અમેરિકા:એક જ વર્ષનો આ ટેણીયો 45 ફ્લાઈટ્સમાં મુસાફરી કરી ચૂક્યો છે, દર મહિને 75 હજાર રૂપિયા કમાય છે

અમેરિકા:એક જ વર્ષનો આ ટેણીયો 45 ફ્લાઈટ્સમાં મુસાફરી કરી ચૂક્યો છે, દર મહિને 75 હજાર રૂપિયા કમાય છે

અલાસ્કા, કેલિફોર્નિયા, ફ્લોરિડા, ઉટાહ, ઈડાહો સહિત અમેરિકાના 16 રાજ્યો ફરી ચૂક્યો છે

બ્રિગ્સના ઈન્સ્ટાગ્રામ પર 30 હજાર ફોલોઅર્સ છે

આજના વર્ચ્યુઅલ વર્લ્ડમાં ઈન્ટરનેટ ઈન્ફ્લુઅન્સરને શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે. જે પોતાના કામ અને વાતથી લોકોને પ્રભાવિત કરે છે. લાખો કરોડો લોકો તેની વાતોને સાંભળે છે, માને છે અને તેને ફોલો કરે છે. વર્ચ્યુઅલ વર્લ્ડમાં આવો જ એક ઉભરતો સ્ટાર્સ અત્યારે પોપ્યુલર થઈ રહ્યો છે જે માત્ર એક વર્ષનો બાળક છે. તે આખી દુનિયા ફરે છે અને દર મહિને લગભગ એક હજાર ડોલર એટલે કે 75 હજાર રૂપિયાની કમાણી પણ કરે છે.

https://www.instagram.com/whereisbriggs/?utm_source=ig_embed&ig_rid=9f2415a1-9ff8-4739-9480-6df7816f1b34

ડેઇલી મેલના રિપોર્ટના અનુસાર, બાળકનું નામ બ્રિગ્સ છે. માત્ર એક વર્ષની ઉંમરમાં અત્યાર સુધી 45 ફ્લાઈટ્સમાં મુસાફરી કરી ચૂક્યો છે. અલાસ્કા, કેલિફોર્નિયા, ફ્લોરિડા, ઉટાહ, ઈડાહો સહિત અમેરિકાના 16 રાજ્યો ફરી ચૂક્યો છે. બ્રિગ્સની માતા જેસ જણાવે છે કે તેનો જન્મ ગયા વર્ષે 14 ઓક્ટોબરના રોજ થયો હતો, અને માત્ર ત્રણ જ અઠવાડિયાની અંદર તેને પોતાની પહેલી ટ્રિપ કરી હતી. તે અલાસ્કામાં રિંછ જોઈ ચૂક્યો છે. યેલોસ્ટોન નેશનલ પાર્કમાં વરુ, અને ઉટાહમાં ડેલીકેટ આર્ક અને કેલિફોર્નિયાના બીચની મજા માણી ચૂક્યો છે. અત્યારે તે દુનિયાનો સૌથી નાની ઉંમરનો ટ્રાવેલ ઇન્ફ્લ્યુઅન્સર હોઈ શકે છે.

 

હજારો ફેન છે
બ્રિગ્સના ઈન્સ્ટાગ્રામ પર 30 હજાર ફોલોઅર્સ છે. તેની માતા જેસ પહેલાથી જ ‘પાર્ટ ટાઈમ ટૂરિસ્ટ’ નામથી બ્લોગ ચલાવે છે. તેના ટ્રાવેલિંગ પેડ હોય છે. એટલે કે ટ્રાવેલિંગના પૈસા મળે છે અને રિવ્યુ લખવાનું કામ કરે છે. તેણીએ કહ્યું કે જ્યારે તે 2020માં પ્રેગ્ન્ટ થઈ હતી ત્યારે તે ઘણી નર્વસ હતી. તેને લાગ્યું કે હવે તેનું કરિયર પૂરું થઈ જશે. પરંતુ બ્રિગ્સને જન્મ આપ્યા બાદ તે કરિયરને એક નવી ઉંચાઈ પર લઈ ગઈ. તેને જણાવ્યું કે, મારા પતિ ઇચ્છે છે કે હું કામ કરતી રહું, તેથી મેં બેબી ટ્રાવેલ વિશે વિચારીને સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવ્યું. હું મારા બાળક સાથે મુસાફરી કરું છું અને તેના અનુભવો અહીં શેર કરું છું, તેનાથી ઘણા પેરેન્ટ્સને મદદ મળે છે જે બાળકોની સાથે મુસાફરી કરવા માગે છે.

કોવિડ -19 નિયમોનું પાલન કરે છે
જેસે જણાવ્યું કે, કોવિડ પછી, અમે તમામ પ્રોટોકોલનું ધ્યાન રાખીને મુસાફરી કરીએ છીએ. અમારું ફોકસ રોડ ટ્રિપ અને લોકલ વેકેશન પર હોય છે, જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે. બેબી બ્રિગ્સને મુસાફરી દરમિયાન ફ્રી ડાયપર અને વાઇપ્સને સ્પોન્સર્સ કરવામાં આવે છે.