-વેજ ખાવાનું વધુ પસંદ કરે છે. પ્રાણીઓના સડેલા માંસ સિવાય અમોઉ ગંદા સડેલા ઘરેલું સાગ-સબ્જીના કચરાને પણ પસંદ કરે છે. અમોઉને ઘરે બનેલું સ્વાદિષ્ટ ભોજન કયારેય પસંદ નથી.

માટીમાં રહે છે અમોઉ

તેમની પાસે પોતાનું ઘર નથી. તેઓ તેમના ગામથી ખૂબ દૂર જમીનમાં બનાવેલા ખાડામાં રહે છે. જો કે, ગ્રામજનોએ અમાઉ માટે એક નાનકડી ઝૂંપડી બનાવી છે પરંતુ તેમાં તે રહેતો નથી. અમોઉને માટીમાં રહેવું ખૂબ જ સુખદ લાગે છે. અમોઉને કોઈપણ પ્રકારની ગંદકીથી કોઈ ઇન્ફેકશન થતું નથી. જોકે ગામવાળા તેને ત્યાં મળવા આવતા રહે છે.

સિગારેટનો શોખીન છે

આપને જણાવી દઈએ કે અમોઉને સિગારેટ પીવાનો ખૂબ શોખ છે, પરંતુ અહીં પણ અમોઉએ ગંદકીનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સિગારેટ સમાપ્ત થયા પછી ગામલોકો તેને સિગારેટ આપી જાય છે અને અમોઉ ચિલ્લમમાં પ્રાણીઓનું સૂકાયેલું મળ નાંખીને પીવે છે. અમોઉ કહે છે કે આ દુનિયાની બધી સુખ-સુવિધાઓનો ત્યાગ કર્યા પછી તે આ પ્રકારની જિંદગીમાં ખૂબ ખુશ છે.

( Source – Sandesh )