જાહેર રજા નાગરિકોનો કાયદેસર અધિકાર નથી: બોમ્બે હાઈકોર્ટ

જાહેર રજા નાગરિકોનો કાયદેસર અધિકાર નથી: બોમ્બે હાઈકોર્ટ

અગાઉથી જ આપણે ત્યાં ઘણી જાહેર રજાઓ છે જે ઓછી કરવાની વિચારણા જરૂરી

મુંબઈ : જાહેર રજાઓ  બાબતે બોમ્બે હાઈકોર્ટે  તાજેતરમાં  એક મહત્ત્વપૂર્ણ  ચુકાદો  આવ્યો હતો.  હાઈકોર્ટે  એક પ્રકરણની  સુનાવણી  સમયે  તેમની  ભૂમિકા  સ્પષ્ટ સકરતા ક્હ્યું  હતું કે   જાહેર રજાઓ એ નાગરિકોનો કાયદેસર  અધિકાર નથી.

જસ્ટીસ  ગૌતમ પટેલ અને જસ્ટીસ  માધવ જામદારની  એક બેન્ચે  આ મહત્વપૂર્ણ  ચુકાદો  આપ્યો હતો. આ સાથે જ કોર્ટે નોંધ્યું  હતું કે  અગાઉથી જ આપણે ત્યાં ઘણી જાહેર રજાઓ છે  જે ઓછી કરવાનો સમય આવી ગયો છે.

2 ઓગસ્ટ 1954ના રોજ દાદરા-નગર-હવેલી   વિસ્તાર પોર્ટુગીઝોના વર્ચસ્વથી મુક્ત થયો સહતો. યાચિકાકર્તાના દાવા મુજબ લ 2 ઓગસ્ટ 1954થી  2 ઓગસ્ટ  2020 સુધી  દાદરા-નગર-હવેલી   મુક્તિ દિવસ  તરીકે રજા  આપવામાં  આવતી હતી. 

 જોકે, 2021માં  પ્રશાસને  કાઢેલ અધિસૂચનામાં  આ દિવસનો   સમાવેશ  જાહેર રજાની  યાદીમાં  કરવામાં  આવ્યો નથી.  આ માટે  કોઈ કારણ પણ આપવામાં   આવ્યું નથી.   જો 15  ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના જાહેર રજા હોય તો  2 ઓગસ્ટના  રોજ શા માટે  જાહેર રજા ન હોઈ શકે? તેવો સવાલ  યાચિકાકર્તાએ  કર્યો હતો.

આ પ્રકરણે  આદેશ આપતા  હાઈકોર્ટે  યાચિકાકર્તાની  અરજી ફગાવી  દીધી હતી અને  નોંધ્યંો  હતું કે હાલ આપણે ત્યાં  ખૂબ જ વધુ જાહેર રજાઓ  છે. આ જાહેર રજાઓ ઘટાડવાનો  વખત આવી ગયો  છેય. કોઈને પણ જાહેર રજાનો મૂળભૂત અધિકાર નથી. કોઈ એક  દિવસને જાહેર રજા ઘોષિત કરવી કે નહીં  તે ધોરણનો એક ભાગ  છે તે નાગરિકોનો  કાયદેસર અધિકાર નથી. આવી રીતે  કોર્ટે  અરજીકર્તાને  ફટકાર્યો હતો.