દર સપ્તાહે Amazonના વેરહાઉસમાં નષ્ટ કરાઈ રહી છે 1.30 લાખ પ્રોડક્ટસ; જેમાં મોંઘાં આઇપેડ- સ્માર્ટટીવીનો પણ સમાવેશ

દર સપ્તાહે Amazonના વેરહાઉસમાં નષ્ટ કરાઈ રહી છે 1.30 લાખ પ્રોડક્ટસ; જેમાં મોંઘાં આઇપેડ- સ્માર્ટટીવીનો પણ સમાવેશ

  • કર્મચારીઓને આ ચીજો નષ્ટ કરવા માટે 130,000 વસ્તુનો વીકલી ટાર્ગેટ આપવામાં આવી રહ્યો છે
  • એમેઝોને એક વર્ષમાં 3 મિલિયનથી વધુ પ્રોડક્ટસને નષ્ટ કરી
  • સ્કોટલેન્ડના એક એમેઝોન વેરહાઉસ દર વર્ષે વેચાયા વિનાની લાખો પ્રોડક્ટસને નષ્ટ કરી દે છે. બ્રિટન સમાચાર આઉટલેટ આઈટીવીની એક તપાસમાં આ જાણવા મળ્યું છે. આઈટીવીએ સ્કોટલેન્ડના ડનફર્મલાઇનમાં એમેઝોનના વેરહાઉસની અંદર મળેલા સિક્રેટ ફૂટેજ જાહેર કર્યા છે. ફૂટેજમાં લેપટોપ, સ્માર્ટ ટીવી, જ્વેલરી, હેડફોન, બુક્સ અને ફેસ માસ્કને 'ડિસ્ટ્રોય' બોક્સમાં લોડ કરવામાં આવી રહ્યાં છે.
  • ચીજો નષ્ટ કરવા માટે 130,000 વસ્તુનો વીકલી ટાર્ગેટ
    એમેઝોનના એક પૂર્વ કર્મચારી આઈટીવી સાથેની વાતમાં જણાવ્યું હતું કે વેરહાઉસના કર્મચારીઓને આ ચીજો નષ્ટ કરવા માટે 130,000 વસ્તુનો વીકલી ટાર્ગેટ આપવામાં આવે છે. આઈટીવી દ્વારા જોવામાં આવેલા એક ઇન્ટર્નલ મેમો દ્વારા એની પુષ્ટિ કરવામાં આવી, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે એપ્રિલના એક સપ્તાહ દરમિયાન 1,24,000 વસ્તુને 'ડિસ્ટ્રોય'ના રૂપમાં માર્ક કરવામાં આવી હતી. એ જ સપ્તાહમાં 28,000 પ્રોડક્ટસને 'ડોનેટ' તરીકે માર્ક કરવામાં આવી હતી.
  • એક પૂર્વ કર્મચારીએ આઈટીવીને જણાવ્યુ હતું કે જે વસ્તુઓને ડિસ્ટ્રોય કરવામાં આવી રહી છે એનું કોઈ કારણ સામે આવ્યું નથી. ડિસ્ટ્રોય કરવામાં આવી રહેલી વસ્તુઓમાં મેમબુક અને આઇપેસ તથા 20,000 covid (ફેસ) માસ્ક પણ નજરે પડે છે. તેમણે કહ્યું હતું કે નષ્ટ કરવા માટે માર્ક્ડ કરવામાં આવેલી વસ્તુઓમાંથી લગભગ અડધી હજી પણ તૂટેલી-ફૂટેલી રેપરમાં હતી, જ્યારે બાકીની સારી સ્થિતિમાં પરત મોકલવામાં આવી હતી. એમેઝોનના એક સ્પોકપર્સને ઇન્સાઇડરને જણાવ્યું હતું કે ડનફર્મલાઇન આખા યુકે માટે ડિસ્ટ્રો માર્ક્ડ દરેક પ્રોડક્ટસને જુએ છે
  • એમેઝોને એક વર્ષમાં 3 મિલિયનથી વધુ પ્રોડક્ટસને નષ્ટ કરી
    જો એની 1.30,000 વીકલી એવરેજ છે, તો એ દર વર્ષે ડિસ્ટ્રોય કરવા માટે માર્ક્ડ 6 મિલિયનથી વધુ પ્રોડક્ટસને સામેલ કરશે. 2019માં ફ્રાન્સમાં અંડરકવર પત્રકારોએ જાણ્યું કે એમેઝોને એક વર્ષમાં 3 મિલિયનથી વધુ પ્રોડક્ટસને નષ્ટ કરી છે. ITVએ 'ડિસ્ટ્રોય' માર્ક્ડ પ્રોડક્ટસનાં બોકસોને ટ્રકમાં લોડ કર્યા અને રિસાઈકલિંગ સેન્ટરની સાથે સાથે એક લેન્ડફિલ સાઇટ પર લઈ જવામાં આવ્યાં. ઇન્સાઇડરને જણાવવામાં આવેલા એક નિવેદનમાં એમેઝોનના સ્પોક્સપર્સને કહ્યું હતું કે આઈટીવી દ્વારા જણાવવામાં આવેલી લેન્ડફિલ સાઇટ પર એક રિસાઈકલિંગ સેન્ટર હતું.
  • ( Source - Divyabhaskar )
  •