શિક્ષણ મંત્રાલયના NIRF રેન્કિંગ જાહેર:દેશની ટોપ-100 શિક્ષણ સંસ્થાઓમાં IIM, સેપ્ટ, IIT સહિત ગુજરાતની 17

શિક્ષણ મંત્રાલયના NIRF રેન્કિંગ જાહેર:દેશની ટોપ-100 શિક્ષણ સંસ્થાઓમાં IIM, સેપ્ટ, IIT સહિત ગુજરાતની 17

શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થાઓમાં IIM અમદાવાદ મોખરે

 

કેન્દ્રના શિક્ષણ મંત્રાલય દ્વારા જારી નેશનલ ઇન્સ્ટીટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) રેન્કિંગ-2021માં એન્જિનિયરિંગ તથા મેનેજમેન્ટ સંસ્થાઓમાં આઇઆઇટી અને આઇઆઇએમનો દબદબો જારી રહ્યો હતો. ટોપ-10 એન્જિનિયરિંગ કોલેજમાં પહેલા 8 નંબરે માત્ર આઇઆઇટી છે. જ્યારે ટોપ-10 મેનેજમેન્ટ સંસ્થાઓમાં પણ 6 આઇઆઇએમ તથા ત્રણ આઇઆઇટી છે.

ઑવરઆ‌ૅલ રેન્કિંગમાં આઇઆઈટી મદ્રાસ સતત ત્રીજા વર્ષે ટોપ પર છે. એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પહેલા રેન્કિંગથી અત્યાર સુધી સતત છઠ્ઠી વાર તે પહેલા નંબરે છે. શિક્ષણ મંત્રાલયે આ વખતે 11 શ્રેણીઓમાં દેશની શિક્ષણ સંસ્થાઓને રેન્કિંગ આપી હતી. જેમાં પહેલીવાર રિસર્ચ સંસ્થાઓને પણ ઉમેરવામાં આવી છે. આ શ્રેણીમાં બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઑફ સાયન્સ પહેલા ક્રમે છે.

દિલ્હીની જેએનયુ અને જામિયા મિલિય ઇસ્લામિયા ટોપ-10 યુનિવર્સિટીઓમાં સામેલ છે. ઑવરઓલ રેન્કિંગમાં જેએનયુ 9મા ક્રમે છે. કોલેજની શ્રેણીમાં ટોપ 15માંથી 9 કોલેજ દિલ્હીની છે. ખાસ વાત એ છે કે ટોચની બે કોલેજ મિરાંડા કોલેજ અને લેડી શ્રીરામ કોલેજ બન્ને મહિલા કોલેજ છે. દિલ્હીની જામિયા હમદર્દ દેશની નંબર 1 ફાર્મસી કોલેજ છે. મેડિકલ કોલેજોમાં દિલ્હીની એઇમ્સ, ડેંટલ કોલેજમાં ઉડુપીની મણિપાલ કોલેજ ટોચના ક્રમે છે.

રેન્કિંગની ખાસ બાબતો

  • મેનેજમેન્ટમાં IIM અમદાવાદ ટોપ, ઑવરઓલ રેન્કિંગમાં IIT મદ્રાસ ટોપ
  • કુલ 11 શ્રેણીમાં પહેલીવાર ‘રિસર્ચ’નો પણ સમાવેશ, દિલ્હીની જેએનયુ અને જામિયા મિલિયા ઇસ્લામિયા ટોપ-10 યુનિવર્સિટીઓમાં સામેલ
  • કોલેજની શ્રેણીમાં ટોપ 15માંથી 9 કોલેજ દિલ્હીની છે. ટોચની બે કોલેજ મિરાંડા કોલેજ અને લેડી શ્રીરામ કોલેજ એમ દિલ્હીની બન્ને મહિલા કોલેજ છે.
  • દિલ્હીની જામિયા હમદર્દ દેશની નંબર 1 ફાર્મસી કોલેજ, મેડિકલ કોલેજોમાં દિલ્હીની એઇમ્સ ટોચના ક્રમે