અંતરિક્ષમાંથી પૃથ્વી પર વાવાઝોડું ત્રાટકશે; સેટેલાઇટ, પાવર ગ્રીડ અને GPS ને પણ ખતરો

અંતરિક્ષમાંથી પૃથ્વી પર વાવાઝોડું ત્રાટકશે; સેટેલાઇટ, પાવર ગ્રીડ અને GPS ને પણ ખતરો

નાસા સહિત વિશ્વભરની સ્પેસ ઍજન્સીઓઍ ચેતવણી આપી છે કે પૃથ્વી તરફ ઍક મોટું સૌર વાવાઝોડું આવી રહ્નાં છે. આ સૌર વાવાઝોડાના કારણે ઉપગ્રહો, પાવર ગ્રીડ અને સ્પેસ સ્ટેશનો જોખમમાં આવી શકે છે. નાસાના વૈજ્ઞાનિકોઍ કહ્નાં છે કે સૂર્યમાં ખતરનાક સૌર તોફાન ઊભું થયું છે. આ સૌર વાવાઝોડું પૃથ્વી તરફ આગળ વધી રહ્નાં છે. આ વાવાઝોડામાં હાજર ચાર્જ થયેલા સૌર કણો જીપીઍસ અથવા રેડિયો સિગ્નલને અવરોધિત કરવા અને કોઈપણ ઇલેક્ટ્રિક ઉપકરણને બંધ કરી શકે ઍટલા મજબૂત છે. આ સૌર કણોની ઝડપ ૩ મિલિયન (૩૦ લાખ) માઇલ પ્રતિ કલાકથી પણ વધુ છે.

સ્પેસ ઍજન્સી નાસાઍ કહ્નાં કે, સૂર્યમાંથી નીકળતી કિરણોત્સર્ગ ઊર્જાના કારણે જીઓમેગ્નેટિક વાવાઝોડું પૃથ્વી તરફ આવી રહ્નાં છે. જેના કારણે સેટેલાઇટ, પાવર ગ્રીડ અને સ્પેસ સ્ટેશન જોખમમાં છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ત્રણ કોરોનલ માસ ઇજેક્શન (CMEs) હાલમાં પૃથ્વી તરફ આગળ વધી રહ્ના છે. પ્રથમ બે ઍમ-ક્લાસ સૌર જ્વાળાઓ ૭ ઑગસ્ટના રોજ સૂર્યમાંથી ઉત્સર્જિત થઈ હતી. 

પ્રારંભિક કોરોનલ માસ ઇન્જેક્શન પ્રમાણમાં ઓછા હતા, પરંતુ ત્રીજો X૧.૩-વર્ગ સોલર ફ્લેર ખૂબ શક્તિશાળી છે. જો આ વાવાઝોડું પૃથ્વી સાથે ટકરાય તો મોટું નુકસાન થવાની સંભાવના છે. નાસાના વૈજ્ઞાનિકોના મતે, સૂર્યના કેન્દ્રમાંથી નીકળતા પ્લાઝ્મા અને ચુંબકીય તરંગોના પ્રચંડ વિસ્ફોટથી સૌર જ્વાળાઓ સર્જાય છે. જેના પરિણામે અબજો સૌર કણો ચારે બાજુ વિખેરાઈ શકે છે. આ કણો લગભગ ત્રણ મિલિયન (૩૦ લાખ) માઇલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોનો પ્રવાહ મોકલે છે. જ્યારે સૌર વાવાઝોડું પૃથ્વીના વાતાવરણને અથડાય છે, ત્યારે તે ઉત્તર ધ્રુવ પરના વાતાવરણમાં લીલી ચમક પેદા કરે છે, જેને ઓરોરા કહેવાય છે, જો કે આ ઘટના ઇલેક્ટ્રોનિક ઉપકરણો, રેડિયો તરંગો અને પાવર ગ્રીડ માટે જોખમી છે. સૂર્યમંડળ પર તેની અસરને રોકી શકાતી નથી.