વિદેશના વિઝા-નોકરીની લાલચ આપનારા માટે આંખ ઉઘાડનારો કિસ્સો, અ’વાદી એવું દંપતી ઝડપાયું

વિદેશના વિઝા-નોકરીની લાલચ આપનારા માટે આંખ ઉઘાડનારો કિસ્સો, અ’વાદી એવું દંપતી ઝડપાયું

દુબઈના વિઝા અને ૧.૨૫ લાખના પગાર સાથેની નોકરીની લાલચ આપી વ્યક્તિ દીઠ રૂ.૩ લાખની રકમ ઉઘરાવીને છ જેટલા યુવકો સાથે રૂ.૧૮ લાખની ઠગાઈ આચરનાર મહિલા સૂત્રધાર અને તેના સાગરીત પતિ-પત્નીની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે.

આરોપીઓએ લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા બાદ મુખ્ય સૂત્રધાર બીમારી થઈ ગયાનું બહાનું કાઢી લોકો સાથે ઠગાઈ આચરી હતી. આ મામલે ક્રાઈમબ્રાંચે ગુનો દાખલ કરી બે મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા છે.

ક્રાઈમબ્રાંચની ટીમે શર્લીબહેન ગીલબર્ટ રહે, બ્લોક એમ-૫-૧૦ શાસ્ત્રીનગર,નારણપુરા, યોગેશ શાહ અને તેની પત્ની નીનાબહેન શાહ બંને રહે, પ્રતીક્ષા એપાર્ટમેન્ટ, સોલા રોડની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખૂલેલી વિગત જૂના વાડજના ઉધ્ધવનગરમાં રહેતાં અને ટીસ્ટોલ ચલાવતાં અનીલકુમાર ગીરધરલાલ ભાટીયા (ઉં,૫૦)ને તેઓની દુકાન જે કોમ્પ્લેક્સમાં આવેલી છે તેમાં નોકરી કરતાં યોગેશ શાહએ તમારા સંતાનોને મારા છોકરાની જેમ દુબઈ મોકલી દેજો, ચાની કીટલી પર ના બેસાડતાં તેમ જણાવ્યું હતું.

દુબઈ જવા માટે પ્રોસીજર કરવા અનીલકુમારએ યોગેશ શાહને પૂછપરછ કરી હતી. યોગેશ શાહએ તેની પત્ની નિનાબહેનની મિત્ર શર્લીબહેન દુબઈ મોકલી આપતી હોવાની અને નોકરી પણ ઉંચા પગારની અપાવશે તેમ જણાવ્યું હતું. જેના આધારે શર્લીબહેનના ઘરે ફરિયાદની મુલાકાત કરાવવામાં આવી હતી.

આરોપી શર્લીએ દુબઈમાં ડયૂટી ફ્રી શોપ એરપોર્ટ પર નોકરી અને પગાર સાત દિરહામ ( રૂ.૧.૨૫ લાખ)નો જણાવ્યો હતો. જેના આધારે અનિલકુમારે તેઓના બે પૂત્રને વાત કરતાં બંને દુબઈ જવા તૈયાર થયા હતા. ફરિયાદીના પુત્રએ તેના મિત્રોને પણ આ બાબતે વાત કરી હતી. જે મુજબ છ યુવકએે આરોપી રૂ.૧૮ લાખની રકમ રોક્ડ અને બેંક ખાતા દ્વારા ચૂકવી હતી.

જો કે, દુબઈના વિઝા સમય થવા છતાં ના મળતાં અનિલકુમારએ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. મુખ્ય સૂત્રધાર ઈરફાન દલવી ફરાર છે.