યુક્રેનને વિવિધ દેશોનો સહકાર:યુક્રેનનો મોરચો મજબૂત કરવામાં લાગ્યું US-યુરોપ, હથિયાર-પૈસા અને ડિપ્લોમસીથી સહાય કરશે

યુક્રેનને વિવિધ દેશોનો સહકાર:યુક્રેનનો મોરચો મજબૂત કરવામાં લાગ્યું US-યુરોપ, હથિયાર-પૈસા અને ડિપ્લોમસીથી સહાય કરશે

રશિયા અને યુક્રેનના યુદ્ધનો રવિવારે આજે ચોથો દિવસ છે. રશિયા યુક્રેનની રાજધાની કીવ પર જોરદાર હુમલા કરી રહ્યું છે. કીવમાં જ્યાં સુધી લોકોની નજર પહોંચે છે, ત્યાં સુધી ધુમાડો જ દેખાઈ રહ્યો છે. રશિયાએ કરેલા હુમલામાં અત્યાર સુધીમાં ઘણા લોકોના મૃત્યુ થયા છે. હજાર લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ દરમિયાન અમેરિકા અને બ્રિટન સહિતના 28 દેશો એ બાબત પર સહમત થઈ ગયા છે કે યુક્રેનને હજી વધુ આધુનિક હથિયારો મોકલવામાં આવે.

અમેરિકા અને બ્રિટન સહિતના 28 દેશોએ આપ્યો સહકાર
એમ કહેવાઈ રહ્યું છે કે રશિયા ઝડપથી કીવ તરફ આગળ વધી રહ્યું છે અને ઝડપથી તેની પર કબજો કરશે. જોકે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીનું કહેવું છે કે કીવ હાલ યુક્રેનના નિયંત્રણમાં છે. મુશ્કેલીના આ સમયમાં ઘણા દેશો યુક્રેનની સાથે આવ્યા છે. રશિયાની વિરુદ્ધ યુદ્ધ લડવા માટે વિશ્વના ઘણા દેશો યુક્રેનને આર્થિક મદદ અને હથિયાર મોકલી રહ્યાં છે. અમેરિકા અને બ્રિટન સહિતના 28 દેશો એ બાબત પર સહમત થઈ ગયા છે કે યુક્રેનને હજી વધુ આધુનિક હથિયારો મોકલવામાં આવે. આ સિવાય મેડિકલ સપ્લાઈ અને અન્ય મિલિટ્રી સંશાધન આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે.

તો ચાલો જાણીએ યુક્રેનને કોણે શું મદદ કરી?
અમેરિકા- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકાના વિદેશ વિભાગને એક આદેશ ઈસ્યુ કર્યો છે. તેમાં તેમણે નિર્દેશ આપ્યો છે કે યુક્રેનને સૈન્ય સહાયતા માટે 350 મિલિયર ડોલરની મદદ આપવામાં આવે. સાથે જ અમેરિકા તરફથી યુક્રેનને વધારાની સૈન્ય સહાયતમાં બખ્તર-રોધી ઉપકરણ, નાના હથિયાર અને વિવિધ પ્રકારનો દારૂગોળો અને અન્ય ચીજો પણ આપવામાં આવી છે.

જર્મન- જર્મની યુક્રેનને 1000 એન્ટી ટેન્ક વેપન્સ અને 500 સ્ટિંગર મિસાઈલ્સ મોકલશે. જર્મનીના ચાન્સેલરે કહ્યું રશિયાનો હુમલો એ એક મહત્વપૂર્ણ મોડ છે. અમે યુક્રેનને બચાવવા માટે અમારી તરફથી સંપૂર્ણ કોશિશ કરીશું. આ કારણે અમે યુક્રેનને 1000 એન્ટી ટેન્ક વેપન્સ અને 500 સ્ટિંગર મિસાઈલ્સનો જથ્થો મોકલી રહ્યાં છે.

બેલ્જિયમ- બેલ્જિયમ પણ યુક્રેનની મદદ માટે આગળ આવ્યું છે. બેલ્જિયમ રોમાનિયામાં 300 સૈનિક તહેનાત કરી રહ્યું છે અને યુક્રેનને મશીનગન મોકલી રહ્યું છે.

ચેક રિપબ્લિક- ચેક રિપબ્લિકે યુક્રેનને 85 લાખ ડોલરના હથિયાર અને દારૂગોળો મોકલવાની વાત કહી છે. ચેક રિપબ્લિકના રક્ષા મંત્રાલયે કહ્યું કે યુક્રેનને મોકલવામાં આવનાર સૈન્ય સામાનમાં મશીનગન, અસોલ્ટ રાઈફલ અને અન્ય હલ્કા હથિયાર સામેલ છે. ચેક રક્ષા મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે આગળ પણ યુક્રેનની મદદ કરતુ રહેશે.

સ્વીડન- સ્વીડન યુક્રેનને સૈન્ય, ટેક્નિક અને માનવીય સહાયતા આપી રહ્યું છે.

ફ્રાન્સ- ફ્રાન્સે યુક્રેનને 300 મિલિયન યુરો અને સૈન્ય ઉપકરણ આપવાની વાત કહી છે.

બ્રિટન- લોજિસ્ટિક્સ ઓપરેશનમાં મદદની વાત કરી છે.

નેધરલેન્ડ- 200 એન્ટી એરક્રાફટ મિસાઈલ યુક્રેન મોકલવામાં આવશે. નેધરલેન્ડે આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે યુક્રેનને 200 હવાઈ રક્ષા રોકેટ ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે. આ પહેલા રાઈફલ, રડાર સિસ્ટમ, માઈન ડિટેક્શન રોબોટ સહિત અન્ય ઘણા ઉપકરણ યુક્રેનની મદદ માટે મોકલવામાં આવ્યા છે.

પોલેન્ડ- રશિયાની સામેના યુદ્ધમાં હથિયાર આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.

28 દેશોએ યુક્રેનને મદદ કરવાનો વાયદો કર્યો
યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે અમેરિકા-બ્રિટન સહિત 28 દેશોએ હથિયાર આપવાનો વાયદો કર્યો છે. તેમણે કહ્યું કે આ દેશ અમને રશિયાનો સામનો કરવા માટે હથિયાર અને બીજા અન્ય ઉપકરણ આપશે.