મુલાયમની પુત્રવધૂના 'કેસરિયા':મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા ભાજપમાં જોડાઈ, લખનઉ કેન્ટથી ટિકિટ ન મળવાથી અખિલેશથી નારાજ હતી

મુલાયમની પુત્રવધૂના 'કેસરિયા':મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા ભાજપમાં જોડાઈ, લખનઉ કેન્ટથી ટિકિટ ન મળવાથી અખિલેશથી નારાજ હતી

  • અપર્ણા યાદવ મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીકની પત્ની છે
  • અપર્ણાએ લખનઉ કેન્ટ બેઠક પરથી સપા પાસેથી ટિકિટ માગી હતી
  • સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગઈ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે અપર્ણા યાદવનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર રહ્યા હતા.
  • મુલાયમ પરિવારમાં તિરાડ પડવાના આ સમાચાર સપા માટે મોટો ઝટકો છે. જ્યારે મોટા નેતાઓના પાર્ટી છોડવાથી પરેશાન ભાજપ માટે રાહત છે. જોકે બે દિવસ પહેલાંથી જ અપર્ણાની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહી હતી.

    અપર્ણા યાદવ મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. અપર્ણા યાદવે 2017ની વિધાનસભા ચૂંટણી લખનઉની કેન્ટ બેઠક પરથી લડી હતી. સમાજવાદી પાર્ટીના આ ઉમેદવાર ભાજપનાં રીટા બહુગુણા જોશી સામે હારી ગયા હતા. જોકે અપર્ણાએ લગભગ 63 હજાર મત મેળવ્યા હતા.

    અપર્ણા લખનઉ કેન્ટ બેઠક પરથી ટિકિટ ઈચ્છે છે કહેવામાં આવી રહ્યું છે કે અપર્ણા લખનઉ કેન્ટ બેઠક પરથી સપા પાસેથી ટિકિટ માગી રહી હતી. જોકે અખિલેશ આ માટે તૈયાર નહોતા. અપર્ણાએ રાહ જોઈ હતી, પરંતુ જ્યારે પાર્ટી ચીફની લીલી ઝંડી ન મળતાં તેમણે પાર્ટી છોડવાનું મન બનાવી લીધું હતું. મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીકની પત્ની અપર્ણા યાદવ સપામાંથી 2017માં વિધાનસભા ચૂંટણીમાં લખનઉ કેન્ટ બેઠક પર હારી ગઈ હતી. ચૂંટણી હાર્યા બાદ પણ અપર્ણા યાદવ લખનઉ કેન્ટ વિસ્તારમાં સક્રિય રહી છે. તેઓ એક સામાજિક કાર્યકર તરીકે પણ ઓળખાય છે. પ્રતીક યાદવ મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના યાદવના પુત્ર છે.

  • સૌમ્યા ભટ્ટ પણ લખનઉ કેન્ટ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે
    બીજી તરફ, સપાના યુવા નેતા સૌમ્ય ભટ્ટ આ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. સૌમ્યા લખનઉમાં એક શૈક્ષણિક સંસ્થા ચલાવે છે અને તેની ઓળખ એક સામાજિક કાર્યકરની પણ છે. સૌમ્યાને ડિમ્પલ યાદવ અને અખિલેશ યાદવની પણ નજીકની માનવામાં આવે છે.
  • આ પહેલાં પણ અપર્ણા યાદવ સપાની પાર્ટી વિરુદ્ધનાં નિવેદનો આપીને ચર્ચામાં રહી છે. જો અપર્ણા ભાજપમાં જોડાઈને પણ તે લખનઉ કેન્ટની જ ટિકિટ માગશે. જોકે આ બેઠક પરથી તેમને ટિકિટ આપવી ભાજપ માટે પણ સરળ નહીં હોય.
  • કેબિનેટ મંત્રી રીટા બહુગુણા પુત્ર માટે ટિકિટ માગે છે
    વાસ્તવમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં પૂર્વ કેબિનેટ મંત્રી રીટા બહુગુણા જોશી આ બેઠક પરથી પોતાના પુત્ર માટે ટિકિટ માગી રહ્યાં છે. રીટા બહુગુણા જોશી આ સીટ પરથી જીતતા રહ્યાં છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા પછી, તેમણે 2017માં અહીંથી ચૂંટણી જીતી હતી અને પછી 2019માં લોકસભાની ચૂંટણી લડવા માટે આ બેઠક છોડી દીધી હતી. પેટાચૂંટણીના વિજેતાઓ BJP ધારાસભ્ય સુરેશ ચંદ્ર તિવારી પણ અહીંથી ટિકિટના પ્રબળ દાવેદાર છે.