ચીનમાં ભાડૂતી માણસો મૃતકના બેસણામાં આવે છે રડવા, જાણો,અડધો કલાકનો વસૂલે છે 300 થી 400 ડોલર ચાર્જ,

ચીનમાં ભાડૂતી માણસો મૃતકના બેસણામાં આવે છે રડવા, જાણો,અડધો કલાકનો વસૂલે છે 300 થી 400 ડોલર ચાર્જ,

બેઇજિંગ,4 જુન,2022,શનિવાર 

ચીનમાં ધનાઢય અને પ્રતિષ્ઠિત માણસના કૉફિન સામે ભાડૂતી માણસોને રડાવવાની પ્રથા ચાલે છે. આ ભાડૂતી માણસો જાણે કે ખરેખર આઘાત લાગ્યો હોય એમ રડવાની આબેહૂબ એકટિંગ કરે છે. તેમને આ રીતે ધૂ્સકેને ધૂ્સકે રડતા જોઇને મૃતકના સગા પણ રડી પડે છે. સાઉથ ઇસ્ટ ચીનના ફુજિયાન પ્રાંતમાં ૩૫ વર્ષની મહિલા ચેન સોકિંયાંગ ભાડેથી રડવા માટેનું ગુ્પ ચલાવે છે.

સાત લોકોનું આ ગુ્પ અડધો કલાક રડવાના 300 થી 400 ડોલર વસૂલે છે. અહીંના પૈસાદાર ફેમિલીમાં રડવા માટે માણસો ભાડે લાવવાની પ્રથા ચાલતી હોવાથી રડીને રુપિયા કમાનારાઓને બખ્ખા થઇ ગયા છે. સામાન્ય રીતે રડનારા ગુ્પમાં એક બે પુરુષ અને બાકીની બધી મહિલાઓ હોય છે.આ ગૃપના લોકો જેવો ઓર્ડર મળે કે તરત જ શોકના કપડા અને મેક અપ કરીને પહોંચી જાય છે.

China

 

તેઓ મૃતકના કોફિનની જોડે લાઉડ સ્પીકર હાથમાં લઇને રોકકડ કરી મૂકે છે. ભાડેથી રડનારાને મૃતકના સૌથી અંગત સગા કોણ છે તેની પહેલેથી જાણકારી આપવામાં આવે છે. આથી એ મુજબ વારંવાર તેમની સામે જોઇને રડયા કરે છે.મૃતકના સ્વભાવની ખાસિયત અને ગુણોની મળેલી જાણકારીને શોકના ગીતોમાં વણી લે છે. આ એકટિંગ એટલી અસલી માલૂમ પડે છે કે શાંત ઉભેલા મૃતકના સગાઓ રડવા પ્રેરાય છે.

પ્રોફેશનલ મૉર્નિંગ સર્વિસનો બિઝનેસ જોરદાર ચાલે છે. ઘણી વાર તો એક સ્થળે થી બીજા સ્થળે જવામાં થાકી જવાય છે. કયારેક તો ઉતાવળમાં ગાડીની પાછળ  જ મેક અપ કરવો પડે છે. ઘણી વાર આર્ટિસ્ટોએ રડવા માટે ખૂબજ મહેનત કરવી પડે છે. રડવાનો કાર્યક્રમ પુરો થાય પછી દૂર પાર્ક કરેલી ગાડી પાસે મૃતકનો કોઇ સગો પેમેન્ટ આપવા આવે ત્યારે બધા આર્ટિસ્ટ ખૂશ થઇ જાય છે. આ પ્રોફેશનલ ક્રાયરના બિઝનેસમાં લાગણીશીલ ચહેરા ઉપરાંત અવાજ પણ ખૂબજ મહત્વનો છે.