"સ્પેશ્યલ-26" ફિલ્મી સ્ટાઈલથી લૂંટ:9 લોકો આવકવેરા વિભાગના અધિકારી બની જ્વેલરી શોપ પર દરોડો પાડ્યો; રૂપિયા 20 લાખની લૂંટ ચલાવી,

"સ્પેશ્યલ-26" ફિલ્મી સ્ટાઈલથી લૂંટ:9 લોકો આવકવેરા વિભાગના અધિકારી બની જ્વેલરી શોપ પર દરોડો પાડ્યો; રૂપિયા 20 લાખની લૂંટ ચલાવી,

અંદરથી ગેટ બંધ કરી ફોન લઈ લેવામાં આવ્યા અને બનાવટી રીતે દરોડો પાડીને ફક્ટ ગોલ્ડ જ્વેલરી અને ફેક્ટરીમાંથી રોકડ જપ્ત કરાઈ

 

મહારાષ્ટ્રના પુણે શહેરમાં અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ સ્પેશ્યલ-26 ની સ્ટાઈલ લૂટ કરતી એક ટોળકી પોલીસની ઝપટમાં આવી ગઈ છે. પોલીસે આ ગેંગના 9 લોકોની ધરપકડ કરી લીધી છે. આ ગેંગ આવક વેરા વિભાગના અધિકારી બનીને એક જ્વેલરી શોપ પર દરોડો પાડ્યો હતો અને રૂપિયા 20 લાખ રોકડ અને 30 ગ્રામની ગોલ્ડ જ્વેલરી પોતાની સાથે લઈ ગયા હતા. જોકે, ટોળકી ત્યાંથી ગયા બાદ દુકાનના માલીકને ફેક રેડની જાણકારી મળી હતી અને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. 48 કલાકમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ ઘટના શહેરના ભારતી વિદ્યાપીઠ વિસ્તારમાં બની હતી. પોલીસ સ્ટેશન પાસેથી મળેલી માહિતી પ્રમાણે ફરિયાકર્તા નંદકિશોર વર્મા સોના અને ચાંદીના આભૂષણ બનાવવાનું કામ કરે છે. તેઓ પુણેના લગભગ તમામ જ્વેલરી શોપમાં પોતાનો માલ-સામાન સપ્લાય કરે છે. તેઓ ટૂંક સમયમાં પુણેમાં એક મોટો શોરૂમ ખોલવાની તૈયારી કરી રહ્યા હતા, આ અંગે આરોપીઓ પૈકી કોઈ એક વ્યક્તિને જાણ થઈ હતી અને તેણે ફિલ્મી સ્ટાઈલમાં લૂટનું આયોજન કર્યું.

દરવાજા બંધ કરી તમામને ફોન જપ્ત કરી લીધા
ગુરુવારે (26 ઓગસ્ટ) આશરે આશરે એક ડઝન લોકોએ વર્માની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. અંદરથી ગેટ બંધ કરી તમામના ફોન લઈ લેવામાં આવ્યા અને બનાવટી રીતે દરોડો પાડીને ફક્ટ ગોલ્ડ જ્વેલરી અને ફેક્ટરીમાં રાખવામાં આવેલા રોકડ જપ્ત કરી લેવામાં આવી હતી.

જોકે, શરૂઆતમાં તો કોઈને આશંકા ન થઈ, પણ ત્યારબાદ ફક્ત ગોલ્ડ જ્વેલરી લી ગયાના જાણકારી મળ્યા બાદ ફેક્ટરીના માલિકને દરોડાને લઈ કંઈક અયોગ્ય થયાની આશંકા થઈ. જ્યારે તેમણે આવક વેરા વિભાગ પાસેથી આ અંગે પુષ્ટી કરવામાં આવી ત્યારે માલુમ થયું કે આવી કોઈ જ રેડ તેમના તરફથી થઈ નથી. ત્યારબાદ તેઓ પોલીસ પાસે પહોંચ્યા હતા.

DCP સાગર અપ્ટિલે જણાવ્યું કે રેડ કરનારા આરોપીઓ જ્વેલરી અને કેશ સાથે નંદ કિશોરને પણ પોતાની સાથે લઈ ગયા અને થોડા અંતરે ગયા બાદ તેમને ગાડીમાંથી ઉતારી IT ઓફિસ આવવા કહ્યું. ત્યારબાદ પાટિલ ત્યાં પહોંચ્યા તો સમગ્ર ઘટનાનો ખુલાસો થયો. તપાસ સમયે નંદકિશોરે જણાવ્યું કે તેમણે પોતાના એક મિત્ર વ્યાસ યાદવને નવો શોરૂમ ખોલવા અંગે વાત કહી હતી. ત્યારબાદ પોલીસે વ્યાસની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો.

છેલ્લા કેટલાક મહિનાથી લૂંટ માટે ઘડી રહ્યા હતા યોજના
આ સંપૂર્ણ લૂંટનો માસ્ટરમાઈન્ડ વ્યાસ યાદર જ હતો. તેણે પોલીસને જણાવ્યું કે તેને એવું લાગી રહ્યું હતું કે નંદ કિશોર પાસે ઘણા પૈસા છે. યાદવના મતે તે લૂટનું આયોજન છેલ્લા કેટલાક મહિનાથી કરી રહ્યો હતો. તેમા સામેલ અનેક લોકો તેના મિત્રો અને કેટલાક ચોર વ્યવસાય સાથે જોડાયેલા હતા. DCP સાગર અપ્ટિલનું કહેવું છે કે તેઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે શું તેમણે અન્ય કોઈ પ્રકારની લૂંટ ચલાવી હતી કે નહીં?