અમેરિકાના 100થી વધુ શહેરોમાં દશેરાની ધામધૂમ:રાજ્ય સરકારો ભંડોળ આપી રહી છે, 40 શહેરોમાં ઓક્ટોબરને હિન્દુ ધરોહર મહીનો જાહેર કરવામાં આવ્યો છે
પ્રથમ વખત અમેરિકાના 100થી વધુ શહેરોમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમ જેમ વિશ્વના અન્ય દેશોમાં ભારતીયોની વસ્તી વધી રહી છે, તેમ તેમ ત્યાં પણ ભારતીય તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. અમેરિકાના લગભગ દરેક મોટા શહેરમાં રામલીલાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. પહેલા રાવણના પૂતળા ભારતમાંથી આયાત કરવામાં આવતા હતા, પરંતુ હવે અમેરિકામાં પણ પૂતળા બનાવવામાં આવી રહ્યા છે.
40 શહેરોએ ઓક્ટોબરને હિન્દુ ધરોહર મહીનો જાહેર કર્યો
અમેરિકાના લગભગ અડધા રાજ્યો અને 40 શહેરોએ ઓક્ટોબર હિંન્દુ ધરોહર મહિનો જાહેર કર્યો છે. આ વખતે નવરાત્રી, દશેરા, દુર્ગા પૂજા અને દિવાળી જેવા મહત્વના તહેવારો આ મહિનામાં આવી રહ્યા છે. અમેરિકામાં રહેતા હિન્દુઓના ત્યાંના વિકાસમાં યોગદાનને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોએ આ નિર્ણય લીધો છે.
આવનારી પેઢીને સીતા-રામ વિશે જણાવવામાં આવી રહ્યું છે.
ઈન્ડો-એશિયન ફેસ્ટિવલ ગ્રુપના ચેરપર્સન ચંચલ ગુપ્તા કહે છે, "અમેરિકામાં જન્મેલા અમારા બાળકોને ખબર નથી કે રામ અને સીતા કોણ હતા. અમે અમારી ભાવિ પેઢીને અમારી સંસ્કૃતિનો પરિચય કરાવવા માંગીએ છીએ. એટલા માટે તમારા તહેવારોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમેરિકામાં ભારતીય તહેવારોની મોટા પાયે ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય અને શહેરોની સરકારોએ તેમને ભંડોળ આપી રહી છે.
સરકાર ભંડોળ આપી રહી છે
ઘણી કંપનીઓ આ તહેવારોને સ્પોન્સર પણ કરી રહી છે. ન્યુજર્સી દશેરાને રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા નાણાકીય મદદ કરવામાં આવે છે. ન્યુયોર્ક લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, હોલીડેઈન અને આઈસીઆઈસીઆઈ બેંક પણ આર્થિક મદદ કરી રહી છે. ટેક્સાસ, ઓહિયો, ન્યુજર્સી, પેન્સિલવેનિયા શહેરો અને રાજ્યો પણ દશેરાની ઉજવણી માટે પણ આર્થિક મદદ કરી રહ્યા છે. ન્યુજર્સીમાં ઉજવવામાં આવતો દશેરા દેશનો સૌથી મોટો તહેવાર છે.
અમેરિકન ભારતીયોની સૌથી વધુ વસ્તી અહીં રહે છે. આ વખતે દશેરાનું આયોજન પપાયની પાર્કમાં બપોરે 1 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કરાશે. અહીં રામલીલાની સાથે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીની જેમ અહીં મીના બજાર લગાવવામાં આવ્યું છે.
રાવણના 6 પુતળા બનાવવામાં આવ્યા છે
ન્યુજર્સીમાં 8 ઓક્ટોબરે અને ન્યૂયોર્કમાં 9 ઓક્ટોબરે દશેરાનું આયોજન કરવામાં આવશે. અમેરિકામાં રાવણના પૂતળા બનાવનાર કલાકાર કૃષ્ણા સિંઘલ કહે છે, આ વખતે મેં રાવણના 6 પૂતળા બનાવ્યા છે. પહેલા તેઓ માત્ર એક જ બનાવતા હતા.
8 મહીના પહેલાથી રામલીલાની તૈયારીઓ કરવામાં આવે છે
રામલીલા માટે રંગમંચની સામગ્રા તો અમેરિકામાં જ તૈયાર થાય છે, પરંતુ વેશભુષા ભારતથી લાવવામાં આવે છે. રામલીલાના કોરિયોગ્રાફ કરનાર વર્ષા નાયક કહે છે કે, દર વર્ષે રામલીલાના દર્શકો વધતા જાય છે. લોકો કલાકોની મુસાફરી કરીને પણ રામલીલા જોવા માટે આવે છે. માટે તૈયારીઓ પણ તે પ્રમાણે કરવી પડે છે. અનેક સપ્તાહો સુધી રિહર્સલ ચાલે છે. કેટલીયે વખત ભારત આવવું પડે છે. માટે 8 મહીના પહેલાથી જ તૈયારીઓ શરુ થઈ જાય છે.
( Source - Divyabhaskar )