વિચિત્ર ટેવ:દારૂ છોડ્યા પછી ખીલ્લી-સ્ક્રૂ ગળવાનું ચાલુ કર્યું, ડૉક્ટરે દર્દીના પેટમાંથી 1 કિલો મેટલ મટિરિયલ કાઢીને જીવ બચાવ્યો

વિચિત્ર ટેવ:દારૂ છોડ્યા પછી ખીલ્લી-સ્ક્રૂ ગળવાનું ચાલુ કર્યું, ડૉક્ટરે દર્દીના પેટમાંથી 1 કિલો મેટલ મટિરિયલ કાઢીને જીવ બચાવ્યો

દર્દીની સર્જરી 3 કલાક સુધી ચાલી હતી

છેલ્લા એક મહિનાથી ખીલ્લી અને સ્ક્રૂ ગળતો હતો

યુરોપમાં આવેલા લિથુઆનિયા દેશમાં દર્દીનો એક વિચિત્ર કેસ જોઈને ડૉક્ટર્સ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ દર્દી પેટમાં દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ આવ્યો હતો. તપાસ દરમિયાન ખબર પડી કે દર્દીના પેટમાં ખીલ્લી અને સ્ક્રૂનો ઢગલો હતો. ડૉક્ટરે ત્રણ કલાકની સર્જરી કરીને દર્દીનો જીવ બચાવ્યો. દર્દીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. દર્દીએ દારૂ પીવાનું છોડ્યા પછી ખીલ્લી અને સ્ક્રૂ ગળવાનું શરૂ કર્યું હતું.

1 કિલોથી પણ વધારે વજનની ખીલ્લી અને સ્ક્રૂ મળ્યા
દર્દીના પેટમાં 4 ઇંચની ખીલ્લીઓ હતી. તે હોસ્પિટલે પેટમાં સખ્ત દુખાવાની ફરિયાદ લઈને આવ્યો. દર્દીના હાવભાવ પર શક થતા ડૉક્ટરે એક્સરે કર્યો. એક્સરે જોઈને તો ડૉક્ટરની ટીમ અચંબામાં પડી ગઈ. પેશન્ટના પેટમાં 1 કિલોથી પણ વધારે વજનની ખીલ્લી અને સ્ક્રૂ મળ્યા.છેલ્લા એક મહિનાથી પેશન્ટ આ બધું મેટલ મટિરિયલ મન ફાવે તેમ ગળી રહ્યો હતો.

ત્રણ કલાક ઓપરેશન ચાલ્યું
ત્રણ કલાકનું ઓપરેશન કરીને ડૉક્ટરે બધી વસ્તુઓ બહાર કાઢી. સર્જન સેરુનેસ ડેઇલીડનેસે કહ્યું, ત્રણ કલાકના ઓપરેશનમાં નાનામાં નાની ખીલ્લીથી લઈને દરેક મેટલ મટિરિયલ પેટમાંથી કાઢી દીધું છે. હાલ તેની તબિયત સારી છે.

હાલ દર્દીની તબિયત સ્થિર છે
હોસ્પિટલના હેડ એલ્જિરડેસ સ્લેપવિસિયસે કહ્યું કે, મેં મારા મેડિકલ કરિયર અત્યાર સુધી આવો કેસ જોયો નથી.દર્દીએ દારૂ પીવાનું છોડ્યા પછી મેટલ ઓબ્જેક્ટ ગમવાનું શરૂ કર્યું હતું. ઓપરેશન પછી તેની હાલત સ્ટેબલ છે.

નોકિયા ફોન ગળી ગયાનો કિસ્સો
યુરોપના કોસોવો દેશની રાજધાની પ્રિસ્ટિનામાં 33 વર્ષીય દર્દી પોપ્યુલર ફોન નોકિયા 3310 ગળી ગયો હતો.આ ફોન વર્ષ 2000માં લોન્ચ થયો હતો. ફોન ફસાઈ જતા તે પેટમાં દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ ગયો. અહીં ડૉ. સ્કેન્ડર તેલાકુએ દર્દીના પેટમાંથી ડિવાઇસ કાઢ્યું હતું.

એક્સ-રેમાં પેટમાં ફસાયેલો ફોન દેખાયો
​​​​​​​હોસ્પિટલમાં અમુક ટેસ્ટ કર્યા પછી ખબર પડી કે પેટમાં દુખાવો નોકિયા ફોનને લીધે થઇ રહ્યો હતો. આ ફોનની સાઈઝ મોટી હતી. ઉપરથી ફોનની બેટરીમાં પણ ઘણા નુકસાનકારક કેમિકલ્સ હતા. જો ફોનની બેટરી ફાટે તો દર્દીના જીવને વધારે જોખમ હતું. આથી એક પણ સેકન્ડ બગાડ્યા વગર ડૉક્ટરે સર્જરી કરીને ફોન ભાર કાઢ્યો. ડૉ. સ્કેન્ડરે દર્દીનો આ કેસ ફોટો સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. શેર કરેલા એક્સ-રેમાં પેટમાં ફસાયેલો ફોન દેખાયો હતો.

2 કલાક સર્જરી ચાલી
ડૉ. સ્કેન્ડરે કહ્યું, સ્કેન કર્યા પછી ખબર પડી કે દર્દીના પેટમાં મોબાઈલના ત્રણ ભાગ થઇ ગયા છે. સૌથી વધારે ચિંતા મોબાઈલ ફોનની બેટરીની હતી. પેટમાં બેટરી ફાટવાની ઘણી બધી શક્યતાઓ હતી.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દર્દી પેટમાં દુખાવાની ફરિયાદ લઈને હોસ્પિટલ આવ્યો હતો. દર્દીએ ફોન ગળવા પાછળનું કારણ કહ્યું નહોતું. ડૉક્ટરની ટીમે 2 કલાકની સર્જરીમાં તેનો જીવ બચાવી લીધો.