વિદેશમાં ડંકો : મહેસાણાના નાના એવા ગામનો યુવાન સૌથી નાની વયે બન્યો આર્મિનિયન-રશિયન ઈન્ટરનેશનલ યુનિ.નો VC, PM મોદીના દુભાષિયા તરીકે પણ કર્યું છે કામ

વિદેશમાં ડંકો : મહેસાણાના નાના એવા ગામનો યુવાન સૌથી નાની વયે બન્યો આર્મિનિયન-રશિયન ઈન્ટરનેશનલ યુનિ.નો VC, PM મોદીના દુભાષિયા તરીકે પણ કર્યું છે કામ

  • આર્મિનિયન-રશિયન ઈન્ટરનેશનલ યુનિ.ના VC સતલાસણાના નવાવાસ-રાજપુરના વતની
  • ડો.અશોક પટેલ 30 વર્ષ અને 8 મહિનાની ઉંમરે બન્યા વાઈસ ચાન્સેલર
  • મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના નાનકડા એવા નવાવાસ-રાજપુરના વતની ડો.અશોક પટેલે સૌથી નાની વયે આર્મિનિયન-રશિયન ઈન્ટરનેશનલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનવાનો રેકોર્ડ કર્યો છે. ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સૌથી નાની વયે VC બનનારની યાદીમાં સૌથી પહેલા નંબર પર છે.

    સૌથી નાની વયે VC બનેલો પહેલો ભારતીય
    ડો.અશોક પટેલની 21 જાન્યુઆરી 2021ના રોજ વાઈસ ચાન્સેલર તરીકે નિયુક્તિ થઈ હતી. આ સમયે તેમની ઉંમર 30 વર્ષ અને 8 મહિના હતી. આમ એક ભારતીય તરીકે સૌથી નાની વયે VC બનવાનો વિક્રમ પોતાના નામે કર્યો હતો.

  • ડો. અશોક પટેલે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં પણ અરજી કરી
    ડો. અશોક પટેલે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં પણ અરજી કરી છે. દુનિયામાં સૌથી નાની વયે વાઈસ ચાન્સેલર બનવાનો રેકોર્ડ ડો.ક્રિષ્ના એન.શર્માના નામે છે. તેઓએ 32 વર્ષ 6 મહિના અને 15 દિવસની ઉંમરે આ રેકોર્ડ કર્યો હતો.
  • PM મોદીથી લઈ અજીત ડોભાલના દુભાષિયા બન્યા હતા
    રશિયામાંથી MBBS કરનારા ડો. અશોક પટેલ રેડિયોલોજીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. રશિયાની ઓરેનબર્ગ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે સાથે તેઓ ભારતીય વિદ્યાર્થીઓના રિપ્રેઝેન્ટેટિવ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. માત્ર એટલું જ નહીં, વડાપ્રધાન મોદી જેટલીવાર રશિયાના પ્રવાસે ગયા એટલીવાર પીએમના ડેલિગેશનના ટ્રાન્સલેટર પણ રહી ચૂક્યા છે. તેઓ 2015માં મોસ્કો, 2017માં સેન્ટ પીટર્સબર્ગ, 2019માં વ્લાદીવોસ્તોકમાં પીએમની મુલાકાત દરમિયાન ટ્રાન્સલેટર રહ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ટ્રાન્સલેટર પણ રહી ચૂક્યા છે.
  • ગામડાઓમાં ખૂબ જ શક્તિઓ છુપાયેલી છેઃ ડો.અશોક પટેલ
    ડો.અશોક પટેલે જણાવ્યું કે, માતા-પિતાના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી આ શક્ય બન્યું છે. ભારતના નાના નાના ગામડાઓમાં ખૂબ જ શક્તિઓ છુપાયેલી છે. બસ આપણે આપણા પર ભરોસો અને મહેનતથી ધ્યેય પાર પાડી શકીએ. લક્ષ્ય હંમેશા ઉંચુ રહેવું જોઈએ. મારા જેવા ઘણાં ભારતીયો વિદેશમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. આવી જ રીતે ભવિષ્યમાં પણ વિદેશમાં ભારતનો ડંકો વગાડતા રહેશે.
  •