વિઝા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન:અમેરિકા H-1B વિઝા માટે 1 માર્ચથી રજિસ્ટ્રેશન શરૂ કરશે, રજિસ્ટ્રેશન 18 માર્ચ સુધી ચાલુ રહેશે

વિઝા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન:અમેરિકા H-1B વિઝા માટે 1 માર્ચથી રજિસ્ટ્રેશન શરૂ કરશે, રજિસ્ટ્રેશન 18 માર્ચ સુધી ચાલુ રહેશે

સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા અમેરિકી H-1B વિઝા માટે રજિસ્ટ્રેશન 1 માર્ચ, 2022ના રોજ શરૂ થશે અને 18 માર્ચ, 2022 સુધી ચાલુ રહેશે. યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસે (USCIS) એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું કે H-1B વિઝા માટે 1 માર્ચથી 18 માર્ચ દરમિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાશે. USCIS વર્ષ 2023 માટે H-1B વિઝા માટેની દરેક અરજીને એક રજિસ્ટ્રેશન નંબર આપશે, જેનો રજિસ્ટ્રેશન ટ્રેક કરવા માટે ઉપયોગ કરી શકાશે.

અરજદારો ઇલેક્ટ્રોનિક રીતે રજિસ્ટ્રેશન માટે myUSCIS પર ઓનલાઇન એકાઉન્ટનો ઉપયોગ કરીને અરજી કરી શકશે. H-1B રજિસ્ટ્રેશન ચાર્જ 10 ડોલર રખાયો છે. સંભવિત અરજદાર કે જેઓ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાના છે તેઓ અને રજિસ્ટ્રાર (અમેરિકી એમ્પ્લોયર અને અમેરિકી એજન્ટ) એક જ એકાઉન્ટનો ઉપયોગ કરશે. 21 ફેબ્રુઆરીએ બપોરથી નવું એકાઉન્ટ બનાવી શકાશે.

પ્રેસ રિલીઝમાં ઉમેર્યું છે કે પૂરતા રજિસ્ટ્રેશન મળશે તો 18 માર્ચ સુધીમાં સંભવિત અરજદારોની રેન્ડમલી પસંદગી કરાશે અને તેમના myUSCIS ઓનલાઇન એકાઉન્ટના માધ્યમથી 31 માર્ચ સુધીમાં તેમને જાણ કરાશે. H-1B વિઝા અમેરિકી કંપનીઓને વિદેશી કર્મચારીઓને ખાસ હોદ્દા પર રાખવાની મંજૂરી આપે છે. અમેરિકાની ટેક્નિકલ કંપનીઓ આ વિઝાના આધારે દર વર્ષે ભારત, ચીનમાંથી હજારો કર્મચારીઓ નીમે છે.