કૃષિ કાયદા પરત લેવા અંગે પ્રતિક્રિયા:ટિકૈતે કહ્યું- સંસદમાંથી કાયદાઓ રદ નહિ થાય ત્યાં સુધી આંદોલન પરત નહિ લઈએ; રાહુલ ગાંધીએ કહ્યું, અહંકાર ઝૂક્યો

કૃષિ કાયદા પરત લેવા અંગે પ્રતિક્રિયા:ટિકૈતે કહ્યું- સંસદમાંથી કાયદાઓ રદ નહિ થાય ત્યાં સુધી આંદોલન પરત નહિ લઈએ; રાહુલ ગાંધીએ કહ્યું, અહંકાર ઝૂક્યો

આમ આદમી પાર્ટીએ કહ્યું- મૃતક ખેડૂતોનાં પરિવારજનોની માફી માગો

 

પ્રકાશ પર્વના પ્રસંગે પીએમ મોદીએ અંતે ખેડૂતોની માગને માની લીધી છે. તેમણે છેલ્લા લગભગ એક વર્ષથી ખેડૂતોના આંદોલનનું કારણ બનેલા ત્રણે નવા કૃષિ કાયદાને પરત લઈ લીધા છે. શુક્રવારે દેશને કરેલા સંબોધનમાં મોદીએ મોટી જાહેરાત કરી. પોતાના 18 મિનિટના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે સરકાર ત્રણે કૃષિ કાયદાઓને શુદ્ધ દાનત સાથે લાવી હતી, જોકે અમે આ વાત ખેડૂતોને સમજાવી ન શક્યા. આ અંગે ટિકૈતે કહ્યું હતું કે સંસદમાંથી કાયદાઓ રદ નહિ થાય ત્યાં સુધી આંદોલન પરત નહિ લઈએ.

જોકે જાહેરાત પછી દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ ઉજવણી શરૂ કરી છે. ગાજીપુર પર ખેડૂતોએ કિસાન ઝિંદાબાદના નારા લગાવ્યા. આ સિવાય આ અંગે સોશિયલ મીડિયા પર પણ આ અંગે રિએક્શન આવવાનાં શરૂ થઈ ગયાં છે.

કોંગ્રેસના જનરલ સેક્રેટરી રણદીપ સુરજેવાલે મીડિયાને કહ્યું કે મોદી સરકાર આજે પોતાની ભૂલ સ્વીકારી છે. હવે લોકો આ ભૂલની સજા નક્કી કરશે. આ નિર્ણય લેવા પાછળ ભાજપનો યુપી અને પંજાબ સહિત 5 રાજ્યોની ચૂંટણી હારવાનો ડર દેખાઈ રહ્યો છે.

ખેડૂત યુનિયનના અધ્યક્ષ રાકેશ ટિકૈતે કહ્યું કે અમે ત્યાં સુધી કૃષિ કાયદાને પરત નહિ લઈ જ્યાં સુધી કાયદાઓને સંસદમાંથી રદ કરવામાં આવશે નહિ.

એ પછી એક તરફ દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ ઉજવણી શરૂ કરી છે. ગાજીપુર પર ખેડૂતોએ કિસાન ઝિંદાબાદના નારા લગાવ્યા. આ સિવાય આ અંગે સોશિયલ મીડિયા પર પણ આ અંગે રિએક્શન આવવાનાં શરૂ થઈ ગયાં છે.