દેશની તાકાતનો પરિચય આપ્યો:મુકેશ અંબાણીએ કહ્યું- ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમિ બનશે, જાપાનને GDPના મામલામાં પાછળ પાડશે

દેશની તાકાતનો પરિચય આપ્યો:મુકેશ અંબાણીએ કહ્યું- ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમિ બનશે, જાપાનને GDPના મામલામાં પાછળ પાડશે

ભારત ગ્રીન એનર્જીના ટ્રાન્ઝિશનની આગેવાની કરશે

ભારત સહિત એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ બુધવારે દાવો કર્યો કે ભારત ઝડપથી જાપાનને પાછળ છોડી દેશે. તેમણે આ અંગે ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે વર્ષ 2030 સુધીમાં ભારત જાપાનને જીડીપીના મામલામાં પાછળ પાડી દેશે. તેની સાથે જ ભારત એશિયાની બીજી અને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બને જશે.

ગ્લોબલ ઈકોનોમિનું સેન્ટર એશિયા શિફ્ટ થઈ ગયું છે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન પુના ઈન્ટરનેશનલ સેન્ટરના કાર્યક્રમ એશિયા ઈકોનોમિક ડાયલોગ 2022માં ચર્ચામાં ભાગ લેવા આવ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આગામી સમયમાં ભારત અને એશિયાની શું સ્થિતિ થશે. તેનો જવાબ આપતા મુકેશ અંબાણીએ કહ્યું કે એશિયાએ છેલ્લી બે સદી દરમિયાન ખરાબ સમય જોયો છે. હવે એશિયાનો સમય આવી ચુક્યો છે અને 21મી સદી એશિયાની હશે. ગ્લોબલ ઈકોનોમિનું સેન્ટર એશિયા શિફ્ટ થઈ ચુક્યું છે. એશિયાની જીડીપી બાકીની દુનિયાથી વધુ થઈ ચુકી છે.

ભારતની ગ્રોથ સ્ટોરી ગ્રીન એનર્જીથી લખવામાં આવશે
ઈન્ડિયન ઈકોનોમિ વિશે મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતની જીડીપી 2030 સુધીમાં જાપાન કરતા પણ મોટી થઈ જશે. તેની સાથે જ ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ચીનની ગ્રોથ સ્ટોરી જેટલી શાનદાર છે, ભારતની સ્ટોરી તેનાથી ઓછી શાનદાર નહિ હોય. તેના માટે તેમણે 3 ટાર્ગેટ પણ સેટ કર્યા છે. અંબાણીએ કહ્યું કે ભારતે ત્રણ ચીજો પર કામ કરવાની જરૂરિયાત છે. સૌથી પહેલા ભારતે 10 ટકાથી વધુના ગ્રોથ રેટ માટે એનર્જી આઉટપુટને વધારવું પડશે. તેમણે બીજા મુદ્દા અંગે વાત કરતા કહ્યું કે ભારતે એનર્જી બાસ્કેટમાં ક્લીન એન્ડ ગ્રીન એનર્જીનો શેર વધારવો પડશે. ત્રીજુ અને અંતિમ કામ આત્મનિર્ભર બનવું પડશે. તેમણે ભરોસો વ્યક્ત કર્યો કે આગામી 10-15 વર્ષમાં ભારતની કોલસા પરની નિર્ભરતા સમાપ્ત થઈ જશે.

અર્થ ફ્રેન્ડલી ઈન્ડસ્ટ્રિયલ રિવોલ્યૂશનની જરૂરિયાત
ગ્રીન એનર્જી આગામી ઈન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન માટે જરૂરી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે તેની પર ફોકસ કરવો એ મહત્વનું છે. મુકેશ અંબાણીએ આ દરમિયાન અર્થ ફ્રેન્ડલી ઈન્ડસ્ટ્રિયલ રેવોલ્યુશન ટર્મનો પણ ઉપયોગ કર્યો હતો. આ અંગે વિગતે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે યુનિવર્સમાં કોઈ પ્લેનેટ બી નથી. માત્ર પ્લેનેટ અર્થ જ છે, જ્યાં જીવન છે. અત્યાર સુધીના ત્રણે ઈન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશને પૃથ્વીને નુકસાન પહોંચાડ્યું છે. આ કારણે જરૂરી છે કે હવે આપણે અર્થ ફ્રેન્ડલી રિવોલ્યુશન તરફ વધીએ. ક્લાઈમેટ ચેન્જે ધરતીના તમામ જીવોને નુકસાન પહોંચાડ્યું છે અને તેનું સંરક્ષણ આપણી જવાબદારી છે.

ભારત ગ્રીન એનર્જીમાં ગ્લોબલ લીડર બનશે
રિલાયન્સના ચેરમેને કહ્યું કે અત્યાર સુધી ઈન્ડસ્ટ્રી અને ઈકોનોમી ફોશિલ ફ્યઅલ પર કેન્દ્રીત રહી છે. પહેલા જ્યારે કોલસા આધારિત રિવોલ્યુશન થયું તો યુરોપને ફાયદો થયો. પછી જ્યારે ઈકોનોમિ ક્રૂડ ઓઈલ પર ફોકસ થઈ તો અમેરિકા અને પશ્ચિમ એશિયાને ફાયદો થયો. હવે ગ્રીન એન્ડ ક્લીન એનર્જીનો સમય છે અને ભારતે તેમાં લીડર બનવાનું છે. ગ્રીન એનર્જી તરફનું ટ્રાન્ઝિશન જ અર્થ ફ્રેન્ડલી ઈન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન લાવશે. તેમણે ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે નવી પેઢી ઉદ્યમી ભારતને આગળ 20 વર્ષમાં ગ્રીન એનર્જીનું લીડર બનાવી દેશે. ભારત ગ્રીન એનર્જી તરફના ટ્રાન્ઝિશનની આગેવાની કરશે અને થોડા દાયકામાં સોલર અને હાઈડ્રોજન એનર્જીમાં ગ્લોબલ લીડર બની જશે. હાલ ભારત આઈટીમાં લીડર છે, આવનારા સમયમાં તેની સાથે જ ગ્રીન એનર્જી અને લાઈફસાયન્સમાં પણ ભારતનો દબદબો હશે.