પૈસાના દમ પર મનપસંદ દેશના નાગરીક બનો,ખરીદ-વેચાણનો વાર્ષિક કારોબાર 1.8 લાખ કરોડ

પૈસાના દમ પર મનપસંદ દેશના નાગરીક બનો,ખરીદ-વેચાણનો વાર્ષિક કારોબાર 1.8 લાખ કરોડ

  • 70 લાખથી 17 કરોડ સુધીનુ રોકાણ કરી એન્ટિગાથી લઈ બ્રિટન સુધી નાગરિકતા મેળવવી સરળ
  • 71 લાખ રૂપિયામાં અંટીગાની તો 17 કરોડ રૂપિયાના રોકાણમાં બ્રિટનની નાગરિકતા મેળવી શકાય છે
  • વિશ્વના અડધાથી વધુ દેશ મોટા રોકાણના બદલે નાગરિકતા ઓફર કરે છે

લંડન: કોઈપણ દેશની નાગરિકતા હાંસિલ કરવાના અનેક માર્ગો છે. જેમાં એક તો જન્મના આધારે બીજુ દેશમાં લાંબા સમય સુધી કામ કરવાના આધારે નાગરિકતા હાંસિલ કરી શકાય છે. તેમાંય હવે રૂપિયાના જોર પર નાગરિકતા મેળવવાનો ટ્રેન્ડ તેજીથી વધી રહ્યો છે. જો તમારી પાસે સારી એવી રકમ હોય તો તમે રોકાણ કરી મનપસંદ દેશમાં નાગરીક બની શકો છો. બીબીસીના રિપોર્ટ અનુસાર, વિશ્વના અડધાથી વધુ દેશ રોકાણને આકર્ષિત કરવા માટે નાગરિકતા વેચી રહ્યા છે. વિશ્વમાં નાગરિકતાનો કાયદેસર વેપાર વાર્ષિક 2500 કરોડ ડોલર (રૂ. 1.8 લાખ કરોડ)નો છે.
અનેક કંપનીઓ નાગરિકતાના કારોબારમાં સામેલ
વિશ્વમાં 100થી વધુ કંપનીઓ હાલ નાગરિકતાનો કારોબાર કરી રહી છે. જેમાં મોટાપાયે રોકાણ માટે ઈચ્છુક દેશોને મદદ મળે છે. લંડન સ્થિત હેનલી એન્ડ પાર્ટનર્સ આ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. કંપનીના ચેરમેન ક્રિસ્ટિયન કાલનિ જણાવે છે કે, તે દુનિયાના ધનવાનો અને તેમના પરિવારોને જુદા-જુદા દેશોની નાગરિકતા હાંસિલ કરવામાં મદદ કરે છે. નાગરિકતાની સામાન્ય અવધારણા હવે જુની થઈ છે. હવે લોકોએ વિચારસરણી બદલવાની જરૂર છે. જો કોઈ પાસે ટેલેન્ટ અને મૂડી છે.
વનુઆતુના નાગરિક બનો અને વિઝા વિના યુરોપ ફરો
પૈસાના જોર પર કોઈ દેશની નાગરિકતા હાંસિલ કરવાનો અનેક હેતુઓ છે. પેસિફિક આઈલેન્ડ વનુઆતુ લોકોને આકર્ષિત કરી રહ્યો છે કારણકે, ત્યાંનો પાસપોર્ટ હાંસિલ કરનારા વિઝા વિના યુરોપમાં ગમે-ત્યાં હરીફરી શકે છે. આ દેશની નાગરિકતા ખરીદનારા ઘણા એવા છે. જે રોકાણ કર્યા બાદ વનુઆતુ આવ્યા પણ નથી. વિકસિત દેશોમાં રહેવાની ઈચ્છા ધરાવતા લોકો અમેરિકા, કેનેડા, બ્રિટન જેવા દેશોમાં નાગરિકતા લઈ રહ્યા છે. USમાં નાણાંના જોર પર નાગરિકતા હાસિલ કરવા માટે 5થી 10 લાખ ડોલરનુ રોકાણ કરે છે.
નાગરિકતા મેળવવા માટે દેશોનો રેટ લિસ્ટ

દેશકિંમત
અંટીગા એન્ડ બારબુડા0.71
સેંટ કિટ્સ1.06
મોંટેનિગ્રો1.94
પુર્તગાલ2.72
સ્પેન3.9
બુલ્ગારિયા3.97
માલ્ટા7.1
અમેરિકા3.6-7.1
બ્રિટન17.76