આ 8 દેશોએ બદલી પોતાની કરન્સી, નવું નામ આપ્યું ‘ઇકો’

આ 8 દેશોએ બદલી પોતાની કરન્સી, નવું નામ આપ્યું ‘ઇકો’

પશ્ચિમી આફ્રિકાનાં 8 દેશોએ પોતાની કરન્સીનું નામ બદલીને ‘ઇકો’ કરવાનો નિર્ણય લીધો છે. આ દેશોએ ઉપનિવેશ કાળનાં શાસક ફ્રાન્સથી વર્તમાન મુદ્રા ‘સીએફએ ફ્રેંક’ને અલગ કરવાનો નિર્ણય લીધો છે. સીએફએ ફ્રેંક શરૂઆતમાં ફ્રાન્સની કરન્સી ફ્રેંક સાથે જોડાયેલી હતી. ત્યારબાદ લગભગ 2 દશક પહેલા આને યૂરો સાથે જોડવામાં આવી હતી.

પશ્ચિમી આફ્રિકાનાં બેનિન, બુર્કિના ફાસો, ગિની બસાઉ, આઇવરી કોસ્ટ, માલી, નાઇઝર, સેનેગલ અને ટોગો અત્યારે આ મુદ્રાનો ઉપયોગ કરી રહ્યા છે. આમાંથી ગિની બસાઉને છોડીને બાકીનાં તમામ દેશ ફ્રાન્સનાં ઉપનિવેશ હતા.

ત્રણ મોટા બદલાવોની જાહેરાત

આ જાહેરાત ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ એમેનુએલ મૈક્રોંની આઇવરી કોસ્ટની યાત્રા દરમિયાન શનિવારનાં કરવામાં આવી. આઇવરી કોસ્ટનાં રાષ્ટ્રપતિ એલાસ્સાને ઓઉત્તારાએ દેશની આર્થિક રાજધાની આબિદજાનમાં ત્રણ મોટા બદલાવોની જાહેરાત કરી. આમાં કરન્સીનું નામ બદલવું, ફ્રાન્સનાં ખજાનામાં 50 ટકાથી વધારે નાણાંકીય ભંડાર રાખવો અને મુદ્રા સંબંધિત કોઇપણ પ્રકારનો ફ્રાન્સનો હસ્તક્ષેપ રોકવાનું સામેલ છે.

મૈંક્રોએ આને ઐતિહાસિક સુધાર ગણાવતા કહ્યું કે ઇકોની શરૂઆત 2020માં થશે. ફ્રાન્સનાં એક સૂત્રએ જણાવ્યું કે કરાર 6 મહિના પહેલા પૂર્ણ થયો.