સુપ્રિમ કોર્ટે પણ નોંધ લીધી:આખા ગુજરાતમાં અમલ થવા જઈ રહેલી સુરતની પાર્કિંગ પોલિસી કેવી છે? કયા પાર્કિંગમાં કેટલા ચાર્જ હોય છે?

સુપ્રિમ કોર્ટે પણ નોંધ લીધી:આખા ગુજરાતમાં અમલ થવા જઈ રહેલી સુરતની પાર્કિંગ પોલિસી કેવી છે? કયા પાર્કિંગમાં કેટલા ચાર્જ હોય છે?

સુરત પાલિકાને પાર્કિંગ પોલિસી લાગુ કર્યા બાદ અત્યાર સુધીમાં 10 કરોડ જેટલી આવક થઇ

રાજ્યના પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગે સુરતની પાર્કિંગ પોલિસી ગુજરાતમાં લાગુ કરવા તૈયારી દર્શાવી

ગુજરાતમાં પાર્કિંગ પોલિસી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા આજે સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું. રાજ્યના પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી એમ કે દાસે બુધવારે સોગંદનામું રજુ કરતાં પહેલાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પાર્કિંગના નિયમનો ભંગ કરનારાઓ માટે પહેલેથી જ આકરા દંડનો અમલ શરૂ કરી દીધો છે. તે ઉપરાંત સુરત મહાનગર પાલિકા દ્વારા અમલી કરાયેલી પાર્કિંગ પોલિસી સમગ્ર રાજ્યમાં અમલી કરવા સરકાર તૈયાર છે. 2019માં અમલમાં આવનારી સુરતની નવી પાર્કિંગ પોલિસી શહેરમાં ટ્રાફિકમાં થોડી રાહત જોવા મળી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, અમે ખૂબ જ મહેનત કરીને એક્સપર્ટ ઓપિનિયન દ્વારા પોલિસી તૈયાર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પણ અમારી કામગીરીની નોંધ લીધી છે.

પાર્કિંગ પોલિસી લાગુ થયા બાદ ટ્રાફિકમાં થોડી રાહત જોવા મળી
સુરત કોર્પોરેશન નો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે જોતા અનેક પડકારો સામે ઊભા થઈ રહ્યા છે. સુરત શહેરની અંદર જે રીતે વસ્તી વધારો થઈ રહ્યો છે તેની સામે મોટા પ્રમાણમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત કોર્પોરેશન દ્વારા ગજુરાતમાં પ્રથમ પાર્કિંગ પોલિસીનો અમલ કરવામાં આવ્યો તેના થકી શહેરમાં ટ્રાફિકમાં થોડી રાહત જોવા મળી છે. સુરતની પાર્કિંગ પોલીસે હવે સમગ્ર રાજ્યના મોટા શહેરોમાં લાગુ કરવા માટે રાજ્યના પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગે તૈયારી દર્શાવી છે.

મોટાભાગના સ્થળ ઉપર પાર્કિંગ પોલિસી અમલમાં
સુરત શહેરમાં ઓફ રોડ, ઓન રોડ, મલ્ટી લેયર, શેરિંગ પાર્કિંગ માટેની અલાયદી વ્યવસ્થા કરી હતી. સુરતમાં ટ્રાન્સપોર્ટેશનને લઈને અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી હતી. સુરતમાં વાહનોને કારણે ટ્રાફિકજામ અને અકસ્માતના બનાવો પણ બની રહ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનની ટીમ દ્વારા તમામ સ્ટેટ હોલ્ડર્સ સાથે વિસ્તૃત ચર્ચા કરીને પાર્કિંગ પોલિસી 2019માં અમલમાં મૂકી હતી. આઠ મીટરથી ઓછી પહોળાઈવાળા રસ્તાઓને બાદ કરતાં મોટાભાગના સ્થળ ઉપર પાર્કિંગ પોલિસી અમલમાં લાવવામાં આવી હતી.

સુરતમાં કુલ 83 જેટલા પાર્કિંગ સ્લોટ છે
સુરત કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરની અંદર 83 જેટલા પાર્કિંગ સ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. પાર્કિંગ પોલિસી અંતર્ગત એક્સપર્ટના ઓપિનિયન લીધા બાદ નિર્ણય લેવાયો હતો. ઓફ સ્ટ્રીટ, ઓન સ્ટ્રીટ, મલ્ટી લેવલ કોમર્શિયલ પાર્કિંગની વ્યવસ્થા કરી છે. જેમાં 43 ઓન સ્ટ્રીટ, ઓફ સ્ટ્રીટ પાર્કિંગ વ્યવસ્થા છે અને 11 મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેના કારણે શહેરમાં રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ થવાના કિસ્સાઓ ખૂબ ઓછા થઈ ગયા છે. આ સાથે ટ્રાફિકજામ અને અકસ્માતની ઘટનામાં નોંધનીય રીતે ઘટાડો થયો છે.

માસ ટ્રાન્સપોર્ટેશન તરફ લોકોને લઈ જવા માટે મહત્વની ભૂમિકા
સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે અમે ખૂબ જ મહેનત કરીને એક્સપર્ટ ઓપિનિયન દ્વારા પોલિસી તૈયાર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પણ અમારી કામગીરીની નોંધ લીધી છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા હવે સમગ્ર રાજ્યના મોટા શહેરોમાં આ પોલિસી અમલી કરવા માટેનો નિર્ણય લેવાયો છે. પાર્કિંગ પોલીસે થકી ટ્રાફિક સમસ્યા નિવારવા અને માસ ટ્રાન્સપોર્ટેશન તરફ લોકોને લઈ જવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે.

આગામી દિવસોમાં પાર્કિંગ પોલિસી વધુ યોગ્ય રીતે આગળ વધારાશે
સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે પાર્કિંગ પોલીસ થકી શહેરમાં ટ્રાફિક સમસ્યાને મહદઅંશે ઓછી કરવામાં સફળતા મળી છે તેની સાથોસાથ આવક પણ ખૂબ સારી થઈ રહી છે. અત્યાર સુધીમાં 10 કરોડ જેટલી આવક પાર્કિંગ પોલિસી થકી થઇ છે. વધુમાં વધુ કોર્પોરેશનને આવક થાય તેવા હેતુથી અમે આગામી દિવસોમાં પાર્કિંગ પોલિસી વધુ યોગ્ય રીતે આગળ વધારીશું.