બેડ બેન્ક અંગે મોટી જાહેરાત:રૂપિયા 30,600 કરોડની સરકારી ગેરન્ટીને મંજૂરી મળી, બેડ લોનના બદલામાં સિક્યોરિટીઝ રિસીપ્ટ ઈશ્યુ કરાશે

બેડ બેન્ક અંગે મોટી જાહેરાત:રૂપિયા 30,600 કરોડની સરકારી ગેરન્ટીને મંજૂરી મળી, બેડ લોનના બદલામાં સિક્યોરિટીઝ રિસીપ્ટ ઈશ્યુ કરાશે

અમેરિકામાં બેડ બેન્ક 1980ના દાયકમાં શરૂ થઈ ગઈ હતી

બેન્કોને ડૂબેલા દેવામાંથી બહાર કાઢવાનો ઉદ્દેશ્ય

 

નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (NARCL) એટલે કે બેડ બેન્ક તરફથી અવેજમાં જે સિક્યોરિટી રિસીપ્ટ ઈશ્યુ કરવામાં આવનાર છે તેના માટે સરકારે રૂપિયા 30,600 કરોડની ગેરન્ટી આપવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા આપવામાં આવનાર આ ગેરન્ટી પાંચ વર્ષ માટે રહેશે, જેના મારફતે અસ્કયામતોને લગતા પ્રશ્નોને સમયસર ઉકેલવામાં મદદ મળશે, તેમ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. બેન્કો માટે બેડ લોનની અવેજમાં NARCL 15 ટકા રકમ રોકડમાં અને 85 ટકા માટે સિક્યોરિટી રિસીપ્ટ ઈશ્યુ કરવામાં આવશે.

શું છે બેડ બેન્ક
નાણાં મંત્રીએ બેન્કોને બિન-કાર્યકારી સંપત્તિ (NPA)થી ઊગારવા માટે 'બેડ બેન્ક' બનાવવાનો નિર્ણય લીધો છે. આ બેડ બેન્કને ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઈન્સ્ટિટ્યૂશનના માને ઓળખવામાં આવશે. આ બેન્કની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય બેન્કોને ડૂબેલા દેવામાંથી બહાર કાઢવાનો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં આ માટે 20 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. બેડ બેન્ક એવી નાણાકીય સંસ્થા કહેવાય છે કે દેવદારો એટલે કે બેંકોની ખરાબ કે ફસાયેલી સંપત્તિ બાબતે તેને મદદ કરે છે. આ બેન્કોની એનપીએની વસૂલીનું સમાધાન કાઢે છે.

શું થશે બેડ બેન્ક દ્વારા લાભ?
દેશની બેંકોની બેલેન્સ શીટ સુધરશે અને તેમણે નવું ઋણ આપવામાં સુવિધા આપશે. બધી જ બેન્કોનું એનપીએ તેમાં સંમત થઈ જશે અને તે ફસાયેલા દેવામાથી મુક્ત થઈ જશે. આના કારણે સરકારને પણ ફાયદો થશે. જો તે કોઈ સરકારી બેન્કનું ખાનગીકરણ કરવા માંગશે તો તેમાં સરળતા રહેશે. જ્યારે બેન્ક દ્વારા એનપીએ એટલે કે ડૂબતાં દેવાને પણ વસૂલ કરી શકાશે. તેનું લક્ષ્ય અનેક જટિલ મુદ્દાઓનું સમાધાન કરીને બિઝેનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સ્વતંત્ર રાખવાનું છે.

જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા કોઈ બેન્ક પાસેથી રૂપિયા એટલે કે લોન લઈને પરત કરતી નથી, તો તે લોન ખાતાને બંધ કરી દેવામાં આવે છે , ત્યાર બાદ તેને નિયમ પ્રમાણે તે લોનધારક પાસેથી રિકવરી કરવામાં આવે છે. મોટાભાગના કેસોમાં આ રિકવરી થતી જ નથી અથવા તો થાય છે તો પણ ન બરાબર. પરિણામે બેન્કના રૂપિયા ડૂબી જાય છે અને બેન્ક નુકશાનીમાં ચાલી જાય છે.

RBIના નિયમ પ્રમાણે તે સંપત્તિ જેનાથી બેન્કોને કોઈ જ આવક મળી રહી નથી તેને સામાન્ય ભાષામાં NPAs કે ડૂબેલી રકમ કહે છે. RBIના નિયમોની વાત કરીએ તો 180 દિવસ સુધી જો કોઈ મિલકતમાંથી કોઈ આવક મળતી નથી તે તે NPA છે.

1980માં અમેરિકામાં થઈ હતી તેની શરૂઆત
અમેરિકામાં બેડ બેન્ક 1980ના દાયકમાં ચાલુ થઈ ગઈ હતી. ભારે એનપીએના કારણે ત્યાની અનેક બેન્કો ડૂબવાની કાગાર પર પહોંચી ગઈ હતી. ત્યારે આ બેન્કનો વિચાર આવ્યો. બાદમાં આ વિચારને ફ્રાન્સ, જર્મની, સ્પેન, પોર્ટુગલ જેવા દેશોએ અપનાવી છે.