વ્હાઇટ સુપ્રીમસી:ટ્રમ્પ સમર્થકો, ન્યૂઝ ચેનલ્સ ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ નફરત ફેલાવે છે, ભારતીયો પર હુમલા વધ્યા

વ્હાઇટ સુપ્રીમસી:ટ્રમ્પ સમર્થકો, ન્યૂઝ ચેનલ્સ ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ નફરત ફેલાવે છે, ભારતીયો પર હુમલા વધ્યા

 
  • વ્હાઇટ સુપ્રીમસી ભડકાવવાની પેટર્ન ફરી વધતા ચિંતા વધી
  • અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સર્મથકો અને તેમની તરફેણમાં માહોલ બનાવી રહેલી ન્યૂઝ ચેનલ્સ ભારતીયો સહિતના ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ નફરત ફેલાવે છે, જેના કારણે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ હિંસા વધી છે. ટ્રમ્પના સમર્થકો એવો માહોલ ઊભો કરી રહ્યા છે કે ઇમિગ્રન્ટ્સને કારણે શ્વેત લોકોને જોખમ છે.

    ચેનલ્સ એવો ભ્રમ ફેલાવે છે કે ભારતીય ઇમિગ્રન્ટ્સ એક દિવસ અમેરિકા અને શ્વેત લોકો પર હાવી થઇ જશે. આને ‘ગ્રેટ રિપ્લેસમેન્ટ થિયરી’ નામ અપાયું છે. ટ્રમ્પની ખુરશી ગયા બાદ આ વિચારે વધુ જોર પકડ્યું છે. સેન્ટર ફોર સ્ટડી ઑફ હેટ એન્ડ એક્સ્ટ્રિમિઝમના જણાવ્યાનુસાર 2020ની સરખામણીમાં ગત વર્ષે એશિયનો વિરુદ્ધ હેટ ક્રાઇમ 339% વધ્યા છે.

    ન્યૂયોર્કમાં 1 મહિનામાં 6 શીખો પર હુમલો થયો. 30 વર્ષથી ન્યૂયોર્કના રિચમંડ હિલ્સમાં રહેતા કુલદીપસિંહ કહે છે કે લોકોની માનસિકતા બદલાઇ રહી છે. પહેલાં ક્યારેય આટલો ડર નથી લાગ્યો. ગત 18 મેએ એક અમેરિકને ભારતીય સ્ટુડન્ટનું ગળું દબાવી દીધું હતું. ગત વર્ષે સાન ફ્રાન્સિસ્કોમાં હેટ ક્રાઇમ 567% અને ન્યૂયોર્કમાં 361% વધ્યા છે. વ્હાઇટ સુપ્રીમસી (ગોરાઓની શ્રેષ્ઠતા) વધારતી ચેનલ્સને કારણે એશિયનો પર હિંસક હુમલા વધ્યા છે.

    ભારતીયોથી આટલી નફરત કેમ?
    અમેરિકામાં અંદાજે 45 લાખ ભારતીયો છે. તેઓ ભલે અમેરિકાની વસતીના 1.4% છે પણ સૌથી પ્રભાવશાળી અને ધનિક વર્ગ છે. બાઇડેન સરકારમાં 2 ડઝનથી વધુ મૂળ ભારતીયો ઉચ્ચ હોદ્દા પર છે. આઇટી સેક્ટરમાં પણ ભારતીયોનું વર્ચસ્વ છે. રાજ્યોની 100 બેઠક પર ભારતીયોનું વર્ચસ્વ છે.

  • એશિયનો પર શંકા કરનારા વધ્યા
    સોશિયલ ટ્રેકિંગ સ્ટડી મુજબ 21% અમેરિકનો કોરોના માટે આંશિક રીતે એશિયન લોકોને જવાબદાર માને છે. પહેલાં 11% લોકો જ તેવું માનતા હતા. એવું માનતા અમેરિકનો 33% થઇ ગયા છે.