મા-બાપને ચેતવણી:'સગીરોની જિંદગી ન બગડે તે માટે તેમને છોડી દેવામાં આવ્યા છે, બીજી વખત નહિ છોડાય, તમારા બાળકને બચાવી લો':ગૃહરાજ્યમંત્રી

મા-બાપને ચેતવણી:'સગીરોની જિંદગી ન બગડે તે માટે તેમને છોડી દેવામાં આવ્યા છે, બીજી વખત નહિ છોડાય, તમારા બાળકને બચાવી લો':ગૃહરાજ્યમંત્રી

'પોલીસ ખોટી કનડગત નહિ ચલાવી લેવાય, છતાં તેમ કરે તો સીધો મને કોલ કરવો': હર્ષ સંઘવી

 

ગુજરાતમાં વધી રહેલા ચલણ બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે ગુજરાતમાં 1 હજાર જેટલા 15, 16 અને 17 વર્ષની ઉંમરના બાળકોના ડ્રગના ડેટા પોલીસને મળ્યા છે જે તમામના મા-બાપને પોલીસ ફોન કરે છે પણ આ વખતે તેમને જવા દેવાયા છે પરંતુ બીજી વખત તેમને છોડવામાં નહીં આવે તેવું સ્પષ્ટ ગુરુ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે. પોલીસ જો કનડગત કરે તો તેઓ સીધા મને ફોન કરી શકે છે તે એવું ગૃહમંત્રીએ જણાવતા પોતાનો મોબાઇલ નંબર જાહેર કર્યો છે.

ગૃહરાજ્યમંત્રીએ જાહેર કર્યો પોતાનો ફોન નંબર
અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ઉધોગપતિ અને વેપારીઓની મદદથી ઇકોનોમિક ઓફેન્સ વિંગનું મકાન માત્ર ચાર મહિનામાં બની ગયું છે. અહીંયા કામ કરતા કર્મચારીઓ માટે ખાસ કેન્ટીન પણ બનાવવામાં આવી છે, જે મકાનનું લોકાર્પણ આજે કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું, આ વખતે જાહેર મંચ પરથી પોતાનો મોબાઇલ નંબર 9925222222 જાહેર કરતા જણાવ્યું હતું કે, હું સમગ્ર રાજ્યના પોલીસને એક સૂચના આપવા માંગુ છું કે, કોઈ પણ સામાન્ય લોકોને ટ્રાફિક નિયમ માટે ખરબ વર્તન ન કરે જેના કારણે તેમને પોલીસ સાથેનો વ્યવહાર ખૂબ ખરાબ લાગે પોલીસ તેમનું કામ કરે ઓન લોકો સાથે પોતાનું વર્તન સારું રાખે જેથી તેમનો પોલીસ સાથે વ્યવહાર સારો રહે તેઓ સારી ઇમેજ સાથે આગળ આવે તેવું કરવું જોઈએ.

હું આરોપીને ફાંસીની સજા થાય તે માટે હાઇકોર્ટ સુધી જવાનો છું: હર્ષ સંઘવી
વડોદરા ગેગ રેપ કેસ વિશે હર્ષ સઘવીએ જણાવ્યું કે અમે ભલે આરોપીઓને પકડી શક્ય નથી પણ તે બચી શકશે નહીં ભલે એક બે દિવસ મોડું થાય પણ તેને છોડસે નહિ.બીજી તરફ એક મહીનમાં પોલીસની બલતકારના કેસમાં જેમ આરોપીની સજા થઇ તેવું મોડલ આખા દેશમાં પ્રથમ હશે. હું આરોપીને ફાંસીની સજા થાય તે માટે હાઇકોર્ટ સુધી જવાનો છું અને કોઈ પણ માં જે પોલીસ પાસે સુરક્ષાની માગણી કરે છે એ સાચી સાબિત કરીશ.

અમદાવાદ જિલ્લામાં ડ્રગ્સ કેસમાં 15,16,17 વર્ષના બાળકોના નામ ખુલ્યા છે. આખું લીસ્ટ મારી પાસે છે અમેં દરેકને ફોન કરીએ છીએ પણ કોઈને હેરાન કરવા નહિ પણ તેમના માતા પિતાને જાણ કરવા કે તમે તમારા બાળકને બચાવી લો કોઈને કનડગત માટે નહીં. અત્યારે એક વખત તેમને જવા દઈએ છીએ પણ બીજી વખત છોડવામાં આવશે નહિ.