ડૂબતી કોંગ્રેસને ખોડલધામ 'નરેશ'નો સહારો:રાજકારણમાં જોડાવવા નરેશ પટેલ 20થી 30 માર્ચ વચ્ચે કરશે નિર્ણય જાહેર, બની શકે વિપક્ષનો CM પદનો ચહેરો

ડૂબતી કોંગ્રેસને ખોડલધામ 'નરેશ'નો સહારો:રાજકારણમાં જોડાવવા નરેશ પટેલ 20થી 30 માર્ચ વચ્ચે કરશે નિર્ણય જાહેર, બની શકે વિપક્ષનો CM પદનો ચહેરો

  • હોળી પછી કંઇક નવા-જૂની થવાના સ્પષ્ટ સંકેત
  • નરેશ પટેલે લીધી દિલ્હીની ઉડતી મુલાકાત, કોંગી નેતાઓને મળ્યાની ચર્ચા
  • ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને પાટીદાર અગ્રણી નરેશ પટેલને વિવિધ પક્ષો દ્વારા પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપવમાં આવી રહયા છે. કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ નરેશ પટેલને પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપી દીધું છું. આ બધા વચ્ચે નરેશ પટેલે દિલ્હીની ઉડતી મુલાકાત લીધી હતી આ મુદ્દે નરેશ પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે,રાજકારણ અંગે સમાજ મને આદેશ કરશે, હું સમાજને પૂછીને નિર્ણય કરીશ. રાજકારણમાં જોડાવવા અંગે 20થી 30 માર્ચ વચ્ચે નિર્ણય જાહેર કરીશ.
  • મારે માટે રાજકારણમાં આવવું એટલે લોકોના કામ કરવા
    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવાની કાર્યવાહી વેગીલી બની છે. જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સથી કેસની વિગત માંગી છે. રહી વાત કોંગ્રેસની તો ઇન્દિરા ગાંધીએ કહ્યું છે કે ક્યારેય સબળ વિપક્ષ વગર સરકાર ચાલી ન શકે. સી.આર.પાટીલનું એવું માનવું છે કે તેઓ કોંગ્રેસ મુક્ત ગુજરાતની રચના કરશે, હવે એ તેમનો વ્યક્તિગત નિર્ણય છે હું તો તેમાં શું કહું, પણ હું કોંગ્રેસી છું. કોના મનમાં કોંગ્રેસ નથી. આજથી 25 વર્ષ પહેલા કોણ કોંગ્રસની વિચારધારા નહોતું ધરાવતું. મારે માટે રાજકારણમાં આવવું એટલે લોકોના કામ કરવા લોકોની સેવા કરવી.
  • Hardik Patel & Naresh Patel
  • પાટીદાર અનામત આંદોલનના કેસ ખેંચવાની કાર્યવાહી વેગીલી બની
    ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 મહિનાથી પાસ અને પાટીદાર ધાર્મિક સંસ્થા ખોડલધામ અને ઉમિયાધામની સરકાર પાસે પાટીદાર અનામત આંદોલનના કેસ પાછા ખેંચવાની માંગ કરી હતી. વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં પાટીદાર અનામત આંદોલન પરત ખેંચાશે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે. અને તેના પર રાજકીય અને સામાજિક આગેવાનો મીટ માંડીને બેઠા છે.
  • પટેલ સમાજ અને શ્રત્રિય સમાજ એક થયા
    આ સાથે આજે નરેશ પટેલના નિવાસસ્થાને અખિલ ગુજરાત રાજપૂત ફેડરેશનના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારે સૂચક મુલાકાત કરી હતી, હાલ બન્નેનો ફોટો મીડિયામાં વાયરલ થયો છે. નરેશ પટેલ સાથે દિગ્વિજયસિંહે એક કલાક બેઠક કરી હતી. જેના પરથી એવી ચર્ચા ઉઠી છે કે પટેલ સમાજ અને શ્રત્રિય સમાજની રાજકીય ધરી એક થવા જઈ રહી છે?

    કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે
    પ્રાપ્ત માહિતી અનુસાર નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાનુ રાજકારણ તેજ બન્યુ છે. કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને પક્ષમાં લાવવા માંગ કરી રહ્યાં છે. આ દરમિયાન નરેશ પટેલ દિલ્હીમાં સામાજિક પ્રસંગ માટે ગયા હોવાનું જાણવા મળ્યું છે. જયાં તેઓ રાજકીય મુલાકાત કરી હતી. બીજી તરફ એવી પણ શકયતા સેવાઈ રહી છે કે, હોળી પછી નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ નરેશ પટેલને મોટું પદ પણ આપી શકે છે.

  • મનહર પટેલે એક ટ્વીટ કરીને માંગ કરી છે
    કોંગ્રેસના જ નેતા મનહર પટેલે એક ટ્વીટ કરીને માંગ કરી છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં કયારે જોડાવાના છે તેની તારીખ હાઈકમાન્ડ જાહેર કરે. તો સાથે જ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ આગાવ કહ્યું કે, નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની કવાયત ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર મત અંકે કરવા કોંગ્રેસ નરેશ પટેલને મેદાનમાં ઉતારી શકે છે. નરેશ પટેલ મૂળ કોંગ્રેસી વિચાર ધારા ધરાવે છે. તેમના દીકરાએ અગાઉ પણ કોંગ્રેસના MLA માટે જાહેરમાં પ્રચાર કર્યો હતો.
  • 2017માં પુત્રએ કોંગ્રેસના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો હતો
    વિધાનસભા 2017ની ચૂંટણીમાં પણ નરેશ પટેલે કોઈને ટેકો નહીં કરવો અને સંસ્થાને રાજકીય રંગમાં નહીં રંગવા દઉંની જાહેરાતો કરી હતી, તો બીજી તરફ તેના પુત્રએ કોંગ્રેસના ઉમેદવારોને ખુલ્લા મંચ પર પરથી ટેકો જાહેર કર્યો હોવા છતાં તમામ ઉમેદવારો હારી ગયા હતા. એ વખતે પણ વ્યક્તિગત સંબંધો છે એવું જણાવી રાજકારણ કર્યું જ હતું.
  • Hardik Patel & Naresh Patel
  • લોકસભા 2019: હાર્દિકને પારણાં કરાવ્યાં, કોંગ્રેસના નેતા સાથે બેઠક
    લોકસભા ચૂંટણી 2019 પહેલાં 2018ના ઓગસ્ટમાં ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલને પારણાં કરાવવા માટે અમદાવાદ આવ્યા હતા. ત્યાર બાદ 2019ની લોકસભા ચૂંટણી જાહેર થતાં જ તેમની ચૂંટણી લડવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે બાદમાં નરેશ પટેલના પુત્ર શિવરાજને કોંગ્રેસમાં ચૂંટણી લડાવવાની તૈયારીઓ થઈ હતી તેમજ પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સાથે બેઠકો પણ યોજી હતી, જોકે બાદમાં શિવરાજ પટેલ ચૂંટણી મેદાનમાં ઊતર્યા નહોતા.

  • નરેશ પટેલની રાજકીય વિચારધારા કોંગ્રેસ તરફ ઝૂકેલી છે
    નરેશ પટેલ દરેકને સાચવી લેવાની કળામાં એટલા માહેર છે કે ખોડલધામની મુલાકાતે આવતા દરેક મોટા નેતાને તેમના દરજ્જા મુજબનાં માન-સન્માન આપે. બંધબારણે બેઠક પણ કરે. નેતા જાહેરમાં કંઈપણ બોલે, પરંતુ નરેશભાઈ મોંમાં મગ ભરી રાખે. છેવટે પરિણામ આવે ત્યારે જીતેલા પક્ષને કે નેતાને અંગત ધોરણે કહી દે કે અમે તમારું સમર્થન કર્યું હતું. આમ, તેઓ હંમશાં દૂધ-દહીં બંનેમાં પગ રાખીને સૌનો રાજીપો જીતી રાખે છે. અલબત્ત, તેમની આ કૂટનીતિ છેવટે પાટીદાર સમાજના હિતમાં છે કે કેમ? સમાજના હિતની વાતો કરતા નરેશ પટેલને જો રાજકીય મહત્ત્વાકાંક્ષા છે તો ખૂલીને કેમ વ્યક્ત નથી કરતા એ અંગે પાટીદારોમાં પણ કચવાટ છે જ.
  • ગોત્ર કોંગ્રેસી, પણ ભાજપનેય સાચવી લેવાની કળા
    નરેશ પટેલની રાજકીય વિચારધારા કોંગ્રેસ તરફ ઝૂકેલી છે એ જગજાહેર છે, પરંતુ સમય મુજબ ભાજપના ટોચના નેતાઓનેય સાચવી લેવાની તેમની કળા એવી કારગત છે કે છેવટે નરેશ પટેલ કઈ બાજુ છે એ કોઈને ખબર પડતી નથી.અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે પણ હાર્દિક પટેલ સાથે બંધબારણે મુલાકાત થઈ હતી અને એ વખતે પણ હાર્દિકે નરેશ પટેલનો ટેકો હોવાનું જાહેર કર્યું હતું. નરેશ પટેલે બંધબારણે જે કંઈ કહ્યું હોય, પણ જાહેરમાં કશું જ ન કહીને હાર્દિકના દાવાની હવા કાઢી નાખી હતી. એ પછી તરત નરેશ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની સાથે બેઠક કરતા જોવા મળ્યા હતા.
  • કાયમી પદ્ધતિઃ જાહેરમાં કશું નહિ બોલવાનું, ખાનગીમાં જશ લેવાનો
    નરેશ પટેલ દરેકને સાચવી લેવાની કળામાં એટલા માહેર છે કે ખોડલધામની મુલાકાતે આવતા દરેક મોટા નેતાને તેમના દરજ્જા મુજબનાં માન-સન્માન આપે. બંધબારણે બેઠક પણ કરે. નેતા જાહેરમાં કંઈપણ બોલે, પરંતુ નરેશભાઈ મોંમાં મગ ભરી રાખે. છેવટે પરિણામ આવે ત્યારે જીતેલા પક્ષને કે નેતાને અંગત ધોરણે કહી દે કે અમે તમારું સમર્થન કર્યું હતું.
  • આમ, તેઓ હંમશાં દૂધ-દહીં બંનેમાં પગ રાખીને સૌનો રાજીપો જીતી રાખે છે. અલબત્ત, તેમની આ કૂટનીતિ છેવટે પાટીદાર સમાજના હિતમાં છે કે કેમ? સમાજના હિતની વાતો કરતા નરેશ પટેલને જો રાજકીય મહત્ત્વાકાંક્ષા છે તો ખૂલીને કેમ વ્યક્ત નથી કરતા એ અંગે પાટીદારોમાં પણ કચવાટ છે જ.
  •