દિવાળીના તહેવારોમાં રાત્રે 8 થી 10 સુધી ફટાકડા ફોડી શકાશે: લુમ ફોડવા પર પ્રતિબંધ

દિવાળીના તહેવારોમાં રાત્રે 8 થી 10 સુધી ફટાકડા ફોડી શકાશે: લુમ ફોડવા પર પ્રતિબંધ

ચાઇનીઝ તુક્કલ ઉડાડી શકાશે નહીં

વિદેશી ફટાકડાના ધૂમ વેચાણ બાદ પોલીસે આયાત અને વેચાણ પર પ્રતિબંધ ફારમાવ્યો

અમદાવાદ,તા. 23,ઓટોબર, 2019, બુધવાર

સુપ્રિમ કોર્ટેના નિર્દેશ  મુજબ  ફટાકડા ફોડવાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને તેમજ  જાહેર જનતાની સલામતી માટેે દિવાળીના તહેવારોમાં રાત્રે ૮ાૃથી ૧૦ વાગ્યા સુાૃધી જ ફટાકડા ફોડી શકાશે અને  ફાટકડાની લુમ ફોડવા પર પોલીસ કમિશરને પ્રતિબંાૃધ ફરમાવ્યો  છે. આશ્ચર્યની વાત તો એ છે કે વિદેશી ફટાકડાના ધૂમ વેચાણ બાદ પોલીસે ચાઇનીઝ ફટાકડાના આયાત અને વેચાણ પર પ્રતિબંાૃધ  મુક્યો છે.

અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘે વિદેશી ફટાકડાના આયાત અને વેચાણ પર પ્રતિબંાૃધ ફરમાવતું જાહેર નામું બહાર પાડયું છે. જેમાં દિવાળીના તહેવારો દરમિયાન તા. ૪ નવેમ્બર સુાૃધી રાત્રે ૮ ાૃથી ૧૦ સુાૃધી એટલે ક ેબે કલાક જ ફટાકડા ફોડી શકાશે તેમજ સિરીઝમાં જાડાયેલા ફટાકડા ( ફટાકડાની લુમ) ફોડી શકાશે નહી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહી આવા મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા હોવાાૃથી પ્રદુષણના કારણે રાખી પણ શકાશે નહી ફોડી શકાશે નહી તેમજ વેચાણ કરી શકાશે નહી અને કોઇપણ  પ્રકારના ચાઇનીઝ તુક્કલનુ ઉત્પાદન, વેચાણ તેમજ કોઇપણ સૃથળે  ઉડાડી શકાશે નહી.

હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસૃથાઓ ાૃધાર્મિક સૃથળોની ૧૦૦ મીટરની  ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવતા હોવાાૃથી કોઇપણ ફટાકડા ફોડી શકાશે નહી, ઉપરાંત લોકોને અગવડ ઉભી ના ાૃથાય માટે તે હેતુસર બજારો, શેરીઓ લગીઓ અને જાહેર રસ્તા પર ફટાકડા ફોડી શકાશ નહી,  તેમજ પેટ્રોલ પંપ ગેસના ગોદામો નજીક  સળગી  ઉઠે તેવા પાદાાૃર્થોના  ગોડાઉન નજીક ફટાકડા ફોડી શકાશે નહી.