UPમાં રેકોર્ડતોડ યોગી:71 વર્ષમાં પહેલી વખત કોઈ ફુલ ટર્મ CM સતત બીજી વખત મુખ્યમંત્રી બનશે, જાણો યોગીના 7 રેકોર્ડ

UPમાં રેકોર્ડતોડ યોગી:71 વર્ષમાં પહેલી વખત કોઈ ફુલ ટર્મ CM સતત બીજી વખત મુખ્યમંત્રી બનશે, જાણો યોગીના 7 રેકોર્ડ

યોગી આદિત્યનાથના હાથ ફરી ઉત્તરપ્રદેશની કમાન આવી છે. બાબા બીજી વખત CM પદના શપથ લેતાં જ ઉત્તરપ્રદેશ વિધાનસભા સાથે જોડાયેલાં અનેક રેકોર્ડ તૂટી જશે. પહેલો અને સૌથી મહત્વનો રેકોર્ડ યોગીના નામે હશે જે છે સતત બીજી વખત CM બનવાનો. આ પહેલા UPમાં ચંદ્રભાનુ ગુપ્તા અને એનડી તિવારી સતત બે વખત CM બન્યા હતા, પરંતુ તેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા.

20 મે 1950નાં રોજ ઉત્તરપ્રદેશ વિધાનસભાનું ગઠન થયું હતું. 71 વર્ષમાં પ્રદેશને 21 મુખ્યમંત્રી મળ્યા. અત્યાર સુધીમાં આવું કોઈ વિધાનસભા ચૂંટણીમાં જોવા નથી મળ્યું. એટલે કે યોગી ભારતીય જનતા પાર્ટી માટે લકી સાબિત થયા છે.

યોગીના નામે આ 7 રેકોર્ડ
1. UP વિધાનસબાના ઈતિહાસમાં સતત બીજી વખત CM બનનાર પહેલા ઉમેદવાર.
2. 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર BJPના પહેલા મુખ્યમંત્રી.
3. BJP શાસનમાં પહેલી વખત એવું થયું જ્યારે 5 વર્ષ સુધી એક જ વ્યક્તિ CM રહ્યાં.
4. 2007માં મુલાયમ સિંહ બાદ CM ચૂંટણી લડનારા પહેલા ઉમેદવાર.*
5. 34 વર્ષથી ચાલી રહેલી નોયડા ફેક્ટરને તોડીને જીત મેળવાનાર મુખ્યમંત્રી
6. યોગી સતત બીજી વખત જીત મેળવનાર પાંચમા CM છે. આ પહેલા 1957માં સંપૂર્ણાનંદ, 1962માં ચંદ્રભાનુ ગુપ્તા, 1974માં હેમવતી નંદન બહુગુણા અને 1985માં એનડી તિવારી પણ આવું કરી ચુક્યા છે.
7. યોગી આદિત્યનાથ 15 વર્ષમાં પહેલા મુખ્યમંત્રી હશે જે ધારાસભ્ય તરીકે શપથ લેશે. તેમની પહેલા 2007માં માયાવતી અને 2012માં અખિલેશ યાદવે વિધાન પરિષદના સભ્ય હતા અને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

નોટ- તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમ સિંહે 2007માં 15મી વિધાનસભા માટે ગુન્નૌર સીટ પરથી ચૂંટણી લડી હતી, પરંતુ બસપાની સરકાર બની તે પહેલા તેઓ બીજી વખત CM બની શક્યા ન હતા.

યોગીની વિજય ભૂમિ- ગોરખપુર સીટ
ગોરખપુર સદર સીટ ભાજપનો ગઢ ગણાય છે. છેલ્લા 33 વર્ષથી અહીં ભાજપના ઉમેદવાર જ ચૂંટણી જીતે છે. ગોરખપુર સદર સીટ પર હાલ 4 લાખ 53 હજાર 662 વોટર્સ છે. અહીં યોગીના પ્રતિદ્વંદ્વિઓમાં સુભાવતી શુક્લા (સપા), ખ્વાજા શમસુદ્દીન (બસપા) અને ચંદ્રશેખર આઝાદ (ભીમ આર્મી) હતા. 1989માં આ સીટ ભાજપના શિવપ્રતાપ શુક્લાએ જીતી હતી. ત્યારથી આ સીટ પર ભાજપના કબજામાં જ છે.

UPમાં ભારતીય જનતા પાર્ટીનો ઈતિહાસ
ઉત્તરપ્રદેશમાં BJPએ 1997થી 2002 સુધી પહેલી વખત પાંચ વર્ષ સુધી શાસન કર્યું, પરંતુ આ 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી પણ બદલ્યાં. 21 સપ્ટેમ્બર 1997નાં રોજ જ્યારે ભાજપની સરકાર બની તો કલ્યાણ સિંહ મુખ્યમંત્રી બન્યા. બે વર્ષ પછી CMનો ચહેરો બદલાયો અને રામપ્રકાશ ગુપ્તાને ખુરસી આપવામાં આવી. આ બદલાવ માત્ર 351 દિવસ રહ્યો જે બાદ રામપ્રકાશ ગુપ્તાને હટાવીને રાજનાથ સિંહને CM બનાવવામાં આવ્યા.

પાર્ટી સતત સત્તામાં આવી તો CM બદલાય ગયા
ઉત્તરપ્રદેશની રાજનીતિની સૌથી રસપ્રદ વાત એ રહી કે જો કોઈ પાર્ટીએ રાજ્યની સત્તામાં વાપસી કરી તો તેઓએ ગત CMને મુખ્યમંત્રીની ખુરસી ન આપી. 1950થી એપ્રિલ 1967 સુધી કોંગ્રેસની સરકાર જ રહી.

ખુરસીની વાત ગોવિંદ વલ્લભ પંત 26 જાન્યુઆરી 1950નાં રોજ મુખ્યમંત્રીથી બન્યા ત્યારથી શરૂ થઈને 7 ડિસેમ્બર 1960નાં રોજ ચંદ્રભાનુ ગુપ્તા CM બન્યા ત્યાં સુધી રહી. આ વચ્ચે પાર્ટીને ત્રણ CM બદલી નાખ્યા જેમાં સંપૂર્ણાનંદ અને સુચેતા કૃપલાનીનું નામ પણ સામેલ છે. એટલે કે કોંગ્રેસની સરકાર તો પૂરાં 5 વર્ષ રહી પરંતુ મુખ્યમંત્રી બદલાતા રહ્યાં.

જે બાદ ચંદ્રભાનુ ગુપ્તાએ 26 ફેબ્રુઆરી 1969નાં રોજ ફરીથી મુખ્યમંત્રી બન્યા. 1973થી 1974 સુધી કોંગ્રેસે સરકાર બનાવી. જૂન 1980માં કોંગ્રેસ ફરી વખત સત્તામાં આવી અને ડિસેમ્બર 1989 સુધી સત્તા પર રહી. આ 9 વર્ષમાં કોંગ્રેસે 4 મુખ્યમંત્રી બદલ્યા. જેમાં વિશ્વનાથ પ્રતાપસિંહ, શ્રીપતિ મિશ્રા, એનડી તિવારી અને વીર બહાદુર સિંહનું નામ સામેલ છે.

એક કહાની પૂરાં કાર્યકાળની
3 જૂન 1995નાં રોજ માયાવતી પહેલી વખત ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી બન્યાં. માયાવતીની સરકાર 18 ઓક્ટોબર 1995 સુધી ચાલી અને 137 વર્ષ પછી તેમની સરકાર પડી ગઈ. પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું. માર્ચ 1997માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ માયાવતી ફરી વખત મુખ્યમંત્રી બન્યાં, પરંતુ આ વખતે પણ તેમની સરકાર 184 દિવસ સુધી જ ટકી શકી. માયાવતી બીજી વખત CM જરૂર બન્યાં પરંતુ વચ્ચે 1 વર્ષથી વધુ સમય રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન રહ્યું અને માયાવતી પોતાનો કાર્યકાળ પૂરો ન કરી શક્યાં. જે બાદ કાર્યકાળ પૂરો કરવાની તક તેમને 2007માં મળી.

 

2012ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બની અને અખિલેશ યાદવ મુખ્યમંત્રી બન્યા. અખિલેશે પણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો.