વિદેશી કંપનીઓ ભારતમાં પેટ્રોલ પંપ નાંખી શકશે: મોલમાં પેટ્રોલ-ડીઝલ મળશે!

વિદેશી કંપનીઓ ભારતમાં પેટ્રોલ પંપ નાંખી શકશે: મોલમાં પેટ્રોલ-ડીઝલ મળશે!

ફયુઅલ રિટેલ સેક્ટરમાં છેલ્લા બે દાયકામાં સૌૈથી મોટો સુધારો

પેટ્રોલ પંપ શરૂ કરવાના નિયમો હળવા બનાવાયા ૨૫૦ કરોડની નેટવાૃર્થ ધરાવતી કંપની કેટલીક શરતોને આિાૃધન પેટ્રોલ પંપ ખોલી શકશે

નવી દિલ્હી, તા. ૨૩

ફયુઅલ રિટેલ સેક્ટરમાં છેલ્લા બે દાયકામાં સૌૈાૃથી મોટો સુાૃધારો કરતા સરકારે નવા પેટ્રોલ પંપ શરૃ કરવાના નિયમો હળવા બનાવ્યા છે. આ ઉપરાંત નોન ઓઇલ કંપનીઓને પણ પેટ્રોલ પંપ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયને કારણે ખાનગી અને વિદેશી કંપનીઓ પણ ભારતમાં નવા પેટ્રોલ પંપ શરૃ કરી શકશે. 

હાલમાં ભારતમાં ફયુઅલ રિટેઇલિંગ લાયસન્સ મેળવવા માટે કંપનીને હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન અને પ્રોડ્કશન, રિફાઇનિંગ, પાઇપલાઇન્સ કે લિક્વિફાઇડ નેચરલ ગેસ(એલએનજી) ટર્મિનલમાં ૨૦૦૦ કરોડ રૃપિયાનું રોકાણ કરવાનું હોય છે. 

જોે કે હવે નવા નિયમ પ્રમાણે ૨૫૦ કરોડ રૃપિયાની નેટવાૃર્થ ાૃધરાવતી કંપની કેટલીક શરતોને આાૃધીન પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરી શકશે. તેમને પાંચ વર્ષની અંદર પાંચ  ટકા પેટ્રોલ પંપ ગ્રામીણ વિસ્તારોમાં ખોલવા પડશે. આ ઉપરાંત તેમને ત્રણ વર્ષની અંદર સીએનજી, એલએનજી, બાયોફયુઅલ કે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ પૈકી કોઇ એકની સુવિાૃધા આપતા એકમની પણ રચના કરવી પડશે. 

આ સાાૃથે જ વિદેશની જેમ મોટા શોપિંગ મોલ અને અને રિટેલ શોપમાં પેટ્રોેલ-ડીઝલનું વેચાણ થશે. 

આ અંગેની વિગતો આપતા માહિતી અને પ્રસારણ પ્રાૃધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણય ઇંાૃધણના રિટેલ સેક્ટરમાં સ્પાૃર્ધા વાૃધશે. દેશમાં હાલમાં કુલ ૬૫૦૦૦ પેટ્રોલ પંપ કાર્યરત છે. જે પૈકી મોટા ભાગના પેટ્રોલ પંપની માલિકી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, એચપીસીએલ અને બીપીસીએલની છે. 

આ બજારમાં ખાનગી સેક્ટરની કંપનીઓના પેટ્રોલ પંપોની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, નાયરા એનજી(અગાઉ એસ્સાર ઓઇલ) અને રોયલ ડચ શેલનો સમાવેશ ાૃથાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પેટ્રોલ પંપની સંખ્યા ૧૪૦૦ની આસપાસ છે. 

હાલમાં દેશમાં ઇન્ડિયન ઓઇલના ૨૭,૯૮૧, એચપીસીએલના ૧૫,૫૮૪ અને બીપીસીએલના ૧૫,૦૭૮ પેટ્રોલ પંપ છે. નાયરા એનર્જીના ૫૩૪૪ અને શેલના ૧૬૦ પેટ્રોેલ પંપ છે. 

સરકારના આ નિર્ણયને કારણે ભારતમાં પણ ઓઇલની વૈશ્વિક જાયન્ટ કંપનીઓ ફ્રાન્સની ટોટલ એસએ, સઉદી અરેબિયાની અરામકો, યુકેની બીપીના પેટ્રોલ પંપ જોવા મળશે.