અમેરિકામાં વધશે ક્રિકેટનો ક્રેઝ:US કરી શકે છે 2024ના T-20 વર્લ્ડ કપને હોસ્ટ, લોસ એંજિલિસ ઓલિમ્પિકને જોતા ટૂંક સમયમાં નિર્ણય લેવાશે

અમેરિકામાં વધશે ક્રિકેટનો ક્રેઝ:US કરી શકે છે 2024ના T-20 વર્લ્ડ કપને હોસ્ટ, લોસ એંજિલિસ ઓલિમ્પિકને જોતા ટૂંક સમયમાં નિર્ણય લેવાશે

T-20 વર્લ્ડ કપ 2024ને અમેરિકા હોસ્ટ કરી શકે છે. સિડની મોર્નિંગ હેરાલ્ડના એક રિપોર્ટ પ્રમાણે, ICCની 2028 લોસ એંજિલિસ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાની પહેલમાં આ ટૂર્નામેન્ટ લોન્ચ પેડની જેમ કામ કરી શકે છે. અમેરિકા ક્રિકેટ અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ મળીને આને હોસ્ટ કરી શકે છે. ICC પોતાના ટૂર્નામેન્ટની આગામી સાઈકલ (2024-31) પર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. ICC વિશ્વભરમાં ક્રિકેટને લોકપ્રિય કરવા માગે છે.

 

2024 વર્લ્ડ કપમાં 20 ટીમ રમી શકે તેવી સંભાવના
2024 T-20 વર્લ્ડ કપમાં 20 ટીમ ભાગ લઈ શકે છે. આમાં 2021 અને 2022ના ફેઝ (16 ટીમ વચ્ચે 45 મેચ)ની તુલનામાં 55 મેચ રમાશે. ICC 2024 અને 2031 વચ્ચે ઘણી વૈશ્વિક ટૂર્નામેન્ટને હોસ્ટ કરવાનું છે. આની શરૂઆત 2024 T-20 વર્લ્ડ કપથી થશે.

2021નો T-20 વર્લ્ડ કપ UAEમાં રમાઈ રહ્યો છે. આ વર્ષે 16 ટીમોએ આમા ભાગ લીધો છે. 2016 પછી પહેલી વાર આ ફોર્મેટનો વર્લ્ડ કપ હાલ રમાઈ રહ્યો છે. પહેલો T-20 વર્લ્ડ કપ 2007માં દક્ષિણ આફ્રિકામાં રમાયો હતો. જેને ભારતીય ક્રિકેટ ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશપિ હેઠળ જીત્યો હતો.

2022માં ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ રમાશે
2022નો T-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. સુપર 12 માટે 8 ટીમ પણ ક્વોલિફાય થઈ ગઈ છે. આ 8 ટીમમાં હોસ્ટ હોસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે. વળી વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાનું નામ આમાં સામેલ નથી. બંને ટીમોને સુપર-12 રાઉન્ડ માટે ક્વોલિફાય થવું પડશે.