ભારતના વિદ્યાર્થીઓ, ટુરિસ્ટો અને બિઝનેસમેન માટે 21 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયાની બોર્ડર ખુલશે

ભારતના વિદ્યાર્થીઓ, ટુરિસ્ટો અને બિઝનેસમેન માટે 21 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયાની બોર્ડર ખુલશે

કેનબેરા, તા. 13. ફેબ્રુઆરી 2022 રવિવાર

ઓસ્ટ્રેલિયાની સરકારે વેક્સીનના બંને ડોઝ લઈ ચુકેલા ટુરિસ્ટ, બિઝનેસમેન અને વિદ્યાર્થીઓ માટે પોતાની બોર્ડર 21 ફેબ્રુઆરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે.જેની ભારતે પ્રશંસા કરી છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ હતુ કે, ભારત આ માટે ઓસ્ટ્રેલિયાની પ્રશંસા કરે છે.કારણકે તેનાથી ઓસ્ટ્રેલિયા પાછા ફરવા માંગતા વિદ્યાર્થીઓ, ટેમ્પરરી વિઝા ધરાવતા લોકો અને કોરોનાના કારણે અલગ પડી ગયેલા પરિવારોને મદદ મળશે.

જયશંકર તેમજ ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મોરિસ પાયનેએ સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યુ હતુ.તેમણે કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓ આ નિર્ણયથી ખુશ છે.

જ્યારે ઓસી વિદેશ મંત્રી પાયનેએ કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ગાઢ વેપારી સબંધો પણ છે અને બંને દેશો પર્યટન તેમજ ઉદ્યોગ ક્ષેત્રમાં એક સાથે મળીને કામ કરશે અને સહયોગ વધારશે.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ ભારતની કોવિશીલ્ડ રસીને પણ મંજૂરી આપેલી છે.આ રસી લેનારા લોકોને ઓસ્ટ્રેલિયામાં એન્ટ્રી મળશે.