હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર: ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, ફરાર થવા કર્યો હતો પ્રયત્ન

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર: ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, ફરાર થવા કર્યો હતો પ્રયત્ન

હૈદરાબાદ ગેંગરેપ મામલે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઇવે -44 નજીક થયો હતો. પોલીસ, આરોપીને એન.એચ.-44 પર ક્રાઈમ સીન રિક્રિએટ માટે લઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

આપને જણાવી દઈએ કે 27-28 નવેમ્બરના રાત્રે આ ચારેય આરોપીઓએ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની હદ પાર કરી હતી અને પછી તેની ક્રૂર હત્યા કરી હતી. આ મામલાનો દેશભરમાં ઉગ્ર વિરોધ થતા પોલીસ હરકતમાં આવી અને ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. પરંતુ હવે આ આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.