ભાડુઆતની તરફેણમાં મોટો ચૂકાદો:સુપ્રીમ કોર્ટે કહ્યું- ભાડુ ન ચુકવવી શકવું તે ગુનો નથી, આ માટે IPC હેઠળ કેસ નોંધી શકાય નહીં

ભાડુઆતની તરફેણમાં મોટો ચૂકાદો:સુપ્રીમ કોર્ટે કહ્યું- ભાડુ ન ચુકવવી શકવું તે ગુનો નથી, આ માટે IPC હેઠળ કેસ નોંધી શકાય નહીં

જો તમે ભાડાના મકાનમાં રહો છો અથવા તમે તમારું મકાન કોઈને ભાડેથી આપેલું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો ભાડુઆત કોઈ મજબૂરીની સ્થિતિમાં ભાડુ ચુકવી શકતો નથી તો તેને ગુનો માનવી શકાય નહીં. આ માટે IPCમાં સજાની કોઈ જોગવાઈ નથી. માટે ભાડુઆત સામે IPC હેઠળ કેસ નોંધી શકાય તેમ નથી. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી એક મકાન માલિક તરફથી ભાડુઆતની સામે કરવામાં આવેલા કેસની સુનાવણી કરતા આ ટકોર કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાડુઆતને ગુનેગાર માની તેમની સામે કેસ ચલાવી શકાય નહીં. આ સાથે જ કોર્ટે કેસને રદ્દ કરી દીધો. આ કેસ નીતુ સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યના અરજદાર સાથે સંકળાયેલ છે. જેમાં ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદીની બનેલી ખંડપીઠે સુનાવણી કરી હતી.

ભાડુ નહીં ચુકવી શકતા કાયદાકીય કાર્યવાહીનો વિકલ્પ
ખંડપીઠે કહ્યું અમારું માનવું છે કે તે કોઈ ગુનો નથી, પછી ભલે ફરિયાદમાં આપવામાં આપવામાં આવેલ ફેક્ટ્સ ખરા હોય. ભાડુ નહીં ચુકવી શકવા અંગે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. જોકે IPCના હેઠળ કેસ નોંધાવે. આ કેસને કલમ 415 (છેતરપિંડી) અને કલમ 403 (સંપત્તિનો બેઈમાનીથી દુરુપયોગ) સાબિત કરનારી જરૂરી માહિતી ગુમ છે. કોર્ટે કેસ સંબંધિત FIR રદ્દ કરી છે. આ અગાઉ આ કેસ અલાહાબાદ હાઈકોર્ટ પાસે હતો, જોકે કોર્ટે અરજકર્તા સામે FIR રદ્દ કરવાનો ઈનકાર કર્યો હતો.

કોર્ટે ભાડુ વસૂલ કરવાના માર્ગ પણ ખોલ્યા
​​​​​​​
ભાડુઆતો ઉપર ઘણી મોટી રકમ વસુલવાની બાકી છે, જેને લીધે ફરિયાદકર્તાએ કોર્ટ સામે પોતાની સમસ્યા રજૂ કરી. દલીલ સાંભળ્યા બાદ ખંડપીઠે કહ્યું કે ભાડુઆતે સંપત્તિ ખાલી કરી લીધી છે. તો આ કેસને સિવિલ રેમેડીઝ હેઠળ ઉકેલી શકાય છે. આ માટે કોર્ટ મંજૂરી આપે છે.