વિશ્વભરનું અવનવું તસવીરોમાં:પોતાનો હાથ પતિના હાથ સાથે હાથકડીથી બાંધીને 123 દિવસ સાથે રહ્યાં પછી પણ પત્નીને વાંધો પડ્યો કે મને ‘I Miss U’ ના કહ્યું!

વિશ્વભરનું અવનવું તસવીરોમાં:પોતાનો હાથ પતિના હાથ સાથે હાથકડીથી બાંધીને 123 દિવસ સાથે રહ્યાં પછી પણ પત્નીને વાંધો પડ્યો કે મને ‘I Miss U’ ના કહ્યું!

યુક્રેનમાં એક યુગલ વચ્ચે મનમેળ નહોતો છતાં લગ્ન ટકાવી રાખવા તેમણે એક અનોખો પ્રયોગ કર્યો. પતિ-પત્નીએ નક્કી કર્યું કે બંને એકબીજાના હાથે હાથકડી પહેરી લે અને સતત સાથે જ રહે. બંનેએ એકબીજાના હાથમાં હાથકડી લગાવી દીધી અને રોજિંદા તમામ કાર્યો સહિત બધે જ બંને સાથે રહેવા લાગ્યાં. 123 દિવસ સુધી પતિ એલેક્ઝાન્ડર કુડલે અને પત્ની વિક્ટોરિયા પુસ્તોવિતોવા સાથે રહ્યાં છતાં બંને વચ્ચે મનમેળ ન થયો એ ના જ થયો. સતત પતિના હાથ સાથે પોતાના હાથમાં હાથકડી બાંધીને સાથે રહેલી પત્નીએ કહ્યું કે મને લાગ્યું નહીં કે તે (પતિ) મારા પર ધ્યાન આપતો હોય. તેણે આટલા દિવસમાં એકવાર પણ એમ ન કહ્યું કે ‘આઈ મિસ યુ’, જે સાંભળવા હું તરસતી હતી. કમનસીબે અંતે આ યુગલ હવે અલગ થઈ ગયું છે.

( Source - Divyabhaskar )