પક્ષીઓનો બંગલો:700ની વસતી ધરાવતા જેતપુરના નવી સાંકળી ગામના ખેડૂતે 20 લાખના ખર્ચે માટલાનો બંગલો બનાવ્યો, 10 હજાર પક્ષી રહેશે

પક્ષીઓનો બંગલો:700ની વસતી ધરાવતા જેતપુરના નવી સાંકળી ગામના ખેડૂતે 20 લાખના ખર્ચે માટલાનો બંગલો બનાવ્યો, 10 હજાર પક્ષી રહેશે

‘પંછી પાની પીને સે ન ઘટે સરિતા નીર, સહાય કરે રઘુવીર’ પક્ષીપ્રેમ વિશે આપણે અનેક વાતો સાંભળી છે ત્યારે જેતપુર તાલુકાના નવી સાંકળી ગામના ખેડૂત ભગવાનજીભાઈ રૂપાપરાએ દસ હજાર પક્ષીઓ રહી શકે એવો બંગલો બનાવ્યો છે. કડકડતી ઠંડી, ધોમધખતા તાપ અને મુશળધાર વરસાદમાં માણસોને પણ મુશ્કેલી પડે છે, ત્યારે અબોલ પક્ષીઓનું શું થતું હશે એવા વિચારથી તેમણે આ બીડું ઝડપ્યું હતું. આ વિચાર તેમણે પરિવારજનો સામે રજૂ કર્યો અને પરિવારના મોભીનો આ વિચાર તેમણે વધાવી પણ લીધો. એટલું જ નહીં, આ માટે તેમના સંતાનોએ સંપૂર્ણ ખર્ચ કરવાની પણ તૈયારી બતાવી.

પક્ષીઓ માટે ઘર નહિ પરંતુ આખો બંગલો બનાવ્યો એ પણ શિવાલય આકારનો, જે માટે ખેડૂતે લાખો રૂપિયાનો ખર્ચ કરી દીધો...

ભગવાનજીભાઈએ એન્જિનિયરની મદદ લીધા વિના ફક્ત કોઠાસૂઝથી 2500 માટલાનો 140 ફૂટ લાંબો, 70 ફૂટ પહોળો અને 40 ફૂટ ઊંચો શિવલિંગ આકારનો ચબુતરો બનાવ્યો છે. આ માટે ખાસ વાંકાનેરથી બે પ્રકારના નાના-મોટા માટલાનો સ્પેશિયલ ઓર્ડર અપાયો હતો.