બોબી દેઓલથી લઈને પંકજ ત્રિપાઠી સુધી, OTT એ બદલી નાખી આ સ્ટાર્સની કિસ્મત

બોબી દેઓલથી લઈને પંકજ ત્રિપાઠી સુધી, OTT એ બદલી નાખી આ સ્ટાર્સની કિસ્મત

ઓટીટી પ્લેટફોર્મ (OTT)ને ત્રીજો પડદો કહીશું તો કઈ ખોટુ નથી. લોકડાઉન બાદ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પૂરી રીતે આટીટી (OTT) પ્લેટફોર્મના ભરોશે થઈ ગઈ હતી. ત્રીજા પડદાની વધતી લોકપ્રીયતાને કારણે હવે વધુ પડતુ ફોકસ વેબસિરીઝ બનાવવા પર થઈ રહ્યું છે. આ ત્રીજા પડદાએ ઘણા સ્ટાર્સની કિસ્મત બદલી નાખી છે. કેટલાક મોટા એક્ટર પણ ઘરે બેસવા મજબૂર થયા હતા, તેઓ વેબ સિરીઝ પર આવતા તેમની લોકપ્રિયતા વધી ગઈ છે અને લોકો તેમને વધુ પ્રેમ કરવા લાગ્યા છે. તો ચાલો જાણીએ કે ક્યાં ક્યાં અભિનેતાઓની ઓટીટી પ્લેટફોર્મે કિસ્મત બદલી નાખી.

બોબી દેઓલ

બોબી દેઓલ (BOBBY DEOL)ની કેરિયરનાં ફ્લોપ ફિલ્મો વધુ રહી છે. કેટલાક વર્ષોથી બોબી દેઓલને મેઈન હીરોને બદલે સાઈડ રોલ વધુ મળી રહ્યા હતા. આ બધાની વચ્ચે બોબી દેઓલે પોતાના કેરિયરની બીજી ઈનિંગ્સ શરૂ કરી. પ્રકાશ ઝા નિર્દેશિત આશ્રમથી બોબી દેઓલને નવી ઓળખ મળી ચુકી છે.

જયદીપ અહલાવત

જયદીપ અહલાવતને એક રોલની જરૂર હતી જેનાથી તેમને ઓળખ મળે. 2020માં એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલિઝ થયેલી વેબ સિરીઝ પાતાલ લોકમાં જયદીપ અહલાવત લીડ રોલમાં જોવા મળ્યા હતા. જયદીપ અહલાવતે પોલીસવાળા હાથી રામ ચૌધરીનો રોલ પ્લે કર્યો હતો. જે લોકોને ખુબ પસંદ આવ્યો હતો.

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠીને આજે કોણ નથી જાણતું. પંકજ ત્રિપાઠી આજે બોલિવૂડનો એક જાણીતો ચહેરો છે. પંકજ ત્રિપાઠીને ઓટીટી પ્લેટફોર્મની દુનિયામાં કાલીન ભૈયાના નામથી ઓળખાણ મળી. મિર્જાપુરમાં કાલીન ભૈયાનો રોલ કરનાર પંકજ ત્રિપાઠી કોમેડિયન અને ગૈંગસ્ટર દરેક પ્રકારના રોલમાં લોકોને પસંદ આવવા લાગ્યા.

વિક્રાંત મેસી

વિક્રાંત મેસી પણ આજે ઘણી બોલિવૂડ ફિલ્મો કરી રહ્યા છે. તેમની ફિલ્મ છપાક અને ગિન્ની વેડ્સ સનીમાં લોકોએ તમને પસંદ કર્યા. આ ઉપરાંત ફોરેંસિક નામની ફિલ્મ પણ કરી રહ્યા છે. વિક્રાંત મેસીએ ઓટીટીની દુનિયામાં ક્રિમિનલ જસ્ટીસ, કાર્ગો, મિર્જાપુર જેવી કેટલીયે વેબ સિરીઝમાં કામ કરીને પોતાની ખાસ ઓળખ બનાવી છે.

રસિકા દુગ્ગલ

એક્ટ્રેસ રસિકા દુગ્ગલ આઉટ ઓફ લવ, મિર્જાપુર2 જેવી વેબ સિરીઝથી દર્શકોની નજરમાં આવી હતી. જે બાદ રસિકા દુગ્ગલ ઓટીટી પ્લેટફોર્મ પર જાણીતુ નામ થઈ ગઈ છે. આ પહેલા તે પાઉડર, કિસ્મત, રિશ્તા ડોટ કોમ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

શ્વેતા ત્રિપાઠી

એક્ટ્રેસ શ્વેતા ત્રિપાઢી બોલિવૂડમાં મસાન જેવી સુપરહિટ ફિલ્મ આપી ચુકી છે. પરંતુ ઓટીટી તેમના માટે લકી સાબિત થયું. મિર્જાપુરમાં ગોલુ ગુપ્તા બનીને તે ઘણી લોકપ્રીય બની અને તેમનું નશીબ ચમકી ગયું.

શ્રિયા પિલગાંવકર

શ્રિયા પિલગાંવકરે મિર્જાપુરના ગુડ્ડુ ભૈયાની પત્ની સ્વીટીનો રોલ કર્યો હતો. સિરીઝમાં સ્વીટી ગુડ્ડુની જા હતી. સ્વીટીનો રોલ કરીને શ્રિયા પિલગાંવકર પણ લાઈમ લાઈટમાં આવી ગઈ. આ રોલથી તે ઘણી મશહૂર બની ગઈ. જે બાદ તેની પાસે આજે ઘણા પ્રોજેક્ટ છે.

અભિષેક બેનર્જી

નિર્દેશક અને એક્ટર અભિષેક બેનર્જીને હથોડા ત્યાગીના નામ ઓળખવામાં આવે છે. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યા બાદ જે ઓળખ નહોતી મળી જેટલી પાતાલ લોકમાં હથોડા ત્યાગીનો રોલ કર્યા બાદ મળી.