માનવીય અભિગમ હેઠળ ભલામણ : ઓછું ડ્રગ્સ પકડાય તો જેલની સજા નહીં કરવા સરકારની વિચારણા

માનવીય અભિગમ હેઠળ ભલામણ : ઓછું ડ્રગ્સ પકડાય તો જેલની સજા નહીં કરવા સરકારની વિચારણા

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે કોઈ વ્યક્તિ પાસેથી પોતાના વપરાશ માટે ઓછા પ્રમાણમાં ડ્રગ્સ પકડાય તો તેને જેલની સજા નહીં કરવી એવો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટની સમીક્ષા કર્યા બાદ આ પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવી રહી છે.

માદક દ્રવ્યોનું સેવન કરતા ડ્રગ એડિક્ટેડ લોકોને જેલની સજાથી બચાવવા માટે માનવીય અભિગમ હેઠળ આ ભલામણ કરવામાં આવી છે. મંત્રાલયે ઓછા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું હોય એવા કેસને અપરાધની વ્યાખ્યામાંથી બાકાત રાખવાનું કહ્યું છે. ગત મહિને એનડીપીએસ એક્ટ હેઠળ સરકારે કાયદામાં ફેરફાર કરવા માટે ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, સામાજિક ન્યાય તથા અધિકારિતા મંત્રાલય, એનસીબી તથા સીબીઆઇ પાસેથી સૂચનો માગ્યા હતા.