કાનૂની દાવપેચ : 12580 કરોડ વસૂલવા ફ્રાન્સમાં ભારતની 20 સંપત્તિ જપ્ત થશે, કેર્ન એનર્જી વિવાદમાં ફ્રાન્સની કોર્ટનો આદેશ

કાનૂની દાવપેચ : 12580 કરોડ વસૂલવા ફ્રાન્સમાં ભારતની 20 સંપત્તિ જપ્ત થશે, કેર્ન એનર્જી વિવાદમાં ફ્રાન્સની કોર્ટનો આદેશ

 
  • કેન્દ્રએ કહ્યું- આદેશ મળ્યા પછી કાનૂની જવાબ આપીશું
  • બ્રિટિશ કંપની કેર્ન એનર્જી સાથેના ટેક્સ વિવાદમાં ભારત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ફ્રાન્સની એક કોર્ટે પેરિસમાં ભારત સરકારની 20 સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો છે. હકીકતમાં આર્બિટ્રેશન કોર્ટે કેર્નને ભારત પાસેથી રૂ. 1.7 અબજ ડૉલર એટલે કે રૂ. 12,580 કરોડનું વળતર વસૂલવાનો અધિકાર આપ્યો હતો. આ આદેશનું પાલન નહીં કરવા બદલ ફ્રેન્ચ કોર્ટે સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો છે.

    જોકે, ભારત સરકારના મતે કોઈ કોર્ટે ભારતને હજુ સુધી આવો કોઈ આદેશ મળ્યો નથી. બીજી તરફ, આ કેસ સાથે સંકળાયેલા ત્રણ લોકોએ કહ્યું કે, પેરિસમાં ભારતની જે સંપત્તિ જપ્ત કરવાનો આદેશ અપાયો છે, તેમાં મોટા ભાગના ફ્લેટ છે. તેની કિંમત આશરે રૂ. 177 કરોડ છે. ફ્રેન્ચ કોર્ટે 11 જૂને કેર્ન એનર્જીને ભારત સરકારની સંપત્તિઓ ટેકઓવર કરવાની મંજૂરી આપી હતી અને 7 જુલાઈએ તેની કાયદેસરની કાર્યવાહી પૂરી થઈ ગઈ.

    મધ્ય પેરિસમાં આવેલા આ ફ્લેટમાં રહેતા લોકોને કેર્ન એનર્જી હજુ બેદખલ નથી કરી શકી, પરંતુ કોર્ટના આદેશ પછી જ ભારત સરકાર આ ફ્લેટ વેચી નહીં શકે. એક આર્બિટ્રેશન કોર્ટે ડિસેમ્બરમાં ભારત સરકારને આદેશ કર્યો હતો કે, તમે કેર્ન એનર્જીને દંડ અને વ્યાજ સહિત કૂલ રૂ. 12,580 કરોડ ચૂકવો, પરંતુ ભારત સરકારે તે આદેશ માનવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યાર પછી કેર્ન એનર્જીએ ભારત સરકારની સંપત્તિ જપ્ત કરીને આ રકમ વસૂલ કરવા વિદેશી કોર્ટોમાં અપીલ કરી હતી.

    કેર્ન એનર્જી એર ઇંડિયાના વિમાન પણ જબ્ત કરવા ઇચ્છે છે ભારત સરકારે કહ્યું છે કે, અમને ફ્રાન્સની કોઈ કોર્ટની આવી નોટિસ, આદેશ કે સૂચના નથી મળી. સરકાર તથ્યોની તપાસ કરી રહી છે. કોઈ નોટિસ મળશે તો કાયદાકીય નિષ્ણાતો સાથે ચર્ચા કરીને પગલાં લેવાશે.