વ્યવસાયિક સરોગસી:ભારતમાં ભાડાની કૂખનો વાર્ષિક વેપાર 3 હજાર કરોડ રૂ.થી વધુ, પ્રતિબંધની શક્યતા

વ્યવસાયિક સરોગસી:ભારતમાં ભાડાની કૂખનો વાર્ષિક વેપાર 3 હજાર કરોડ રૂ.થી વધુ, પ્રતિબંધની શક્યતા

ગુજરાતના આણંદમાં તે ગરીબીમાંથી બહાર નીકળવાનું સાધન બની

પિંકી મેકવાનને ચાર મહિનાનો ગર્ભ છે. તેના પેટમાં જોડિયા બાળકો ઉછરી રહ્યા છે. તે થાક અને આળસ અનુભવે છે. રોશની ઝગમગાતા હૉલમાંથી બાથરૂમ તરફ જઈને ચહેરો ધુએ છે. આ ઉપરાંત 46 બીજી મહિલા પણ આ બાથરૂમનો ઉપયોગ કરે છે. તે બધી જ પોતાની કૂખ ભાડે આપે છે. એટલે કે, તેઓ સરોગેટ મધર છે, જે બીજાના બાળકોને જન્મ આપે છે. પિંકી છેલ્લા ચાર મહિનાથી ગુજરાતના આણંદ શહેરમાં આકાંક્ષા હોસ્પિટલના બેઝમેન્ટમાં રહે છે.

અમૂલ દૂધ માટે જાણીતું આણંદ ભારતની બેબી ફેક્ટરી પણ કહેવાય છે. એક જૂના અભ્યાસ પ્રમાણે, ભારતમાં સરોગેસી મધરનો વાર્ષિક વેપાર રૂ. 3 હજાર કરોડનો છે. કદાચ આ કારણથી વ્યવસાયિક સરોગસી પર પ્રતિબંધ મૂકવાની હિલચાલ ચાલી રહી છે. થોડા મહિના પહેલા 24 વર્ષીય પિંકી એક ગારમેન્ટ ફેક્ટરીમાં રૂ. સાત હજારના માસિક વેતને કામ કરતી. વીસ વર્ષની વયે તેના લગ્ન નજીકના ગામમાં એક સિક્યોરિટી ગાર્ડ સાથે થયા હતા, પરંતુ 2019માં તેણે ઘર છોડીને તે ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતી હતી. ત્યાર પછી 2020માં કોરોના મહામારીની પહેલી લહેરમાં લૉકડાઉનના કારણે તેની ગારમેન્ટ ફેક્ટરી બંધ થઈ ગઈ.

ઓક્ટોબરમાં પિંકી દેશની મોટા સરોગેટ હોસ્પિટલ આકાંક્ષામાં આવી. આ હોસ્પિટલમાં સરોગેટ મહિલાઓને એક બાળકના સફળ પ્રસવ પછી થોડા હપ્તામાં રૂ. 4.66 લાખ અપાય છે. ગર્ભપાત થાય તો મહિલાને તે પ્રક્રિયા સુધી મળેલી રકમ સિવાય વધારાના રૂ. દસ હજાર મળે છે. જોડિયા બાળકોના કારણે પિંકીને આશરે રૂ. 5.54 લાખ મળશે. એગ ડોનેશન માટે પણ તેને વધારાના રૂ. 18 હજાર મળ્યા છે.

વર્ષ 2020માં સરોગસી કાયદાને કાયદેસરતા આપ્યા પછઈ દેશમાં હજારો મહિલાઓએ બીજા માટે બાળકો પેદા કરીને કમાણી કરી છે. 2022માં સામા રિસોર્સ ગ્રૂપ, દિલ્હીના અનુમાન પ્રમાણે, ભારતમાં સરોગસીનો વાર્ષિક વેપાર રૂ. 30 અબજથી પણ વધુ છે કારણ કે, દેશમાં ત્રણ હજારથી વધુ ફર્ટિલિટી ક્લિનિક છે. સામાએ આ અભ્યાસ યુએન સાથે સંયુક્ત રીતે કર્યો છે.

આકાંક્ષામાં ભરતી અનેક મહિલાઓ પહેલા ઘરેલુ કામ, મજૂરી કે નાની ફેક્ટરીઓમાં નોકરી કરતી હતી. તે સરોગસીથી મળેલા પૈસાથી સારા ભવિષ્યના સપનાં જુએ છે. મોટા ભાગની સરોગેટ મહિલાઓ ગ્રામીણ વિસ્તારની અને ગરીબ છે. મહામારીમાં નોકરી ગુમાવનારી અનેક શિક્ષિત મહિલાઓ પણ આકાંક્ષા હોસ્પિટલમાં એગ ડોનર કે સરોગેટ મધર બનવા આવી ચૂકી છે. આકાંક્ષા હોસ્પિટલના ફાઉન્ડર ડૉ. નયનતારા પટેલે 2003માં પ્રેક્ટિસ શરૂ કરી હતી. ત્યાર પચી ભારતમાં આનંદ શહેર કોમર્શિયલ સરોગસીનું અગ્રણી કેન્દ્ર બની ગયું. આંતરરાષ્ટ્રીય મીડિયામાં રિસર્ચ અને ઈનોવેશન માટે આકાંક્ષાના વખાણ પણ થયા.

કેટલીક મહિલાઓ સીધી ક્લિનિક પર આવે છે, પરંતુ ડૉ. પટેલે 20 કેરટેકર મહિલાઓનું જૂથ બનાવ્યું છે, જે સંભવિત સરોગેટ મધરની શોધખોળમાં મદદ કરે છે. સરોગેટ અને સંતાન ઈચ્છતા માતાપિતા વચ્ચે કરાર કરાવનારા મુંબઈના વકીલ અમિત કારખાનિસ કહે છે કે, દેશમાં સરોગસીની ઈન્ડસ્ટ્રી ચરમસીમાએ છે. અહીં દર વર્ષે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઈઝરાયલ સહિત અનેક સંપન્ન દેશના સેંકડો ક્લાયન્ટ આવે છે. દેશમાં મોટાભાગના ફર્ટિલિટી ક્લિનિક સરોગેટની શોધ માટે એજન્ટોનો ઉપયોગ કરે ચે. એજન્સીઓ કે ક્લિનિક માટે કોઈ કાયદાકીય નિયમો નથી.

ફક્ત ગાઈડલાઈન છે. એજન્ટો પોતાની રીતે કામ કરે છે એટલે આ ઈન્ડસ્ટ્રી વિવાદોમાં છે. મહિલાઓને હોસ્ટેલમાં રાખવા, ઓછા પૈસા આપવા અને આરોગ્ય સંબંધિત જોખમ અંગે પૂરતી માહિતી નથી અપાતી. 2014માં એક ઓસ્ટ્રેલિયન દંપતિએ સરોગેટથી જન્મેલા જોડિયા બાળકોમાંથી એકને નહીં સ્વીકાર્યા પછી આ મુદ્દો સંસદમાં ઉઠ્યો હતો. ત્યાર પછી સંસદે સરોગસીને ફક્ત ભારતીય દંપતિ પૂરતું સીમિત કર્યું હતું.

કારખાનિસ કહે છે કે, મેં આ ઈન્ડસ્ટ્રીને વધતી અને નીચે આવતી જોઈ છે. આ ઈન્ડસ્ટ્રી ચરમસીમાએ હતી, ત્યારે મેં દર વર્ષે 200 કરાર કરાવ્યા હતા. દર સપ્તાહે 15 વિદેશી ક્લાયન્ટ આવતા. જોકે, આજકાલ હું વર્ષે ફક્ત 20 કરાર કરાવુ છું.

સરોગસી ઈન્ડસ્ટ્રીમાં ગરીબ મહિલાઓનું શોષણ
અમેરિકા, રશિયા અને યુક્રેનના કેટલાક પ્રાંતોની જેમ ભારત એ ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ છે, જ્યાં વ્યવસાયિક સરોગસી કાયદેસર છે. આ પ્રક્રિયાને લગતા નૈતિક મુદ્દાના કારણે વ્યવસાયિક સરોગસી પ્રતિબંધિત થઈ શકે છે. સંસદમાં રજૂ એક બિલમાં સમલૈંગિક દંપતિ અને એકલી મહિલાને સરોગસીથી સંતાન મેળવવા પર રોક લાગી શકે છે.

સાંસદોનો તર્ક છે કે, આ ઈન્ડસ્ટ્રીમાં ગરીબ મહિલાઓનું શોષણ થાય છે. નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી છે કે, આવા પ્રતિબંધોથી મહિલાઓના ગરીબીમાંથી બહાર નીકળવાનો રસ્તો અટકી જશે. પછી આ વેપાર ચોરી-છૂપીથી ચાલશે. ડાકોરની 34 વર્ષીય સવિતા વસાવા કહે છે કે, વ્યવસાયિક સરોગસી પર રોક અમારા જેવા ગરીબો માટે ઠીક નથી. હું ફરી મારી કોખ ભાડે આપવાની છું. હું મારી પુત્રીના લગ્ન માટે પૈસા ભેગા કરુ છું.