RTIમાં ઘટસ્ફોટ:કોંગ્રેસ પાર્ટીએ 10 વર્ષમાં 3 પ્રોપર્ટીઝનું 19 કરોડનું ભાડું ચૂકવ્યું નથી, સોનિયા ગાંધીના બંગલાનું રેન્ટ પણ બાકી

RTIમાં ઘટસ્ફોટ:કોંગ્રેસ પાર્ટીએ 10 વર્ષમાં 3 પ્રોપર્ટીઝનું 19 કરોડનું ભાડું ચૂકવ્યું નથી, સોનિયા ગાંધીના બંગલાનું રેન્ટ પણ બાકી

  • બંગલો ખાલી કરાવવા માટે મોદી સરકારે અનેક નોટિસ મોકલી હતી
  • આ બંગલાનાં ભાડાં માર્કેટ રેટથી ઘણા જ ઓછા હોવા છતાં કોંગ્રેસે ચૂકવ્યાં નથી
  • કોંગ્રેસ પાર્ટીનું લગભગ 19 કરોડ રૂપિયાનું દેવું છે. આ દેવું કોંગ્રેસને ફાળવવામાં આવેલી 3 પ્રોપર્ટીઝનાં ભાડાંની છે. એક RTIમાં ઘટસ્ફોટ થયો છે કે સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ 26 અકબર રોડ (સેવા દળ)બંગલાનું ભાડું ડિસેમ્બર 2012થી, 10 જનપથનું સપ્ટેમ્બર 2020થી અને સી-II/109 ચાણક્યપુરીનું ભાડું ઓગસ્ટ 2013થી ચૂકવ્યું નથી. આ RTI ગુજરાતના મીઠાપુરના સુજિત પટેલે કરી હતી, જે વિભાગની પાસે 3 જાન્યુઆરી 2022ના રોજ પહોંચી હતી.
  • કોનું કેટલું ભાડું છે
    ચાણક્યપુરીના બંગલા નંબર 2-II/109 ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીને 23 ફેબ્રુઆરી 1985નાં રોજ અલોટ કરાયો હતો. જેને કોંગ્રેસની પાર્ટી ઓફિસ માટે ઉપયોગ કરવાનો હતો. રાયસીના રોડનો બંગલો યૂથ કોંગ્રેસની પાસે છે, જ્યારે 26 અકબર રોડ અને ચાણક્યપુરીનો બંગલો પાર્ટીના કામકાજ માટે ઉપયોગમાં લેવાય છે. 26 અકબર રોડના બંગલાનું ભાડું 12,69,902 રૂપિયા, ચાણક્યપુરીના બંગલાનું ભાડું 5,07,911 રૂપિયા અને 10 જનપથનું ભાડું 4,610 રૂપિયા બાકી છે.
  • કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવેલી ત્રણ પ્રોપર્ટીઝ સાથે જોડાયેલી RTIની કોપી.

    9 વર્ષ પહેલાં ફાળવણી રદ, 2013માં ખાલી કરવાનો હતો બંગલો
    એક જૂની RTI મુજબ શહેરી વિકાસ મંત્રાલય અંતર્ગત આવતી પ્રોપર્ટીને 26 જૂન, 2013નાં રોજ ફાળવણી રદ કરાઈ હતી. કોંગ્રેસને દિલ્હીમાં ઓફિસ બિલ્ડિંગ બનાવવા માટે 2010માં જમીન
    આપવામાં આવી હતી. જમીન ફાળવણીના ત્રણ વર્ષની અંદર કોંગ્રેસે બિલ્ડિંગ બનાવી લેવાની હતી અને ચાર બંગલાને 2013માં ખાલી કરી દેવાનો હતો. કોંગ્રેસ કમિટીએ આ બંગલામાં
    રહેવા માટે ત્રણ વર્ષનો વધારાનો સમય આપવાની અરજી કરી હતી.

    2017માં બીજી વખત કોંગ્રેસને નોટિસ મોકલવામાં આવી હતી. બંગલો ખાલી કરાવવા માટે મોદી સરકારે અનેક નોટિસ મોકલી હતી. જોકે હજુ પણ આ બંગલો કોંગ્રેસની પાસે જ છે. જેનું ભાડું માર્કેટ રેટથી ઘણું જ ઓછું હોવા છતાં કોંગ્રેસ તેની ચુકવી શક્યું નથી.

  • સોશિયલ મીડિયા પર આ RTIની રિપોર્ટ વાઇરલ થઈ રહ્યો છે.

  • PM નિવાસસ્થાનથી પણ મોટું છે 10 જનપથ
    કોંગ્રેસ-અધ્યક્ષા સોનિયા ગાંધીને ફાળવવામાં આવેલો 10 જનપથ બંગલો દેશના અન્ય નેતાઓને ફાળવવામાં આવેલા બંગલાની તુલનાએ મોટો છે. આટલું જ નહીં, આ વડાપ્રધાન નિવાસસ્થાન 7 રેસકોર્સથી પણ મોટો છે. સેન્ટ્રલ પબ્લિક ડિપાર્ટમેન્ટ મુજબ વડાપ્રધાન નિવાસનો એરિયા 14,101 ચોરસ મીટર છે તો સોનિયાનો બંગલો 15,181 ચોરસ મીટરમાં ફેલાયેલો છે.
  • મુંબઈથી ભાજપના ડિજિટલ માર્કેટિંગ કન્સલટન્ટ સુરેશ નખુઆએ સોશિયલ મીડિયા પર RTIની કોપ શેર કરતાં લખ્યું- એન્ટોનિયા માઈનો ઉર્ફે સોનિયા ગાંધીએ પ્રવાસી શ્રમિકોની ટિકિટ ચુકવણી સમયે મોટી મોટી વાતો કરી હતી. ઓછામાં ઓછા દોઢ વર્ષથી બાકી મકાનનું ભાડું ચુકવી દીધું હોત.
  • આ રીતે કાઢ્યું કોંગ્રેસનું કુલ દેવું
    ગુણવંત રૂપારેલિયા નામના શખસે બાકી રહેલાં તમામ ભાડાંનું ગણિત કાઢ્યું છે. એ મુજબ 26 અકબર રોડના બંગલાનું ભાડું 110 મહિનાથી બાકી છે, જે 12,69,902 રૂપિયા માસના હિસાબે લગભગ 13,96,89,220 રૂપિયા ભાડું બાકી છે.10 જનપથનું 17 મહિનાનું ભાડું 4610 રૂપિયા છે, જે પ્રતિ માસના હિસાબે 78,370 રૂપિયા અને ચાણક્યપુરીના બંગલાનું 102 મહિનાનું ભાડું 5,07,911 રૂપિયા પ્રતિ માસના હિસાબે કુલ 5,18,06,922 રૂપિયા થાય છે. એટલે કે કુલ દેવું 19 કરોડથી વધુ છે.
  • Bill