રખડતાં ઢોર પણ ચૂંટણી મુદ્દો બન્યાં:નેતાઓ નક્કી કરી લે કે ઢોર જરૂરી છે કે લોકોઃ પીડિત

રખડતાં ઢોર પણ ચૂંટણી મુદ્દો બન્યાં:નેતાઓ નક્કી કરી લે કે ઢોર જરૂરી છે કે લોકોઃ પીડિત

ઉત્તર પ્રદેશના પીલીભીત, લખીમપુર, સીતાપુરથી લઈ લખનઉ-ઉન્નાવ સુધી રખડતાં ઢોર ભાજપની વોટબેંકને ચારાની જેમ આરોગતા જોવા મળી રહ્યા છે. ચૂંટણી નિષ્ણાંતોના મતે ચોથા તબક્કાની 60 બેઠકોમાંથી ઓછામાં ઓછી 50 બેઠક પર રખડતા ઢોર ખાસ તો લોકો પર હુમલો કરતા આખલાઓ ચૂંટણી મુદ્દો બન્યા છે. સપાએ આખલાના હુમલાને કારણે જીવ ગુમાવનારના પરિવારને 5-5 લાખની સહાયની જાહેરાત કરી છે. ખીરી ક્ષેત્રના જમુનિયા ગામના ગૌતમના ઘર અંગે તમામ લોકો જાણે છે, કારણ કે તેની પર આખલાએ અમુક સમય પહેલા હુમલો કર્યો હતો અને તેનું મોત થયું હતું. તેના પુત્ર રાજકુમારે કહ્યું,‘ખેતરમાં અચાનક આખલાઓનું ટોળું ધસી આવ્યું, પિતા ભાગવા ગયા તો એક આખલાએ છાતી પર હુમલો કર્યો અને તેમનું ત્યાં જ મોત થયું.’

આખલાઓને નેતાઓના નામ અપાયાં, રેલીઓમાં પણ તેમનો ત્રાસ
પીલીભીતના મગધપુરમાં જસવંત સિંહના 32 વર્ષીય દીકરા ગુરબાજ સિંહનું આખલાના હુમલાથી મોત થયું. આવી જ રીતે હરિઓમ કશ્યપનું પણ મોત થયું હતું. તેમના ભાઈ શિવમે જણાવ્યું કે, તેમના બિલાસપુર રોડ પર ખેતર છે. ભાઈ ઘઉંનો પાક બચાવવા ત્યાં રહેતો. આ સમયે 3 આખલા ખેતરમાં ધસી આવ્યા અને તેઓ પાકની સાથે ભાઈ પર પણ તુટી પડ્યા હતા. તેનું હોસ્પિટલમાં મોત થયું. 17 ફેબ્રુઆરી 2022ના સમાજવાદી પાર્ટીની સભામાં પણ આખલા ધસી આવ્યા હતા. અખિલેશ યાદવ ભાષણ આપી રહ્યા હતા ત્યારે નાસભાગની સ્થિતિ
ઉભી થઈ હતી.

આખલાઓને નેતાઓના નામ અપાયાં, રેલીઓમાં પણ તેમનો ત્રાસ
પીલીભીતના મગધપુરમાં જસવંત સિંહના 32 વર્ષીય દીકરા ગુરબાજ સિંહનું આખલાના હુમલાથી મોત થયું. આવી જ રીતે હરિઓમ કશ્યપનું પણ મોત થયું હતું. તેમના ભાઈ શિવમે જણાવ્યું કે, તેમના બિલાસપુર રોડ પર ખેતર છે. ભાઈ ઘઉંનો પાક બચાવવા ત્યાં રહેતો. આ સમયે 3 આખલા ખેતરમાં ધસી આવ્યા અને તેઓ પાકની સાથે ભાઈ પર પણ તુટી પડ્યા હતા. તેનું હોસ્પિટલમાં મોત થયું. 17 ફેબ્રુઆરી 2022ના સમાજવાદી પાર્ટીની સભામાં પણ આખલા ધસી આવ્યા હતા. અખિલેશ યાદવ ભાષણ આપી રહ્યા હતા ત્યારે નાસભાગની સ્થિતિ ઉભી થઈ હતી.