અમેરિકાની આ વાત ન માની ઍટલે મારી સરકાર પાડી... શેખ હસીનાના સનસનાટી મચાવતા દાવા
બાંગ્લાદેશમાં અનામત માટે શરૂ થયેલ આંદોલન બાદમાં હિંસક બની જતા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાઍ રાજીનામું આપી દેવું પડ્યું હતું અને તેઓ દોશ છોડીને ભાગી ગયા હતા. હાલમાં તેઓ ભારતમાં છે. હવે શેખ હસીનાઍ પોતાની સરકારના પતન પાછળ અમેરિકાનો હાથ ગણાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, અમેરિકાને સેન્ટ માર્ટીન ટાપુ ન સોંપવાના કારણે મને સત્તામાંથી હાંકી કાઢવામાં આવી છે, જે તેમને બંગાળની ખાડીમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે સક્ષમ બનાવે છે. તેમણે બાંગ્લાદેશી નાગરિકોને કટ્ટરપંથીઓથી ગેરમાર્ગે ન દોરાવાની અપીલ કરી છે.
ઍક અહેવાલ પ્રમાણે પોતાના નજીકના સહયોગીઓ દ્વારા મોકલવામાં આવેલા સંદેશમાં હસીનાઍ કહ્નાં કે, મેં રાજીનામું ઍટલા માટે આપ્યું છે કે મારે મૃતદેહોનું સરઘસ ન જોવું પડે. તેઓ વિદ્યાર્થીઓના મૃતદેહો પર સત્તામાં આવવા માંગતા હતા, પરંતુ મેં તેની મંજૂરી ન આપી અને મેં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. જો મેં સેન્ટ માર્ટિન ટાપુની સંપ્રભુતા અમેરિકાને સમર્પિત કરી દીધી હોત અને તેને બંગાળની ખાડીમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવાની પરવાનગી આપી દીધી હોત તો હું સત્તામાં બની રહી હોત. હું મારા દેશના લોકોને વિનંતી કરું છું કે, કૃપા કરીને કટ્ટરપંથીઓની વાતમાં ન આવો. અહેવાલમાં શેખ હસીનાનો હવાલો આપતા જણાવ્યું કે, જો હું દેશમાં રહી હોત તો વધુ લોકોઍ જીવ ગુમાવ્યા પડ્યા હોત અને વધુ સંસાધનો અને જાહેર મિલકતોને નુકસાન થયું હોત. મેં દેશ છોડવાનો ખૂબ જ મુશ્કેલ નિર્ણય લીધો. હું તમારી નેતા બની કારણ કે તમે મને પસંદ કરી, તમે મારી તાકાત છો. ઍ જાણીને હું ખૂબ જ દુંખી છું કે, મારી પાર્ટી અવામી લીગના ઘણા નેતાઓ માર્યા ગયા છે અને કાર્યકરોને પરેશાન કરવામાં આવી રહ્ના છે અને તેમના ઘરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે અને આગચંપી થઈ રહી છે. અલ્લાહની કૃપાથી હું ટૂંક સમયમાં પરત ફરીશ. અવામી લીગ પડકારો સામે લડીને વારંવાર ઉભી થઈ છે. હું હંમેશા બાંગ્લાદેશના ભવિષ્ય માટે પ્રાર્થના કરીશ, જે રાષ્ટ્રનું સ્વપ્ન મારા મહાન પિતાઍ જોયું હતું અને તેના માટે પ્રયાસ કર્યા હતા. જે દેશ માટે મારા પિતા અને પરિવારે પોતાનો જીવ આપ્યો છે.
શેખ હસીનાઍ કહ્નાં હતું કે, તેઓ લોકશાહીને ખતમ કરવાનો અને ઍવી સરકાર લાવવાનો પ્રયાસ કરી રહ્ના છે જેનું કોઈ લોકતાંત્રિક અસ્તિત્વ જ નહીં હોય. સૂત્રોનો દાવો છે કે કથિત રીતે સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ કરતી વખતે ઉપદ્રવ મચાવનારા તોફાનીઓ વાસ્તવમાં ઍ વિદેશી તાકાતના હાથમાં રમી રહ્ના હતા જે બાંગ્લાદેશમાં ઁસત્તા પરિવર્તનઁની યોજના બનાવી રહ્ના હતા. હસીનાના નજીકના અવામી લીગના કેટલાક નેતાઓઍ પણ ઢાકામાં સત્તા પરિવર્તન માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. તેમનું કહેવું છે કે મે મહિનામાં ઢાકાની મુલાકાત લેનાર વરિષ્ઠ અમેરિકન રાજદ્વારીનો આની પાછળ હાથ છે.
