ઇમિગ્રેશન / ભારતીય મૂળના 16 અમેરિકન નાગરિકોને જૂના પાસપોર્ટ ન હોવાથી USના એરપોર્ટ પર રોકી રખાયા

ઇમિગ્રેશન / ભારતીય મૂળના 16 અમેરિકન નાગરિકોને જૂના પાસપોર્ટ ન હોવાથી USના એરપોર્ટ પર રોકી રખાયા

  • નવા નિયમ પ્રમાણે OCI કાર્ડધારકોને જૂના પાસપોર્ટ પણ સાથે રાખવા પડે છે
  • મોટાભાગના નાગરિકોને આ નવા નિયમની માહિતી ન હોવાથી સમસ્યા થઇ- અધિકારી

વોશિન્ગટન: એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રામણે16 ભારતીય મૂળના અમેરિકન્સ જેમને ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયાનો દરજ્જો પ્રાપ્ત છે, રવિવારે જે.એફ.કેનેડી એરપોર્ટ પર મુંઝવણનો સામનો કરવો પડ્યો હતો. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે તે લોકો પાસે જૂના કેન્સલ કરેલા પાસપોર્ટ ન હોયવાથી એર ઇન્ડિયા તેમના બોર્ડીંગ પાસની પ્રોસેસ કરી શકતી ન હતી. આ 16 નાગરિકોને નવા નિયમની જાણકારી ન હતી જે પ્રમાણે મુસાફરને તેમના કેન્સલ કરેલા પાસપોર્ટને પણ સાથે રાખવા પડે છે જેનો નંબર તેમના ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડમાં દર્શાવેલો હોય છે. OCI કાર્ડની જોગવાઇ તે કાર્ડધારકને ભારતના લાઇફટાઇમ વીઝા અપવા છે. 20 વર્ષથી નીચે અને 50 વર્ષથી ઉપરની ઉંમરના નાગરિકોને પાસપોર્ટ રિન્યૂ કરતી વખતે તેમના OCI કાર્ડ પણ રિન્યૂ કરવા પડે છે.

અગાઉ આ મહિનામાં આ જોગવાઇમાં જૂન 30, 2020 સુધી છૂટ આપવામાં આવી હતી પરંતુ કાર્ડધારકને ભારત જતી વખતે તેમના જૂના પાસપોર્ટ સાથે રાખવા માટે પણ જણાવાયું હતું. જોકે અધિકારીના જણાવ્યા પ્રમાણે મોટાભાગના કાર્ડધારકોને આ નિયમની માહિતી નથી. આ ઘટનામાં દરેક લોકો પાસે તેમના OCI કાર્ડ હતા પરંતુ જૂના પાસપોર્ટ સાથે રાખ્યા ન હતા.

આ પરિસ્થિતિના લીધે 16 ભારતીય-અમેરિકન્સને ટૂંકા ગાળા માટે એરપોર્ટ પર રોકી દેવાયા હતા. આ સમયે સ્થાનિક સક્રિય કાર્યકર પ્રેમ ભંડારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ભંડારીના જણાવ્યા પ્રમાણે આ 16 લોકોને રવિવારે એરપોર્ટ પર રોકી દેવાયા હતા અને તેમને આવ્યું કે કાં તો વધુ પૈસા ખર્ચીને ફરી ટિકિટ બુક કરવી પડત અથવા તો ઘરે પાછા જાવું પડ્યું હોત. જોકે અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શ્રીંગલા, ન્યૂયોર્ક કોન્સ્યૂલ જનરલ સંદીપ ચક્રવર્તી અને એર ઇન્ડિયા નોર્થ અમેરિકાના હેડ કમલ રાઓલની દરમિયાનગીરીથી મામલો પૂર્ણ થયો હતો. એર ઇન્ડિયા તેમના બોર્ડીંગ પાસની પ્રોસેસ કરી શકતી ન હતી. તેમને જૂના પાસપોર્ટ લાવવા માટે કહેવામાં આવ્યું હતું.

ન્યૂયોર્ક કોન્સ્યૂલ જનરલ સંદીપ ચક્રવર્તીએ બાદમાં એર ઈન્ડિયાને એક ઈમેલ મોકલ્યો હતો અને ત્યારબાદ પેસેન્જર્સને ફ્લાઇટમાં બેસવાની પરવાનગી મળી હતી. ચક્રવર્તીએ ઇમેલમાં લખ્યું- હું માનું છું કે 16 એર ઇન્ડિયા પેસેન્જર્સ પાસે જૂના પાસપોર્ટ નથી. જોકે તેમની પાસે વેલિડ અમેરિકન પાસપોર્ટ અને OCI કાર્ડ છે. તમે મહેરબાની કરીને તેમને ફ્લાઇટ બોર્ડ કરવાની મંજૂરી આપો. ભારતીય ઇમિગ્રેશન તેમને દેશમાં પ્રવેશવાની અનુમતિ આપશે. ભંડારીના કહેવા પ્રમાણે ઇમેલ બાદ દરેક 16 પેસેન્જરને ફ્લાઇટ બોર્ડ કરવાની મંજૂરી મળી હતી.