કેનેડામાં એડમિશન લેતાં પહેલાં તપાસ કરો:ભારતીય હાઈકમિશનની સલાહ- તપાસ કર્યા વિના ફી ન ભરો; બંધ થયેલી ત્રણ કોલેજને માન્યતા હતી? કેનેડા સરકાર તપાસ કરાવે

કેનેડામાં એડમિશન લેતાં પહેલાં તપાસ કરો:ભારતીય હાઈકમિશનની સલાહ- તપાસ કર્યા વિના ફી ન ભરો; બંધ થયેલી ત્રણ કોલેજને માન્યતા હતી? કેનેડા સરકાર તપાસ કરાવે

 
  • કોઈ વિદ્યાર્થીએ 24 હજાર ડોલર તો કોઈએ 14 હજાર ડોલરની ફી પણ ભરી છે
  • કેનેડામાં કોરોના વેક્સિનના વિરોધમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી સર્જાઈ છે. દેશમાં સતત વિરોધ વચ્ચે ક્યુબેકમાં ત્રણ કોલેજો બંધ થઈ ગઈ છે. જે બાદ ત્યાં ભણતા લગભગ 2 હજાર ભારતીય વિદ્યાર્થીઓ સામે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ વિદ્યાર્થીઓએ ભારતીય હાઈકમિશનનો સંપર્ક કર્યો છે અને તેમની મદદ માંગી છે. વિદ્યાર્થીઓની માંગ પર ભારતીય હાઈ કમિશન પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.

  • ઓટાવામાં ભારતીય હાઈકમિશને પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે. હાઈકમિશને કહ્યું કે ત્રણ સંસ્થાઓમાં નોંધાયેલા ભારતના ઘણા વિદ્યાર્થીઓએ સંપર્ક કર્યો છે. આ માટે ભારતીય હાઈકમિશન દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને વેરિફિકેશન વગર કોઈપણ સંસ્થાને ફી ન ભરવા જણાવવામાં આવ્યું છે. જારી કરાયેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કેનેડા સરકાર આ ત્રણ કોલેજોની તપાસ કરાવે અને એ પણ જુઓ કે તે કોલેજોને કેનેડાની ફેડરલ અથવા પ્રાંતીય સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી છે કે નહીં.

Indian Embassy Advice
  •  
  • ત્રણ કોલેજો બંધ થઈ ગઈ છે
    ક્યુબેકમાં ત્રણ કોલેજો બંધ થઈ ગઈ છે. જો કે, ત્રણેય કોલેજોનું માનવું છે કે તેને કોરોના સમયગાળા દરમિયાન ઘણું નુકસાન થયું હતું, જેના કારણે તેઓએ કોલેજ બંધ કરવી પડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિદ્યાર્થીઓ ભારતના ઘણા રાજ્યોના છે. જે કોલેજોને નાદાર જાહેર કરવામાં આવી છે તેમાં CCSQ, M અને CDE કોલેજો છે. આ તમામ વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી તરીકે લાખો ડોલર આપ્યા છે. હવે પૈસાની સાથે તેમની ડિગ્રી પર પણ સંકટ ઊભું થયું છે.
  • વિદ્યાર્થીઓને રહેવાની મુશ્કેલીઓ પડી રહી છે
    અહેવાલો અનુસાર, કોલેજ બંધ થવાને કારણે આ વિદ્યાર્થીઓની કારકિર્દી મુશ્કેલીમાં આવી ગઈ છે, તેની સાથે સૌથી મોટી સમસ્યા તેમના જીવનનિર્વાહની પણ બની ગઈ છે. કેટલાક વિદ્યાર્થીઓ બીજા શહેરોમાં મિત્રો સાથે રહેવા જતા રહ્યા છે તો કેટલાક એવા છે જેઓ અન્ય પરિવારો સાથે રહે છે. તેમની મુશ્કેલીઓનો સામનો કરવા અને તેમની સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન દોરવા માટે આ રોજ રેલીઓ કરી રહ્યા છે. બુધવારે આ વિદ્યાર્થીઓએ ટોરોન્ટોના બ્રામ્પટનમાં એક વિશાળ રેલી યોજી હતી.
  • કેનેડામાં ભારતના ઘણા રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ
    કેનેડામાં ભારતના અનેક રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયા છે. ભારતમાં લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસમાં ભાગ લેતા હતા. કોલેજ બંધ થતાં તેમની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. તેમાંથી એક વિદ્યાર્થી મનપ્રીત કૌર છે, જે પંજાબના લોંગોવાલની વતની છે. તે એમ કોલેજની વિદ્યાર્થિની છે અને 14 હજાર ડોલરની વાર્ષિક ફી ચૂકવે છે.
  • મનપ્રીતે કહ્યું, 'ગયા વર્ષે 9 ઓક્ટોબરે તે કેનેડા આવી હતી. મને કહેવામાં આવ્યું કે હજુ વધું વિદ્યાર્થીઓ નથી, તેથી 6 જાન્યુઆરી પહેલા કોલેજો શરૂ થશે નહીં. અમને 6 જાન્યુઆરીએ મેઇલ મોકલવામાં આવ્યો હતો જેમાં કોલેજ નાદાર થઈ ગઈ હોવાનું કહેવાયું હતું. તે અહીં કોમ્પ્યુટર સાયન્સમાં પીજી કરવા માટે આવી હતી.

    અહીં, અન્ય વિદ્યાર્થી વિશાલ રાણા કરનાલનો છે. તે સીસીએસક્યુ કોલેજમાં મેડિકલ સ્ટુડન્ટ છે. રાણા કહે છે, 'મારો મેડિકલનો કોર્સ 16 મહિનાનો હતો. માત્ર 4 મહિના બાકી રહ્યા હતા. કોલેજ બંધ કરી દેવામાં આવી છે. હવે હું શું કરું, ક્યાં જાઉં? મને કંઈ સમજાતું નથી. મેં 24 હજાર ડોલરની ફી પણ ચૂકવી છે.