લોકસભા:જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ બહારના 34 લોકોએ પ્રોપર્ટી ખરીદી

લોકસભા:જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ બહારના 34 લોકોએ પ્રોપર્ટી ખરીદી

  • કેેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું
  • 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 રદ કરાઈ હતી
  • જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીર બહારના 34 લોકોએ ત્યાં સ્થાવર મિલકતો ખરીદી છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે લોકસભામાં જણાવ્યું કે બીજાં રાજ્યોના 34 લોકોએ જમ્મુ, રિયાસી, ઉધમપુર અને ગાંદરબલ જિલ્લામાં પ્રોપર્ટી ખરીદી છે. બસપાના સાંસદ હાજી ફઝલુર રહેમાનના સવાલના જવાબમાં તેમણે આ માહિતી આપી.

    નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ થવા સાથે બંને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત થયા બાદ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જમીન તથા પ્રોપર્ટી ખરીદવા માટેના કાયદામાં ફેરફાર કર્યો હતો. ગત વર્ષે ડિસેમ્બરમાં સરકારે સંસદમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર બહારના લોકોએ ત્યાં 7 પ્લોટ ખરીદયા છે, જે તમામ પ્લોટ જમ્મુ ડિવિઝનમાં હતા.

    મહત્વનું છે કે 5 ઓગસ્ટ 2019 પહેલાં જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370ને રદ્દ કરવામાં આવ્યો નહોતો, ત્યારે રાજ્યને વિશેષ દરજ્જો પ્રાપ્ત હતો અને ત્યાં માત્ર સ્થાનીક લોકો જમીન અને સંપત્તિ ખરીદી શકતા હતા. કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટિકલ 370ને રદ્દ કરી દીધો હતો અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દેવામાં આવ્યું હતું.

    જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત અને લદ્દાખને એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભૂમિ અને સંપત્તિઓ ખરીદવાના કાયદામાં ફેરફાર કર્યો અને ત્યારબાદ નવો ભૂમિ ખરીદ કાયદો બનાવવામાં આવ્યો હતો.

  • ( Source - Divyabhaskar )